લિંબાયત બેઠકમાં ૫૦ ટકા કરતા વધુ મહારાષ્ટ્રીયન અને મુસ્લિમ મતદારો છે. જે આ વખતે પણ મોટી ભૂમિકા ભજવશે. ભાજપે સંગીતા પાટીલને રિપીટ કર્યા છે. તેમને બદલવા માટે સ્થાનિક કક્ષાએ માંગણી થઇ હતી. જ્યાર કોંગ્રેસે ગોપાલ ડી.પાટીલને પસંદ કર્યા છે. તો આમ આદમી પાર્ટીએ પંકજતાયડેને મેદાનમાં ઉતાર્યા છે. અહી ભાજપની જીતનું માર્જીન ૩૦-૩૧ હજાર રહ્યું છે. બંને ટર્મમાં વિશેષ ફેર પડયો નથી. આ વખતે કુલ ૪૪ ઉેમેદવારો પૈકી ૩૪ મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં છે. અને તે મોટાભાગે કોંગ્રેસ અને આપને નુક્સાન કરે તેમ જાણકારો કહે છે.

વિવિધ સમસ્યાઓ વચ્ચે પણ લોકો કમળ સાથે રહ્યા
વિવિધ સમાજના લોકો સાથે મીક્સ વસ્તી છે. મહારાષ્ટ્રીયન સમાજ ભાજપ સાથે રહ્યો છે. મુસ્લિમોના મતનું વિભાજન થાય છે. ૨૦૧૭માં ભાજપ છોડીને કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર ડો.રવિન્દ્ર પાટીલને બદલે લોકોએ કમળ પસંદ કર્યું હતું. લઘુમતી સમાજમાં પકડ ધરાવતા એનસીપીના ઉમેદવાર અકર્મ અન્સારીને પણ લોકોએ જીતી શકાય તેવો સાથ આપ્યો નહોતો. ટુંકમાં સમસ્યાઓ વચ્ચે પણ લોકો ભાજપ સાથે રહ્યા છે.
૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લઘુમતી સમાજના ઉમેદવાર નહોતા છતા તેમને ૬૧ હજારથી વધુ મત મળ્યા હતા. તો ૨૦૧૨માં નવાસવા સંગીતા પાટીલને ૭૯ હજારથી વધુ લોકોએ આપ્યા હતા. આ વખતે ત્રિપાંખિયા જંગમાં મુસ્લિમ અપક્ષ ઉમેદવારોની સંખ્યા વધુ છે પણ તેઓ ખરેખર કોના તરફે વધુ ઢળશે તેના પર ઉમેદવારોની જીતનો આધારે રહેલો છે.
સારી સ્કૂલો, આરોગ્યની સુવિધા
સારી સ્કૂલો શરૃ કરાય અને આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરાય તે અપેક્ષા છે. લોઅર મીડલ ક્લાસના લોકો મોંઘવારી ઓછી થાય તેવું ઇચ્છી રહ્યા છે. અશાંતધારો અહી લાગુ કરાયો તેનો યોગ્ય અમલ કરવો જોઇએ. સ્લમ વિસ્તારોના લોકોને રોજગાર માટે કોઇ વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. લોકોમાં ભય ઓછો થાય તે માટે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરો.
પાણી, ગંદકી, બેરોજગારીને લીધે ગુનાખોરી, મુખ્ય સમસ્યા
વિસ્તારમાં સ્લમ એરિયા પણ વધારે છે. અહી ગુનાખોરીનું પ્રમાણ ઉંચુ છે. જેને લીધે લોકો ભયમાં રહે છે. મોટાબાગે આ સમસ્યા બેરોજગારીને લીધે સર્જાયેલી છે. આરોગ્યલક્ષી સુવિધાઓ પણ અપુરતી છે. કેટલાક વિસ્તારોમાં ગંદકીના ઢગ જોવા મળે છે. લિંબાયતમાં અશાંત ધારો લાગુ કરાયો છે તેની સામે પણ વિરોધ છે. આ કાયદો લાગુ કરવાની જરુર નહોતી અને તેનો યોગ્ય રીતે અમલ કરાતો નથી તેવી ફરિયાદો પણ છે.
આંતરીક ખેંચતાણ વચ્ચે પણ બે ટર્મથી બેઠક પર ભાજપની પકડ
૨૦૧૨માં સંગીતા પાટીલને ટિકિટ અપાતા સિનિયર નેતાઓ નારાજ થયા હતા. કાર્યકરોએ રાજીનામાં પણ આપ્યા હતા. જોકે, નવસારી લોકસભા વિસ્તારમાં આવતી આ બેઠક પર તેમનો વિજય થયો હતો. ૨૦૧૭માં પણ તેમને રિપિટ કરાતા ફરી ઉહાપોહ થયો હતો. તેમાં ભાજપના સિનિયર નેતા ડો.રવિન્દ્ર પાટીલે તો પક્ષ છોડીને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. જોકે, કોંગ્રેસમાં પણ આંતરીક કમઠાણને કારણે ભાજપે બીજી ટર્મમાં પણ આ બેઠક જાળવી રાખી હતી.
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી