GSTV

શું આ નવા ફીચર સાથે YouTubeને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે TikTok?

YouTube ચોક્કસ પણે સૌથી પ્રચલિત વિડીયો પ્લેટફોર્મ છે. જો તમને યાદ હોય તો 2010 પહેલા આ પ્લેટફોર્મ પર માત્ર 10 મિનિટ સુધીનો વિડીયો જ અપલોડ કરી શકાતો હતો.

YouTube

બાદમાં ધીરે ધીરે YouTube માંથી 10 મિનિટ સુધીની રિસ્ટ્રિક્શન હટાવી દેવામાં આવ્યું અને હવે લાંબા વિડિયોઝ પણ અપલોડ કરી શકાય છે. હવે વાત કરીયે શોર્ટ વિડીયો શેરિંગ એપ TikTokની જે ભારતમાં પ્રતિબંધિત છે.

ભારતમાં ટિક્ટોક પર ભલે પ્રતિબંધ હોય, પરંતુ, કંપનીને આશા છે કે સરકાર તેના પર લાગેલ પ્રતિબંધ ચોક્કસ હટાવશે. અમેરિકા અને ચીન સહીત અન્ય દેશોમાં આ એપ ઘણી ઝડપથી વિકસી રહી છે.

હવે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય થઇ રાય છે અને જાન્યુઆરીમાં જો બાઇડેન પોતાનું પદ સાંભળી લેશે. એવામાં ટિક્ટોક માટે હવે અમેરિકામાં સ્થાયી રહેવાનો રસ્તો પણ એક રીતે સ્પષ્ટ થઇ ગયો છે.

આ દરમ્યાન ટિક્ટોક હવે તૈયારી કરી રહ્યું છે કે આ પ્લેટફોર્મને શોર્ટ વિડીયોથી થોડું અલગ કરી શકાય. કદાચ એજ કારણ છે કે કંપની હવે વીડિયોની લેન્થ વધારી રહી છે.

TikTok

સોશિયલ મીડિયા પર બારીક નજર રાખનાર એક્સપર્ટ મૈટ નવારાએ ટ્વીટ કરીને એક સ્ક્રીન શોટ શેર કર્યો છે. સ્ક્રીનશૉટમાં લાક્યું છે કે તેમને ટિક્ટોક પર ત્રણ મિનિટ સુધીનો વિડીયો અપલોડ કરવા માટેનું એક્સેસ આપવામાં આવે છે.

ટિક્ટોક એપ અને ડેસ્કટોપ પર અર્લી એક્સેસ હેઠળ હવે ત્રણ મિનિટ સુધીના વિડિયોઝ પણ અપલોડ કરી શકાશે. એનો અર્થ એ થયો કે ન માત્ર ટિક્ટોક એપ પર પરંતુ tiktok.com  પર પણ ત્રણ મિનિટ સુધીના વિડિયોઝ અપલોડ કરી શકાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

હરિયાણાના મંત્રીએ દીદીને આપી સાંઢની ઉપમા, કહ્યું: મમતા સામે જય શ્રીરામ બોલવું સાંઢને લાલ કપડું બતાવવા જેવું

Pritesh Mehta

આનંદો/ અમદાવાદીઓ બીઆરટીએસમાં હવે આ સુવિધા થશે ઉપલબ્ધ, નવી વ્યવસ્થા થઈ શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!