GSTV
Home » News » દેશના પ્રધાનમંત્રી હાઉસની જેમ AMCની સુરક્ષા CRPFના હાથમાં, કારણ બસ આટલું

દેશના પ્રધાનમંત્રી હાઉસની જેમ AMCની સુરક્ષા CRPFના હાથમાં, કારણ બસ આટલું

અમદાવાદ ગઇકાલે કૉંગ્રેસ દ્રારા કોર્પોરેશનના ઘેરાવાના કાર્યક્રમમાં સિક્યુરિટીની નબળી કામગીરી સામે આવી હતી. જેથી બાઉન્સેરોને દૂર કરી દેવાયા હતા. હાલ સુરક્ષાની કામગીરી SRP જવાનોને સોંપાઈ છે. હવે નવી સિક્યુરિટી મુકવામાં આવશે. કૉંગ્રેસના ઘેરવામાં તેઓ ડ્યૂટી યોગ્ય રીતે બજાવી શક્યા નહીં. આ બાબતને બાઉન્સેરોને દૂર કરી દેવાયા છે. હાલ સુરક્ષા વ્યવસ્થા 11 એસઆરપી જવાનોને સોંપવામાં આવી છે. આ એ જવાનો છે જેમને ડીમોલીશન કે કોર્પોરેશનની અન્ય કામગીરી વખતે સુરક્ષા માટે લાવવામાં આવ્યા છે.

સરકાર પાસે તેઓની માંગણી કરવામા આવી હતી. કોર્પોરેશન નવી સિક્યુરિટી એજન્સીને સુરક્ષાની કામગીરી સોંપશે. મહત્વની વાત છે કે જયારે કોઈ મોટું ટોળું કોર્પોરેશનમાં આવી ઘેરાવ કરી જાય છે. ત્યારે સિક્યુરિટી સામે સવાલ ઉભા કરી તેને બદલી દેવામાં આવે છે. અગાઉ બોર્ડમાં બબાલ થઈ ત્યારે સિકયુરિટી બદલી બાઉન્સરો લાવામાં આવ્યા હતા. પણ આ બાઉન્સરો કામે ન આવ્યા. વિપક્ષનું કહેવુ છે કે કોર્પોરેશનમાં પ્રજા અને વિપક્ષ રજૂઆત માટે આવતા હોય ત્યારે સત્તાધીશોએ શા માટે ડરવુ જોઇએ.

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!