GSTV

ISROની નવી ઉડાન: હવે આમ આદમી પણ અવકાશમાં જશે, ભારત પોતાનું સ્પેશ સ્ટેશન બનાવશે

ઇસરો હવે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની જેમ જ ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. ત્યારે શું છે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન અને શું હોય છે તેની કામગીરી. આવો જાણીએ તેનાં વિશે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહ છે કે જેમાં માનવ રહી શકે છે. અંતરિક્ષમાં ગ્રહો, તારાઓ, હવામાન, એલિયન્સ તેમજ લૌકિક-પરલૌકિક વગેરે ગતિવિધિઓ અને ઘટનાઓનો નજીકથી અભ્યાસ કરવાના હેતુથી ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમેરિકા, રશિયા અને ફ્રાંસ સહિત કુલ 16 દેશોના સમૂહે સાથે મળીને આ સ્પેસ સ્ટેશન બનાવ્યું છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 20 નવેમ્બર,1998ના રોજ લોન્ચ કરવામાં આવ્યું. સ્પેસ સ્ટેશનના વિવિધ પાર્ટ્સને 136 ઉડાનો મારફતે મોકલવામાં આવ્યા. આ પાર્ટ્સને વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં જ જોડ્યા. વર્ષ 2000થી સ્પેસ સ્ટેશનને મનુષ્યોના રહેવા યોગ્ય બનાવવામાં આવ્યું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એક સમયમાં વધુમાં વધુ 6 અંતરિક્ષ યાત્રી રહી શકે છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અત્યાર સુધીની સૌથી મોટી અને મોંઘી પરિયોજના છે. જેના પાછળ કુલ 160 અબજ ડોલર મતલબ કે 11 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અત્યાર સુધીમાં કુલ 18 દેશોના 232 અંતરિક્ષયાત્રીઓને મોકલવામાં આવ્યા છે. જ્યારે કે કુલ 19 સ્પેસક્રાફ્ટ સ્પેસ સ્ટેશનની મુલાકાત લઇ ચૂક્યા છે.

પૃથ્વીથી લગભગ 350થી 431 કિલોમીટર જેટલી ઊંચાઈએ ભ્રમણકક્ષામાં ફરતું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સૂર્યશક્તિથી ચાલે છે. વિશાળ સૌર પેનલ્સ મળીને એની લંબાઈ-પહોળાઇ 357 ચોરસ ફૂટ એટલે કે એક ફૂટબોલના મેદાન જેટલી છે. જ્યારે કે તેનું વજન 4 લાખ 20 હજાર કિલોગ્રામ છે. કલાકના મહત્તમ 27 હજાર 900 કિલોમીટરની ઝડપે ફરી શકતું આ સ્ટેશન દર 90 મિનિટે પૃથ્વી ફરતે એક ચક્કર લગાવે છે. એટલે કે આપણા એક દિવસમાં 16 વાર આ સ્પેસ સ્ટેશન આપણા પરથી પસાર થઈ જાય છે.

READ ALSO

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

દુનિયાભરમાં કોરોનાના 82,726 કેસ નોંધાયા, સૌથી વધુ ઈટલીમાં 17 હજાર લોકોના મોત

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!