બોલિવિયાના રણમાં એક વૃક્ષ આકારનો કરોડો વર્ષથી પ્રાચીન પથ્થર ઉભો છે. દેખાવના કારણે સ્ટોન ટ્રી તરીકે ઓળખાતો આ પથ્થર કુદરતની અજાયબી છે અને જોવા પ્રવાસીઓ ત્યાં પહોંચે છે. એવો જ એક પથ્થર કચ્છમાં પણ આવેલો છે. પરંતુ કચ્છના આ સ્ટોન ટ્રીને જોઈએ એટલી પ્રસિદ્ધિ મળી નથી. હકીકત એ છે કે કચ્છ સફેદ રણ ઉપરાંત લાખો-કરોડો વર્ષ પ્રાચીન અવશેષોનો પણ ખજાનો ધરાવે છે. વાગડ પંથકના જાણકાર મહાદેવ બારડે જણાવ્યુ હતું કે આ સ્ટોન ટ્રી ખડિર બેટ વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તારમાં આવા તો અનેક એકથી એક ચડિયાતા પથ્થરો છે અને સમગ્ર વિસ્તાર જીયોલોજિકલ પાર્ક બની શકે એમ છે. ધોળાવીરા પાસેના જ આ વિસ્તારમાં સફેદ રણ, કરોડો વર્ષ પ્રાચીન વૃક્ષનું થડ, શંખ-છીપલાં વગેરે અવશેષો ફેલાયેલા છે અને જોવા જેવા પણ છે. અનેક રહસ્ય દબાવીને બેઠેલું ધોળાવીરા થોડા-ઘણા પ્રવાસીઓને અને વધુ સંશોધકોને આકર્ષે છે. અહીં આવતા પ્રવાસીઓ જો કોઈ સ્થાનિકને પૂછે નહીં તો એમને ખબર ન પડે કે દસેક કિલોમીટર દૂર એક અવશેષારણ્ય આવેલું છે.

આ વખતે જી-20ની સભા ભારતમાં મળી રહી છે. તેમાંથી એક ડેલિગેશન કચ્છના ધોળાવીરામાં પણ આવી રહ્યું છે. આ ડેલિગેશન ત્યાં જશે કે નહીં એ તો સરકારી અધિકારીઓ જાણે, પરંતુ જો પુરાતન અવશેષો જોવા જશે તો કચ્છની ધરતીથી અભિભૂત થયા વગર નહીં રહે.
જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI) દ્વારા મધ્યપ્રદેશમાં થોડા સમય પહેલા જબલપુર પાસે જીઓ પાર્કની જાહેરાત કરવામાં આવી છે. એ પાર્ક પાંચ એકર વિસ્તારમાં ફેલાયેલો છે. બીજી તરફ કચ્છના ખડીર બેટ પાસે આવેલો રખાલ વિસ્તાર જો જીયો પાર્ક જાહેર થાય તો એશિયાનો સૌથી મોટો જીયો પાર્ક બની શકે એમ છે.

અહીં જગતના સૌથી પ્રાચીન પૈકીનું એક કહી શકાય એવુ વૃક્ષનું થડ આવેલું છે. એ થડ પહેલી નજરે તો આડા પથ્થર જેવુ લાગે છે. અવશેષ તરીકે દેખાવ પથ્થર જેવો થઈ ગયો છે. અંદાજે 18 કરોડ વર્ષ પહેલાં થયેલી ઉથલપાથલ વખતે એ મૂળસોતું ઉખડી ગયું હશે. ગાંધીનગર પાસે આવેલા ઈન્દ્રોડા પાર્કમાં ડાયનાસોરના ઈંડા જોયા હશે તેમને ખબર હશે કે એ ઈંડા પથ્થરના ગોળા હોય એવા લાગે. કેમ? કેમ કે એ કરોડો વર્ષથી એક જ સ્થળે પડ્યાં રહ્યાં હોય એટલે દેખાવ પણ પથ્થર જેવો ધારણ કરે. એ વૃક્ષની લંબાઈ દસેક મીટરની છે અને ધ્યાનથી અવલોકીએ એટલે સમજાય કે વૃક્ષનું થડ જ છે. ધોળાવીરાની ધરતીમાં આવા તો અનેક ચમત્કારો ધરબાયેલા છે.
READ ALSO
- શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું