GSTV

પાકિસ્તાનની જેમ એર સ્ટ્રાઈકનો ચીનને પણ લાગ્યો ડર, ફફડાટમાં ભારતને આપી દીધી આ ધમકી

Last Updated on June 17, 2020 by Karan

ઉલટા ચોર કોટવાલ કો ડાંટે એ ઉક્તિ મુજબ ભારતીય સૈનિકોને માર્યા બાદ ચીને ફરી એક વખત ભારત પર વાહિયાત આક્ષેપો લગાવી ભારતને ધમકી આપી છે. ચીને ભારતને સરહદ પર તેમના સૈનિકોને નિયંત્રણમાં રાખવાની ચેતવણી આપી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ ભારતીય સૈનિકોની કાર્યવાહીને કારણે બંને પક્ષો વચ્ચે ગંભીર શારીરિક સંઘર્ષ થયો છે. અમે ભારતને અનુરોધ કર્યો છે કે તે પોતાના સૈનિકોને સરહદ પાર કરવા મુદ્દે કડકાઇથી નિયંત્રણમાં રાખે. અથવા તો એકતરફી કાર્યવાહી કરવાથી બચે. જે સરહદની સ્થિતિને વધુ મુશ્કેલ અને જટિલ બનાવી શકે છે.

ભારત હવે 1962નું ભારત નથી એ ચીન સારી રીતે જાણે છે

બીજી તરફ ચીનના સૈન્ય પીએલએએ એક નિવેદન જાહેર કરી 6 જૂનના રોજ બંને દેશો વચ્ચે થયેલી સહમતિનો હવાલો આપી આરોપ લગાવ્યો કે ભારત તેમની વાત પર કાયમ ન રહ્યું. પીએલએએ આરોપ લગાવ્યો કે ભારતીય સૈનિકોએ જાણી જોઇને ઉશ્કેરણીજનક હુમલાઓ કર્યા જેના કારણે ગંભીર સંઘર્ષ થયો છે. ચીનને ડર છે કે ભારત પાકિસ્તાનની જેમ એર સ્ટ્રાઈક કરી શકે છે. ભારત હવે 1962નું ભારત નથી એ ચીન સારી રીતે જાણે છે.

ચીન

ભારત પાસે કયા કયા વિકલ્પ છે?

  • હવે મામલો એ છે કે ભારત અને ચીનના સંબંધો વધુ તંગ બની ગયા છે અને ચીન પોતાના કરતૂતો બંધ કરી રહ્યું નથી. તે તેની આદત મુજબ છેતરપિંડી કરી રહ્યું છે. હવે ભારત પાસે કયા કયા વિકલ્પ છે. તો પહેલા તો ભારતે આ સમગ્ર ઘટનાની પૂરી તપાસ કરવી જોઇએ કેમ કે ચીને આ કામગીરી માટે પૂરી તૈયારી કરી લીધી હોય તેમ લાગે છે. આથી ભારતે પણ આ ઘટનાની સમીક્ષા કરીન ચીનને તેની જ ભાષામાં જવાબ આપવો જોઇએ.
  • બીજો વિકલ્પ એ છે કે ભારતે પણ વાસ્તવિક રેખા પર ચીનના કોઈ વિસ્તારમાં ઘૂષણખોરી કરીને આક્રમણ કરી દેવું જોઇએ. આમ થશે તો ચીન સમજૂતિ માટે ટેબલ પર આવવા મજબૂર બનશે.
  • ત્રીજો વિકલ્પ એ છે કે ભારતે ચીનની વિરુદ્ધમાં એક આંતરરાષ્ટ્રીય સંગઠન તૈયાર કરી શકે છે.
  •  આજે ચીનની વિરુદ્ધમાં દુનિયાના ઘણા ઓછા દેશો છે. આ સંજોગોમાં ભારત ચીનના મિત્રોની સંખ્યા ઘટાડી દે તો તે ચીન માટે આંચકો હશે. અન્યથી અલગ પડી જવાથી ચીન એટલું શક્તિશાળી રહેશે નહી.
  • ચોથો અને સૌથી કપરો વિકલ્પ એ છે કે ભારતમાં તમામ રાજકીય પક્ષો એક થઈ જાય જેથી અન્ય દેશોને ભારતની અખંડિતતા પર સવાલ કરવાની તક મળે નહીં. આ કામ કપરું છે કેમ કે ભારતના તમામ રાજકીય પક્ષો કયારેય કોઈ મુદ્દા પર એક થયા નથી. ખાસ કરીને કોંગ્રેસ માટે આ પરિક્ષાનો સમય છે કેમ કે કોગ્રેસની ભૂલોને કારણે જ ભારતે 1962માં ચીન સામે પ્રથમ યુદ્ધમાં હારવું પડ્યું હતું.

હવે કોંગ્રેસ આ મામલે સહમતિ સાધીને પોતાની ભૂલ સુધારી શકે છે.

આ ચાર વિકલ્પો ઉપરાંત ભારત પાસે બે સૈન્ય વિકલ્પ છે. તેની ઉપર કેટલાક સહમત છે તો કેટલાક નથી. સમગ્ર દુનિયા ભારત તરફથી વળતી કાર્યવાહી પર નજર રાખી રહી છે. ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરીને પોતાનુ સન્માન બચાવી શકે છે. જોકે ભારત અત્યારે 1962નું નહીં પરંતુ 2020નું ભારત છે એ ભૂલવું જોઇએ નહીં. ભારતે PoK અને બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને પોતાની તાકાતનો પરચો આપી દીધો છે.

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!