GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

હેલ્મેટ પહેરવા પર કેન્દ્ર સરકારે લીધો અગત્યનો નિર્ણય : વાહન ચાલકોને થશે મોટી રાહત

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) તાજેતરમાં ભારત માટે નવા સ્ટાન્ડર્ડ નિયમોવાળી હેલ્મેટ લાવવાની જાહેરાત કરી છે. આ નિયમોથી ભારતમાં વેચાનારી હેલ્મેટની કવોલિટીમાં સુધારો લાવી શકાશે. સાથે રસ્તા પર વેચાતી લોકલ કવોલિટીની હેલ્મેટ પર પ્રતિબંધ મુકાશે.

ભારતમાં આ નિયમ ૧પ જાન્યુઆરી ર૦૧૯થી લાગુ કરાશે ત્યાર બાદ ભારતમાં હેલ્મેટ બનાવનારી કંપનીઓએ આ સ્ટાન્ડર્ડ પર હેલ્મેટનું મેન્યુફેકચરિંગ કરવું પડશે. નવા નિયમો અનુસાર હેલ્મેટનું વજન ૧.ર કિલો હશે. જે અત્યાર સુધી ૧.પ કિલો હતું. ટ્રાન્સપોર્ટ મંત્રાલયે એવી પણ જાહેરાત કરી છે કે હવે નોન ISI સ્ટાન્ડર્ડવાળાં હેલ્મેટ વેચવાં તે ગુનો ગણાશે.

  • હલકી ક્વોલિટીની હેલ્મેટ ઉપર પ્રતિબંધ આવશે, ૧.૨ કિલોથી વધારે વજનની હેલ્મેટ નહીં પહેરવી પડે.
  • હવે નોન ISI સ્ટાન્ડર્ડવાળાં હેલ્મેટ વેચવાં તે ગુનો ગણાશે.
  • ભારતીયોએ નવા BIS સ્ટાન્ડર્ડ પર ખરી ઊતરે તેવી હેલ્મેટ યુઝ કરવી પડશે.
  • સરકારનાં આ પગલાંથી રસ્તા પર થતા અકસ્માતો તો ઘટશે સાથે સાથે રસ્તા પર વેચાતી લોકલ કવોલિટીની નકલી હેલ્મેટ પણ બંધ થશે.

આ નિયમનું પાલન નહીં કરનાર વ્યકિત પર ભારે દંડ લગાવવામાં આવશે. આ નિયમ લાગુ થયા બાદ ભારતીયોએ નવા BIS સ્ટાન્ડર્ડ પર ખરી ઊતરે તેવી હેલ્મેટ યુઝ કરવી પડશે. લોકો માત્ર ISI માર્કવાળી હેલ્મેટ પહેરીને ચલાવી નહીં શકે. નવી ગાઇડ લાઇનને ભારતના ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા જારી કરાઇ છે. જે હેઠળ મોટર સાઇકલ હેલ્મેટની કવોલિટીનો ટેસ્ટ કરવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યાં છે અથવા નવું સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નવા નિયમો મુજબ હેલ્મેટને અલગ અલગ તાપમાનમાં પણ ટેસ્ટ કરવામાં આવ્યુું છે.

સાથે સાથે ઘર્ષણ સહેવાની ક્ષમતાને પરખવા માટે પણ કેટલાક ટેસ્ટ જોડવામાં આવ્યા છે જેથી એ બાબતની જાણકારી લગાવી શકાય કે હેલ્મેટ અકસ્માત સમયે કેટલું ઘર્ષણ સહન કરી શકે છે. ISI હેલ્મેટ એસોસીએશનના અધ્યક્ષ રાજીવ કપૂરે કહ્યું કે સરકારનાં આ પગલાંથી રસ્તા પર થતા અકસ્માતો તો ઘટશે સાથે સાથે રસ્તા પર વેચાતી લોકલ કવોલિટીની નકલી હેલ્મેટ પણ બંધ થશે. ભારતના લોકો હેલ્મેટના ઉપયોગને સમજતા નથી અને પોતાના જીવ સાથે રમત રમે છે. લોકો પૈસા બચાવવા માટે અને ઔપચારિકતા નિભાવવા માટે સસ્તી હેલ્મેટ ખરીદી લે છે.

Related posts

મહારાષ્ટ્રના ભાજપના નેતા ફડણવિસના વળતાં પાણી, પંકજા-ખડસેને મનાવવા માટે દિલ્હીથી લીલીઝંડી

Pravin Makwana

આજથી ખુલશે દિલ્હીના લાલ કિલ્લા અને કુતુબમિનાર સહીત દેશભરના ઐતિહાસિક સ્મારકો, જાણો લો નિયમો!

pratik shah

કોરોના સંક્રમિતોનાં આંકમાં રશિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!