GSTV

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

Last Updated on August 5, 2021 by pratik shah

બાંગ્લાદેશમાંથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે, જેમાં એક લગ્ન પ્રસંગમાં આકાશી વીજળી પડવાની ઘટના સામે આવી છે, આ આકાશી વીજળીએ એવો કહેર મચાવ્યો કે પલ ભરમાં ખુશીનું વાતાવરણ દુ:ખમાં બદલાઈ ગયું હતું. આ દર્દનાક અકસ્માતમાં 16 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે ઘણા લોકો ઘાયલ થયા છે. દર્દનાક ચીસોથી આકાશ પણ રડી પડ્યું હતું.

દર્દનાક અકસ્માતમાં 16 લોકોના મોત

આ ઘટના બાંગ્લાદેશના ચપૈનવાબગંજ જિલ્લાના શિબગંજ વિસ્તારમાં થયો હતો, જ્યાં એક નદીમાં તરતી બોટ પર એક શખ્સના લગ્નની પાર્ટી ચાલી રહી હતી.પાર્ટીમાં સંખ્યાબંધ લોકો આવ્યા હતા. ચારેકોર લોકો લગ્નના સમારોહમાં ખુશ હતા, પરંતુ આ વચ્ચે અચાનક વાતાવરણ ખરાબ થઈ જાય છે, અને અચાનક વરસાદ વરસાદ વરસવા લાગે છે. અને લોકો શેલ્ટર લેવા માટે બોટ છોડીને નદીના કિનારા તરફ જવા લાગે છે, આ દરમ્યાન કુદરતી આફતનો શિકાર થઈ ગયા.

ભારે વરસાદ વચ્ચે આકાશીય વીજળીના ઝપેટમાં સંખ્યાબંધ લોકો

આ દરમ્યાન ભારે વરસાદ વચ્ચે આકાશીય વીજળીના ઝપેટમાં સંખ્યાબંધ લોકો આવી જાય છે. ગણતરીની સેકન્ડોમાં તો 16 લોકોના દર્દનાક મોત નિપજે છે. એટલું જ નહી આકાશીય વીજળીથી ઘણા લોકો ગંભીર રીતે દાઝી પણ ગયા છે. ગણતરીની સેકન્ડમાં આકાશની આફતે બધું વેરવિખેર કરી નાખ્યું, આ ઘટનામાં વરરાજા પણ ઘાયલ થાય છે. શહેરના એક અધિકારીએ જણાવ્યું કે કેટલાક લોકો તૂફાન- વરસાદથી બચવા માટે બોટ છોડીને કિનારે આવ્યા હતા, ત્યારે વીજળી પડી હતી.

ઘણા લોકો ગંભીર રીતે દાઝી પણ ગયા

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં દર વર્ષે વીજળી પડવાથી સંખ્યાબંધ લોકો મૃત્યુ પામે છે. આ વર્ષે પણ ભીષણ ચોમાસાના તૂફાને દસ્તક દીધી છે. છેલ્લા દિવસોમાં કોક્સ બાઝારના દક્ષિણ પૂર્વ જિલ્લામાં એક અઠવાડિયની મૂસલાધાર વરસાદમાં છ રોહિંગ્યા શરણાર્થિયો સહિત અંદાજીત 20 લોકોના મોત નિપજ્યા હતા.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!