GSTV

સૌથી ઓછા વજનવાળા બુલેટ પ્રૂફ જેકેટ ‘ભાભા કવચ’ની ખૂબીઓ, નહીં વીંધી શકે આતંકવાદીઓની ગોળીઓ

સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમ મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ (મિધાની) અને આર્ડિનેંસ ફેક્ટરી બોર્ડ દ્વારા બનાવેલ આ નવું અત્યાધુનિક બુલેટા પ્રૂફ જેકેટ એ કે 47 રાયફલ, 5.56 ઈંસાસ, એસએલઆર તથા 7.62 એમએમની રાયફલ દ્વારા મારવામાં આવેલ ગોળીપ પણ ઝેલવાની ક્ષમતા છે. સાથે-સાથે 7.62 MM હાર્ડ સ્ટીલ કોર ગોળીઓનો સામનો કરવા પણ સક્ષમ છે આ જેકેટ.

આ જેકેટ 360 ડિગ્રીમાં સુરક્ષા પ્રદાન કરે છે. આતંકવાદ અને નક્સલી વિસ્તારોમાં સક્રિય સુરક્ષાબળો અને પોલીસ માટે ખૂબજ મદદરૂપ સાબિત થશે.

આ જેકેટની સૌથી મોટી વિશેષતા એ છે કે, ગૃહ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલ વજન કરતાં તેનું વજન અડધો કિલો ઓછું છે અને વ્યક્તિને ચારેય તરફથી સુરક્ષા પ્રદાન કરે છે. તેનું વજન માત્ર 9.2 કિલો છે અને દેશની સશસ્ત્ર સેનાઓ માટે તે ખૂબજ ઉપયોગી સાબિત થશે.

ભારતનાં સુરક્ષાબળ નવા પડકારો વચ્ચે જમ્મૂ-કશ્મીરમાં આતંકવાદ, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નક્સલિઓ તથા પૂર્વોત્તરમાં ઉગ્રવાદનો સામનો કરી રહ્યાં છે. ઘાટીમાં આતંકવાદીઓ ઘણીવાર સ્ટીલની બુલેટનો ઉપયોગ કરે છે.

એટલે હવે સુરક્ષાબળો અને મુશ્કેલ ઓપરેશનોમાં પોલીસ માટે ભાભા કવચ જવાનોની સરક્ષામાં ખૂબજ મદદરૂપ સાબિત થશે.

Related posts

આ રાજ્યના ગૃહમંત્રીએ કર્યો ધડાકો, ‘પોલીસના કારણે કોરોના ફેલાયો…’

Mayur

મુંબઈમાં કોરોના પોઝીટીવ કેસ વધુ હોવા બાબતે MCGM એ કર્યો આ ખુલાસો

Nilesh Jethva

યુપીમાં કોરોના સંક્રમિત 410 દરદીઓમાંથી અડધે અડધા તબલીગી જમાતના, 39,857 લોકો વિરૂદ્ધ FIR કરાઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!