GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

સ્લો ઈંટરનેટથી ત્રાસી ગયા છો? હવે Google આ રીતે કરશે ઝડપી કામ, જાણો શું છે ખાસિયતો

ગૂગલએ તેના સર્ચ ઈંજીનનું લાઈટ વર્ઝન ગૂગલ ગો રોલઆઉટ કર્યું છે. ગૂગલએ સફળ ટેસ્ટિંગ બાદ ભારત સહિત અન્ય દેશોમાં પણ તેને રોલઆઉટ કર્યું છે. એંડ્રોયડ યૂઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોરથી ફોનમાં ઈંસ્ટોલ કરી શકે છે. તે દુનિયાના કોઈપણ નેટવર્ક પર કામ કરશે.

એક રિપોર્ટ અનુસાર ગૂગલ ગો દુનિયાભરમાં લગભગ 17.5 મિલિયન વખત ઈંસ્ટોલ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી મોટો આંકડો ભારત દેશમાંથી મળે છે. 48 ટકા ભારતીય યૂઝર્સએ તેને ફોનમાં ઈંસ્ટોલ કર્યું છે. ગૂગલ ગો લોકોના ડિવાઈસની ઓછી સ્પેસ માટે પણ ઉપયોગી છે. કારણ કે તે લોકોને ડિવાઈસમાં સ્ટોરેજ આપવાનું કામ પણ કરશે અને તેને સ્લો થતા પણ અટકાવશે.

ગૂગલ ગોના પ્રોડક્ટ મેનેજર બિબો જૂના જણાવ્યાનુસાર, તેની સાઈઝ માત્ર 7એમબી છે. ગૂગલ ગો પર વેબ સર્ચ કરવાથી ડિવાઈસ સ્લો થતું નથી. યૂઝર તેની પસંદની એપ્સ ડાઉનલોડ કરી શકે તેવો વિકલ્પ પણ તેને મળે છે. જો ગૂગલ ગો પર સર્ચિંગ દરમિયાન કનેક્ટિવિટી જતી રહે તો પણ તેના પર ઓનલાઈન થયા પછી ચોક્કસ રીઝલ્ટ જોવા મળશે.

2017માં ગૂગલ ગો એંડ્રોયડ ડિવાઈસ પર કેટલાક દેશોમાં જ હતું. પરંતુ આ વર્ષની શરૂઆતમાં ગૂગલએ લેંસ ઈન ગૂગલ હોને શોકેસ કર્યુ હતું. તે કેમેરાની મદદથી વાંચવા, ટ્રાંસલેટ કરવા અને સર્ચ કરવામાં મદદ કરે છે. ગૂગલ ગો આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ પાવર્ડ છે. તેનાથી તમે કોઈપણ વેબ પેજ વાંચી શકો છો.  તે એંડ્રોયડ વર્ઝન 5.0 લોલીપોપ અને તેના પછીના વર્ઝન પર કામ કરે છે.

Read Also

Related posts

ઓક્સિજન સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં મચી અફરાતફરી, આગમાં એક ભડથું

Bansari

જન્માષ્ટમી 2020: આજના શુભ દિવસે કયા રાશિજાતકોનું રહેશે કેવું ભવિષ્ય, જાણો ફ્કત એક ક્લિકે

pratik shah

સુરતમાં કોરોના અનબ્રેકેબલ, જાણો 24 કલાકમાં કયા વિસ્તારમાં કેટલા લોકો થયા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!