GSTV

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Last Updated on June 17, 2021 by Pritesh Mehta

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. વલસાડમાં 3 ઈંચ, વડોદરામાં દોઢ ઈંચ જેટલો વરસાદ થયો.

વરસાદ

તો આ બાજુ રાજકોટના લોધીકામાં દોઢ ઇંચ, જસદણમાં એક ઇંચ, ધોરાજીમાં પોણો ઇંચ અને કોટડાસાંગાણીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ ,પાટણ , બનાસકાંઠા, ભાવનગર બોટાદ, અમરેલી, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં બે દિવસ પવન સાથે હળવો વરસાદ રહેશે.

40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ચોમાસુ સુરતથી બે દિવસ સુધીમાં આગળ વધશે.. ચોમસુ ધીમીગતિએ આગળ વધી રહ્યું છે. આવતીકાલે પણ રાજ્યમાં કેટલાક પંથકોમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની વકી છે. 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

18મી જૂને અમદાવાદ, આણંદ અને કચ્છમાં, 19મી જૂને અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં જ્યારે 20મી જૂને દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી માધ્યમ વરસાદ વરસી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ફેસબુકની મિત્રતા-પ્રેમ યુવતીને ભારે પડયો/ બ્રેકઅપ છતાં પૂર્વ પ્રેમીએ એવા ફોટા બતાવ્યા કે બે વખત સગાઈ તૂટી ગઈ, પોલીસે યુવકને દબોચી લીધો

Harshad Patel

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

pratik shah

AMCનો આમદની અઠન્ની ખર્ચા રૃપૈયા જેવો વહિવટ / બે રૃપિયા ભરી નકલ લઈ જવાનું જણાવવા માટે મ્યુનિ.એ ૨૫ રૃપિયાનો ખર્ચ કર્યો!

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!