GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

મોદીને દીવા દઝાડશે કે ઉજાડશે એ તો આગામી સમય જ બતાવશે પણ રાષ્ટ્રના વડા તરીકેની ગરીમા જાળવવાની જરૂર

pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ૯.૦૦ વાગ્યે દેશવાસીઓને વીડિયો સંદેશમાં કહ્યું કે રવિવારે રાત્રે ૯.૦૦ વાગ્યે ૯ મિનિટ સુધી ઘરની લાઈટ બંધ કરીને દીપ પ્રગટાવવા અપીલ કરી છે. દેશવાસીઓને તેમના વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા માટે લોકડાઉનના શુક્રવારે નવ દિવસ પૂરા થયા છે. તમે જે રીતે ૨૨મી માર્ચે કોરોના વિરુદ્ધ લડનારી દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો અને સમગ્ર વિશ્વને દેશની એકતાની મહાનતાનો પરિચય કરાવ્યો હતો, તે જ રીતે આ રવિવારે રાત્રે ૯.૦૦ વાગ્યે આપણે દિપ પ્રગટાવીને કોરોનાના અંધકારને દૂર કરવા માટેની લડાઈમાં આપણી કટીબદ્ધતા દર્શાવવાનો સમય છે. 

આ એ જ લોકશક્તિ છે જે તમને ઉંચે સ્થાને બેસાડી શકે છે

ભારતના વડાપ્રધાન આટલી મોટી મહામારીના સમયે આવી જાહેરાત કરે તે તેમના પદ કે રાષ્ટ્રની વડાની ગરીમાને શોભા આપે તેવી જાહેરાત નથી. મહામારી સામે લડવા માટે 21 દિવસ લોકો ઘરમાં પૂરાઈ જાય, સામાન્ય લોકોને બે ટંક ખાવા પૂરતા અનાજના ફાંફા હોય. રોજિંદા કામદારો પાસે ખાવાનું પણ ન હોય તેવા સમયે લોકોની યાતનાઓ ચિંતા કે આયોજન કરવાને બદલે ધંટડીઓ વગાડવી, તાળીઓ પાડવી, રાત્રે લાઈટો બંધ કરી દિવા પ્રગટાવવા આવા નુસખા સુખી વર્ગ દ્વારા ગરીબોની મજાક ઉડાડવા માટે યોજાતા હોય તેવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે. રાષ્ટ્ર અને પ્રજા હંમેશાં એક જ હોય. નાગરિકોની દેશભક્તિ, શિસ્ત, રાષ્ટ્ર માટેની કટિબદ્ધતા, પ્રજાનું શોર્ય, પ્રજાની મહાશક્તિ માપવા કે જગાડવા માટે આવા હાસ્યાસ્પદ નુસખા કે ટુચકા લોકોમાં તમારા માટેની લોકપ્રિયતા એક આદર ભાવમાં ઘટાડો કરનારું, ઓટ લાવનારૂ પુરવાર થશે, સત્તા સ્થાને છો માટે તમારો લોકોની વેદનાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો હોય પરતું આ એ જ લોકશક્તિ છે જે તમને ઉંચે સ્થાને બેસાડી શકે છે તેજ લોકશક્તિની મશ્કરી કરવી તે કેટલું ઉચિત છે એ તે સમય જ કહેશે.

pm

જનતારૃપી મહાશક્તિનો વારંવાર સાક્ષાત્કાર જરૂરી 

વડાપ્રધાને જણાવ્યું હતું કે લોકડાઉનના આ દરમિયાન તમે બધાએ શિસ્ત અને સેવાભાવનો પરિચય આપ્યો છે, જે અભૂતપૂર્વ છે. શાસન તંત્ર અને જનતા જનાર્દને સાથે મળીને સ્થિતિ સંભાળવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. જનતા કરફ્યુને યાદ કરતાં મોદીએ કહ્યું ૨૨મી માર્ચે કોરોના વિરુદ્ધ લડનારી દરેક વ્યક્તિનો આભાર. આ લોકડાઉનનો સમય જરૃર છે, આપણે આપણા ઘરોમાં જરૃર છીએ, પરંતુ આપણામાંથી કોઈ એકલું નથી. ૧૩૦ કરોડ દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તિની સાથે છે. આપણા ત્યાં જનતા જનાર્દનને જ ઈશ્વરનું રૃપ માનવામાં આવે છે. તેથી દેશ આટલી મોટી લડાઈ લડી રહ્યો છે, તો આવી લડાઈમાં વારંવાર જનતારૃપી મહાશક્તિનો સાક્ષાત્કાર કરતા રહેવું જોઈએ.

૧૩૦ કરોડ લોકોના મહાસંકલ્પને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે

દેશવાસીઓ માટે ૧૧  મિનિટના વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ લોકોને ઘરમાં રહેવા અને સામાજિક અંતરની ‘લક્ષ્મણ રેખા’ નહીં ઓળંગવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, આ રવિવારે એટલે કે ૫મી એપ્રિલે આપણે બધાએ કોરોના સંકટના અંધકારને પડકાર ફેંકવાનો છે. તેને પ્રકાશની તાકતનો પરિચય કરાવવાનો છે. આ પાંચમી એપ્રિલે આપણે ૧૩૦ કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગરણ કરવાનું છે. ૧૩૦ કરોડ લોકોના મહાસંકલ્પને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે. હું ૫મી એપ્રિલે રાતે નવ વાગ્યે આપ સૌની નવ મિનિટ ઈચ્છું છું. રવિવારે રાત્રે નવ વાગ્યે ઘરની બધી લાઈટો બંધ કરીને ઘરના દરવાજે અથવા બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી અથવા ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ પ્રગટાવો.

સામૂહિક શક્તિનો સાક્ષાત્કાર આપણને મનોબળ આપે છે

તેમણે આગળ કહ્યું કે રવિવારે રાત્રે ૯.૦૦ વાગ્યે ઘરની બધી જ લાઈટો બંધ હશે અને ચારે તરફ દરેક વ્યક્તિ એક-એક દીપ પ્રગટાવશે ત્યારે પ્રકાશની જે મહાશક્તિ પ્રજ્વલિત થશે, તે અનુભૂતિ કરાવશે, જેમાં એક જ આશય હશે કે આપણે બધા સાથે લડી રહ્યા છીએ. આ સામૂહિક શક્તિનો સાક્ષાત્કાર આપણને મનોબળ આપે છે, લક્ષ્ય આપે છે, તેની પ્રાપ્તિ માટે ઊર્જા આપે છે, આપણો માર્ગ વધુ સ્પષ્ટ થશે. કોરોનાની મહામારીથી ફેલાયેલા અંધકાર વચ્ચે આપણે નિરંતર પ્રકાશ તરફ જવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે કોરોના સંકટથી જે અંધકાર અને અનિશ્ચિતતા પેદા થઈ છે, તેને સમાપ્ત કરવા માટે આપણે પ્રકાશ અને નિશ્ચિતતા તરફ આગળ વધવાનું છે. આ અંધકારમય કોરોના સંકટને પરાજિત કરવા માટે આપણે પ્રકાશના તેજને ચારેય દિશાઓમાં ફેલાવવાનો છે. આ પાંચમી એપ્રિલે ૧૩૦ કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગરણ છે.

લોકડાઉન પછીના ભાવી અંગે કોઈ વિઝન નહીં : થરૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશવાસીઓને શુક્રવારે સવારે ૯.૦૦ વાગ્યાન ાવીડિયો સંબોધનને કોંગ્રેસે ‘ભારતના ફોટો-ઓપ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા ફીલ ગૂડ’ સંદેશ સમાન ગણાવ્યું હતું. વડાપ્રધાનના વીડિયો સંદેશની કોંગ્રેસ દ્વારા ટીકા કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા શશી થરૃરે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘પ્રધાન શોમેનને સાંભળ્યા. લોકોની પીડા, લોકોના બોજ, તેમની નાણાકીય ચિંતાઓ કેવી રીતે દૂર કરી શકાય તે અંગે કશું જ નહોતું. લોકડાઉન પછીના ભાવી અંગે કોઈ વિઝન નહીં કે કોઈ જાહેરાત નહીં. ભારતના ફોટો-ઓપોર્ચ્યુનિસ્ટ વડાપ્રધાન દ્વારા માત્ર એક ફીલ-ગૂડ સમય પસાર કરાયો.’ પી ચિદમ્બરમે કહ્યું ‘પ્રતિકવાદ’ બરાબર છે, પરંતુ કોરોના સામે લડવાના આયોજન, ગંભીર વિચારો અને પગલાંઓ પણ એટલા જ મહત્વના છે. ગરીબો માટે આજીવિકા સહાય પેકેજની જાહેરાતની જરૃર હતી. વડાપ્રધાનના આ ભાષણથી લોકો નિરાશ થયા છે.

Related posts

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva

રાજસ્થાનમાં 30 જૂન સુધી કોઇ પણ ધાર્મિક સ્થળ પ્રજાજનો માટે નહીં ખોલવામાં આવે

Nilesh Jethva

મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી લોકડાઉન વધાર્યું, નામ આપ્યું ‘મિશન બિગન અગેઇન’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!