GSTV
Ajab Gajab Trending

ના હોય! રાતનું આકાશ ધીમે-ધીમે ગુમાવી રહ્યું છે પોતાની સુંદરતા, વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો

રાતનું આકાશ અમુક વર્ષો બાદ આપણને દેખાવાનું બંધ થઈ જશે. વર્ષ 2011થી 2022ની વચ્ચે રાતના આકાશની બ્રાઈટનેસમાં 7થી 10 ટકાનો ઘટાડો થયો છે. જમીનને પ્રકાશિત કરી રહેલી માનવ નિર્મિત રોશની આકાશને ધૂંધળુ કરતી જઈ રહી છે. આ ખુલાસો સમગ્ર દુનિયામાં કરવામાં આવેલા એક સ્ટડીના દ્વારા સામે આવ્યો છે.

રાતનું આકાશ ધીમે-ધીમે પોતાની સુંદરતા ગુમાવી રહ્યું છે. આનું કારણ છે પ્રકાશ પ્રદૂષણ. સમગ્ર દુનિયાને રોશન કરવાના ચક્કરમાં આપણે આપણા આકાશને ગુમાવી દઈશું. કારણ કે વધતા લાઈટ પોલ્યુશનના કારણે આપણી આંખો અને વાયુમંડળની વચ્ચે રોશનીનું પરાવર્તન ખૂબ વધારે થઈ રહ્યું છે. તેથી આપણી નજરને આકાશ ધૂંધળુ જોવા મળે છે. તારા જોવા મળતા નથી. આકાશમાં તારાને જોવાનું પ્રમાણ ઓછું થતું જઈ રહ્યું છે.

આ બાબતની સ્ટડી માટે ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાને પસંદ કરવામાં આવ્યું હતું. સમગ્ર દુનિયાના 19 હજાર લોકેશનથી 29 હજાર લોકોને પૂછવામાં આવ્યું કે તમને રાત્રે આકાશ સ્પષ્ટ જોવા મળે છે કે નહીં. છેલ્લા એક દાયકાથી અત્યાર સુધી કેટલો ફરક પડ્યો છે. તો સમગ્ર દુનિયાના સિટિજન સાયન્ટિસ્ટે આનો જવાબ મોકલ્યો. જે બાદ લાઈટ પોલ્યુશનનો આ રિપોર્ટ બનાવવામાં આવ્યો. જેમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા એક દાયકામાં પૃથ્વી પર પ્રકાશ પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. આનાથી રાતના આકાશનું સ્પષ્ટ દેખાવું 7થી 10 ટકા ઓછું થઈ ગયું છે.

જ્યાં પ્રદૂષણ ઓછું ત્યાં તારા વધું જોવા મળે છે

અત્યારની સ્થિતિ એ છે કે જો તમે ઓછા પ્રદૂષણવાળા સ્થળે જાવ તો તમને આકાશમાં ખૂબ તારા જોવા મળે છે પરંતુ કોઈ શહેરમાં જતા જ આ ઓછા થઈ જાય છે. હકીકતમાં તે ઓછા થતા નથી. તમને હવા અને પ્રકાશ પ્રદૂષણના કારણે ઓછા દેખાય છે. માનવીઓ દ્વારા બનાવવામાં આવેલી રોશનીથી ધરતી પર ચારે તરફ લાઈટ રિફ્લેક્શન એટલું વધારે થઈ રહ્યું છે કે આપણી આંખોથી આકાશના તારાનું ધૂંધળુ થઈ જવું કે ન દેખાવું સ્વાભાવિક છે.

READ ALSO

Related posts

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave
GSTV