GSTV

PM મોદીની નવા વર્ષની ભેટ, માત્ર પોણા પાંચ લાખમાં પુરું થશે પોતાના ઘરનું સપનું

મોદી

Last Updated on January 1, 2021 by Bansari

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધી દેશના તમામ બેઘર પરિવારોને પાકા મકાન અપાવવાના લક્ષ્યની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. વડાપ્રધાન મોદીએ ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જીંગ ઈન્ડિયા અંતર્ગત 6 રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. નવા વર્ષના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ષનો પહેલો કાર્યક્રમ હતો. આ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને તમિલનાડુમાં ગરીબોને સરકાર સસ્તા, ભૂકંપરોધી અને મજબૂત પાકા મકાન અપાવશે. પ્રોજેક્ટ હેઠળ તૈયાર થનાર મકાન સંપૂર્ણ રીતે ભૂકંપરોધી હશે.

પોણા પાંચ લાખ રૂપિયામાં શહેરી ગરીબોને મકાન

તેમજ 415 ચોરસ ફૂટના ફ્લેટ ફક્ત પોણા પાંચ લાખ રૂપિયામાં શહેરી ગરીબો એટલે કે EWSને સોંપવામાં આવશે. મકાનોની કિંમત 12.59 લાખ રૂપિયા છે, જેમાંથી 7.83 લાખ રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે. બાકીના 4.76 લાખ રૂપિયા લાભાર્થીઓએ ચૂકવવા પડશે. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના મુજબ ફ્લેટની ફાળવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યુંક હાઉસિંગ ફોર ઓલ આ લક્ષ્યની પ્રાપ્તી માટે જે ચારે તરફ કામ કરવામાં આવી રહ્યું છે તે કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે.. આ ઘરથી ગરીબોનો આત્મવિશ્વાસ અને દેશના યુવાનોનું સામર્થ્ય વધારી રહ્યા છે.

મોદી

ભારતમાં જ ઘરોના નિર્માણની નવી અને સસ્તી ટેકનિક વિકસીત કરવામાં આવશે

પીએમ મોદી આશા ભારત એટલે કે, પોષણક્ષમ સસ્ટેનેબલ હાઉસિંગ એક્સિલરેટરના વિજેતાઓના નામની પણ જાહેરાત કરી છે.. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં જ આધુનિક હાઉસિંગ ટેકનિક સાથે સંકળાયેલા સંસોધનો અને સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરવા માટે આશા ઇન્ડિયા પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. જેના માધ્યમથી ભારતમાં જ 21મી સદીના ઘરોના નિર્માણની નવી અને સસ્તી ટેકનિક વિકસીત કરવામાં આવશે.

Read Also

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!