GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

1.30 કરોડ ગુજરાતીઓને લાગશે 213 કરોડનો ઝટકો: વધીને આવશે લાઈટનું બીલ, યુનિટનો ભાવ વધ્યો

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ 5000 મિલિયન યુનિટ ઓછી વીજળી ખરીદી તેને પરિણામે પાવર પરચેઝ કોસ્ટમાં વધારો થઈ જતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ચાર વીજ વિતરણ કંપનીઓના 1.30 કરોડ વીજ જોડાણધારકોએ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાના બિલમાં વીજ વપરાશના ચાર્જમાં યુનિટદીઠ 12 પૈસા વધુ ચૂકવવા પડશે. પરિણામે ગુજરાતના તમામ વીજજોડાણધારકો પર ત્રણ મહિનામાં વીજબિલમાં રૂા. 213 કરોડનો વધારાનો બોજ આવશે.

21348 મિલિયન યુનિટ વીજળીની ખરીદી

વીજ સેક્ટરના જાણકારનું કહેવું છે કે ગયા નાણાંકીય વર્ષ દરમિયાન એપ્રિલ-મે-જૂનમાં વીજ કંપનીએ 26520 મિલિયન વીજ યુનિટની ખરીદી કરી હતી. તેની સામે એપ્રિલ-મે-જૂન 2020માં તેમણે 21348 મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરી હતી.

યુનિટદીઠ 12 પૈસાનો વધારો આવ્યો

લૉકડાઉનને કારણે ઔદ્યોગિક વીજ વપરાશ ઓછો થઈ જતાં તેમણે આ ખરીદી કરી હતી. પરિણામે ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ વીજળી ખરીદવાની ફોર્મ્યુલા હેઠળ તેમણે કરેલા ખર્ચમાં યુનિટદીઠ 12 પૈસાનો વધારો આવ્યો હતો. આ સાથે જ એક યુનિટ વીજળી પર એફપીપીપીએની ફોર્મ્યુલા મુજબ રૂા. 2 વસૂલવાના થાય છે.

પંચ પાસે મંજૂરી લેવી પડે છે

અત્યાર સુધી યુનિટદીઠ આ ફોર્મ્યુલા હેઠળ રૂા.1.90ની વસૂલી કરવામાં આવતી હતી. જીયુવીએનએલની વીજવિતરણ કંપનીઓ તેમની પોતાની રીતે યુનિટદીઠ 10 પૈસા વધારે બિલમાં વસૂલવાની કાયદેસર સત્તા ધરાવે છે. બાકીને યુનિટદીઠ 2 પૈસા વસૂલવા માટે તેણે જર્ક-વીજ નિયમન પંચ પાસે મંજૂરી લેવી પડે છે. તેથી આ બે પૈસા મંજૂરી મળ્યા બાદ ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાના બિલમાં વસૂલશે.

ખરીદી થઈ હોવાનું માનવામાં આવે છે

માર્ચની 25મી પછી લૉકડાઉન આવી જતાં ઔદ્યોગિક એકમોનો વીજવપરાશ મંદ અને બંધ પડી જતાં ઓછી વીજળીની ખરીદી થઈ હોવાનું માનવામાં આવે છે. તેથી પાવર પરચેઝ કોસ્ટ યુનિટદીઠ રૂા.4.56થી વધીને રૂા.4.66 થઈ ગઈ છે. વીજ ખરીદીની કિંમત ઊંચી જવાનું બીજું પણ એક કારણ છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના પોતાના પ્લાન્ટ 20 ટકા ક્ષમતાઓ ચાલતા હોવાથી બહારની કંપનીઓ પાસેથી વીજળીની ખરીદી વધુ કરવી પડી છે.

વીજળી પૈદા કરવામાં આવી નહોતી

ગાંધીનગર પાવર પ્લાન્ટના યુનિટ નંબર 3, 4 અને 5માં કોઈ જ વીજળી પૈદા કરવામાં આવી નહોતી. તેથી ફિક્સ્ડ કોસ્ટમાં 72 કરોડનો વધારો આવ્યો છે. વણાકબોરીના 1થી 7 પાવર પ્લાન્ટમાં વીજળી પેદા ન કરવામાં આવતા ગુજરાતના ફિક્સ કોસ્ટ રૂા. 157 કરોડ વધી છે. તેમ જ વણાકબોરીનો 8 નંબરનો પ્લાન્ટમાં માત્ર 377 મેગાવોટ વીજળી પેદા કરવામાં આવતા રૂા.221 કરોડ ફિક્સ્ડ કોસ્ટ વધી છે.

ફિક્સ્ડ કોસ્ટમાં 809 કરોડનો વધારો થયો

આમ સિક્કા, ઉકાઈના વીજમથકોમાં ઓછી વીજલી પેદા કરવાને પરિામે રૂા.360 કરોડ ફિક્સ્ડ કોસ્ટ વધી છે. આમ કુલ મળીને ફિક્સ્ડ કોસ્ટમાં 809 કરોડનો વધારો થયો છે. પહેલી એપ્રિલ 2020થી ગુજરાત વીજ નિયમન પંચે એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ યુનિટદીઠ મહત્તમ રૂા.2.10 લેવાની છૂટ આપી છે.

READ ALSO

Related posts

સરકારે રાજ્યભરની કોલેજના અંદાજે 5 હજાર પ્રોફેસરોને આપી રાહત, હવે કોલેજમાં આવવું નથી ફરજીયાત

Nilesh Jethva

માળીયા મિયાણા સ્ટેટ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત, ત્રણના મોત

Nilesh Jethva

આરોગ્ય ખાતાની અયોગ્ય કામગીરી : વાપીમાં થયેલા મહિલાના મોતના 20 દિવસ બાદ મહેસાણા સ્થિત ઘર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!