GSTV

ફોન પર મળશે Wi-Fi કરતાં 100 ગણી ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ,આ કંપની લાવી રહી છે ગજબ ટેક્નોલોજી

wi-fi

ઇન્ટરનેટનો ઉપયોગ સૌકોઇની જરૂરિયાત બની ગયુ છે અને સૌકોઇ હાઇ-સ્પીડ ડેટા એક્સેસ કરવા માગે છે. સ્માર્ટફોન કંપનીઓ પણ તેની આસપાસ ઇનોવેશન્સ કરતી રહે છે અને તેમાં સુધારાની રેસમાં લાગી છે. નવા ફીચર્સ સાથે સારી ટેક્નોલોજી અને ઇન્ટરનેટ સ્પીડ આપવાનું કામ ઢગલાબંધ કંપનીઓ કરી રહી છે પરંતુ Oppo આ રેસમાં આગળ નીકળી શકે છે. ચાઇનીઝ બ્રાન્ડ Oppo પોતાના ફ્યુચર સ્માર્ટફોન્સમાં Li-Fi ટેક્નોલોજી આપી શકે છે.

શું છે Li-Fi ટેક્નોલોજી

હાલ વાઇ-ફાઇની મદદથી યુઝર્સ પોતાના ફોન અને બાકી ડિવાઇસીસમાં ડેટા એક્સેસ કરે છે અને Li-Fi તેનાથી આશરે 100 ગણા સુધી વધુ ફાસ્ટ છે. Li-Fi હકીકતમાં ખાસ ટેક્નોલોજી છે, જેમાં ડેટા ટ્રાન્સફર LEDsની મદદથી થાય છે. ખાસ વાત એ છે કે લાઇટ સોર્સ ખૂબજ ડિમ તવા પર પણ Li-Fi ટેક્નોલોજી કામ કરે છે અને લાઇટ એટલી ડિમ થઇ જાય છે કે માણસની આંખોથી દેખાતી નથી.

Oppoએ ચીનમાં લીધી પેટન્ટ

oppo

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Oppoએ ચાઇનામાં આ ટેક્નોલોજીની પેટન્ટ લીધી છે અને તે પેટન્ટ પબ્લિશ થઇ ચુકી છે. કંપનીના ફોન્સમાં નવી ટેક્નોલોજી મળશે અને તેના માટે એક નાનુ સેન્સર બેક પેનલ પર આપવામાં આવશે. ફોન્સમાં મળતુ સેન્સર કોઇ ચોરસ કેમેરા લેન્સ જેવુ દેખાશે પરંતુ તેનો હેતુ ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્શન આપવાનો હશે.

મળશે લો-લેટેંસીનો ફાયદો

Oppo ફક્ત Li-Fiનો ઉપયોગ ફક્ત ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ માટે જ નહી કરે અને લો-લેટેંસીનો ફાયદો પણ ઉઠાવશે. સામે આવેલા પેટન્ટના ડિસ્ક્રીપ્શનમાં લખવામાં આવ્યું છે કે નવી ટેક્નોલોજીને 5Gની જેમ જ કેરેક્ટરાઇઝ કરવામાં આવી છે અને તેની મદદથી હાઇ-રેઝોલ્યુશન ઇમેજ અને વીડિયો હાઇ-ફ્રેમ રેટ પર ટ્રાન્સફર કરવાનું સરળ બની જશે. આ રીતે ઓડિયો અને બાકી મીડિયા ફાઇલ્સ પણ અનેકગણા ફાસ્ટ સ્પીડથી સેન્ડ અને રિસિવ કરી શકાશે.

Read Also

Related posts

શેત્રુંજી નદીમાં પિતા- પુત્ર પાણીમાં ડૂબ્યા, પુત્રનું મોત, માલપુરમાં 21 વર્ષનો યુવક નદીમાં ડૂબ્યો

Nilesh Jethva

લોકડાઉન રિટર્ન: અહીં 10 જિલ્લામાં આજ રાતથી લાગશે લોકડાઉન, ઘર બહાર નિકળવા પર પ્રતિબંધ, પેટ્રોલ પંપ પર નહીં મળે કોઈને પણ પેટ્રોલ

Pravin Makwana

છેલ્લાં 5 વર્ષમાં સરકારી અનાજની ચોરી કરવાના આંકડા આવ્યા સામે, આ જિલ્લો સૌથી મોખરે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!