આજકાલની વ્યસ્ત લાઈફ સ્ટાઈલમાં ભાવનાઓનું હાવી થવું સામાન્ય થઈ ગયું છે. જો તમે તેના પર કાબુ મેળવો તો કેટલીક મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જાય છે. દરેક વ્યક્તિની જીવન જીવવાની એક રીત હોય છે. કેટલાક લોકો પ્રેક્ટિકલ હોય છે તો કેટલાક લોકો ભાવુક હોય છે. ભાવનાઓને કાબુમાં રાખો તો જીવન સરળ થઈ જાય છે. આજે અમે તમને કેટલીક ટીપ્સ આપીશુ જેની મદદથી તમે તમારા જીવનમાં ભાવનાઓને કાબુ કરતા શીખી શકશો.

દુ:ખ જણાવવામાં ખચકાટ કેવો?
કેટલીકવાર એવી કેટલીક વાતો જે આપણને તકલીફ પહોંચાડે છે, તેને કહેવામાં આપણે ખચકાટ અનુભવીએ છીએ. આવી વાતો બીજાને તો છોડો આપણે પોતાને પણ કહેવા માંગતા નથી. આમ કરવાથી બચવુ જોઈએ. કોઈપણ બાબતમાં નિખાલસ હોવું તે સારી બાબત છે.
લાગણી
એકસપર્ટ અનુસાર લાઈફમાં કેટલાક ફેઝ જોવા મળે છે. જેને માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ કેટેગરીમાં ન રાખવા જોઈએ કારણકે જીવનમાં કેટલીક બાબતો તમારા કંટ્રોલમાં હોય છે અને કેટલીક બાબતો તમારા કંટ્રોલમાં હોતી નથી. કયારેક કયારેક ગ્રે શેડ અપનાવવો પણ જરૂરી છે. તેનો મતલબ એમ થાય છે કે જેટલું થઈ શકે તેટલું સારું કરવાની કોશિશ કરો પરફેકશન પાછળ ન ભાગો.
પોતાની જાતને સમજો
ઇમોશન્સ પર કંટ્રોલ કરવા માંગો છો તો સૌથી પહેલા પોતાની લાગણીઓને સમજો. જાણવાની કોશિશ કરો કે એવી કંઈ આદતો છે જે તમને પરેશાન કરે છે. તેને બદલવાની કોશિશ કરો અને પોતાની પર ફોકસ કરો. તમને એ વાતનો ખ્યાલ તો હશે કે દરેક વસ્તુ પર આપણો કંટ્રોલ હોતો નથી માટે જ સ્ટ્રેસવાળી કંડિશનમાં પેનિક થવાથી બચવું જોઈએ. પોતાના પરથી અપેક્ષાઓનો ભાર હળવો કરવો જોઈએ.
પોતાનો દ્રષ્ટિકોણ બદલો
કેટલીક વાર આપણે શાંત મનથી સમસ્યાને અલગ રીતથી જોઈ શકીએ છીએ. તેનાથી મુશ્કેલીઓનું નિવારણ કરવું સરળ બને છે.
અવગણના કરવી જરૂરી
કેટલીક બાબતોની અવગણના કરવી પણ જરૂરી છે, જે તમને પરેશાન કરતી હોય. કયારેક કેટલીક જગ્યાઓ પર તમને એમ લાગે કે અહીં બોલવું યોગ્ય નથી અને ત્યાં હાજર રહેવાથી સ્થિતિ વધુ વણસી શકે છે તો ત્યાંથી નીકળી જાઓ.
પોતાના લોકો સાથે શેર કરો દિલની વાત
એવું કહેવાય છે કે દુ:ખ વહેંચવાથી ઓછુ થાય છે અને ખુશી વહેંચવાથી બે ગણી થાય છે. પોતાના પરિજનો સાથે ભાવનાઓ શેર કરો. આમ કરવાથી તમને બેટર ફિલ થશે.
કસરત કરો
કસરતને કરવાથી સ્ટ્રેસ કાબૂમાં રહે છે. જયારે પણ ઈમોશન્સ બહાર આવે છે અને તે બાબત તમને પરેશાન કરતી હોય તો કસરત કરો. તમે ડાન્સ કરી શકો છો, મ્યૂઝિક સાંભળી શકો છો.
મેડિટેશન કરો
પોતાને કંટ્રોલ કરવાની સૌથી સારી રીત મેડિટેશન છે. તે ઈમોશન્સની સંભાળ રાખવા સૌથી વઘુ કારગર સાબિત થાય છે. તેનાથી તમે માનસિક રીતે મજબૂત બનશો.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો