વર્ષ 2018માં No Shirt બ્લેઝર લુકનો રહ્યો આ ટ્રેન્ડ

2018નો હૉટેસ્ટ ફેશન ટ્રેન્ડ

વર્ષ 2018ના હૉટેસ્ટ ફેશન ટ્રેન્ડની વાત કરીએ તો તે હતુ પેન્ટસૂટ અથવા બ્લેઝર લુક અને તે પણ શર્ટ વગર. બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાથી લઇને મલાઇકા અને યંગ બ્રિગેડ જ્હાનવી કપૂર સુધી.. મોટાભાગની બોલીવુડ હસ્તિઓ ચાલુ વર્ષે નો શર્ટ બ્લેઝર લુકમાં દેખાતી હતી અને બધી અદાકારાઓ હૉટ લાગી રહી હતી.

જ્હાનવી કપૂર

2018માં જ્હાનવી કપૂરે ફિલ્મ ધડકથી બૉલીવુડમાં ડેબ્યુ કર્યુ. પરંતુ તેઓ પોતાની એક્ટિંગથી લઇને જેટલી ચર્ચામાં રહી તેનાથી ઘણુ વધારે પોતાના ફેશન સેન્સ અને સ્ટાઇલની જગ્યાએ તેઓ ચર્ચામાં રહ્યા હતાં. ક્રિસમસના તહેવાર પર જ્હાનવી બ્લૂ કલરનુ પેન્ટ સૂટ પહેરીને દેખાઇ હતી. આ ડ્રેસની ખાસ વાત હતી તેનો નો શર્ટ લુક…

મલાઇકા અરોડા

વધુ એક અભિનેત્રી જે ક્રિસમસ પાર્ટી દરમ્યાન નો શર્ટ બ્લેઝર લુકમાં દેખાતી હતી તે છે મલાઇકા અરોડા. વાઇટ કલરની શૉર્ટ સ્કર્ટની સાથે રેડ કલરનું બ્લેઝર અને નો શર્ટ લુક.. જેમાં કોઈ આશંકા નથી કે મલાઇકા આ લુકમાં ખૂબ જ હૉટ અને સેક્સી દેખાઇ રહી હતી.

સોનમ કપૂર

બૉલિવુડની ફેશનિસ્તાના નામથી પ્રખ્યાત સોનમ કપૂર પણ કેટલીક વખત નો શર્ટ બ્લેઝર લુકમાં દેખાઇ છે. એક વખત વ્હાઇટ કલરના એસ્કાડા બ્લેઝરમાં તો બીજી વખત એક ફેશન શો દરમ્યાન જિઑર્જિયો અરમાની દ્વારા ડિઝાઇન કરાયેલી બ્લેક સ્કર્ટ અને નો શર્ટ બ્લઝેર લુકમાં સોનમ કપૂર ખૂબ જ બોલ્ડ અને સેક્સી દેખાઇ રહી હતી.

ઈશા ગુપ્તા

આ સિવાય હંમેશા પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસ્વીરો લગાવીને ખળભળાટ મચાવનારી અભિનેત્રી ઈશા ગુપ્તા પણ બ્લેક એન્ડ વ્હાઇટ પેન્ટશૂટમાં નો શર્ટ લુકમાં દેખાઇ છે.

પ્રિયંકા ચોપડા

વાત જો બૉલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડાની કરીએ તો ચાલુ વર્ષે એક અજીબોગરીબ બ્લેઝર પહેરીને ચર્ચામાં આવી હતી. પ્રિયંકા બ્લૂ કલરના બ્લેઝર અને સ્કર્ટ લુકમાં દેખાઇ હતી. જેમાં નો શર્ટની સાથે-સાથે બ્લેઝર બ્રેસ્ટની પાસે-પાસે 2 કટ્સ પણ હતાં, જેના કારણે પ્રિયંકાના બ્લેઝરને લૉન્ઝરી બ્લેઝર પણ કહેવામાં આવ્યું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter