શિયાળામાં યંગ ગર્લ્સને પોતાની સ્કીન જાળવવાની ચિંતા શરૂ, અપનાવો આ ટિપ્સ

હવે સમય છે તહેવારો અને પ્રસંગોની દોડધામમાંથી બહાર આવવાનો. સતત થાક, ઓછી ઊંઘ અને મેકઅપને કારણે નિસ્તેજ બનેલી ત્વચાને ફરી ચમક આપવા અને ફ્રેશ લૂક મેળવવા માટે કેટલીક બાબતની કાળજી રાખવી જરૂરી છે. વિવિધ તહેવારો અને પ્રસંગોને ઉકેલ્યા બાદ ચહેરા અને શરીર પર ડોકાતા થાકને દૂર કરી ત્વચાને ચમકદાર બનાવવાનો હવે સમય છે. તહેવારો અને પ્રસંગોમાં સતત દોડધામ અને મેકઅપને કારણે ખીલ, પિગમેન્ટેશન અને ત્વચા સંબંધિત અન્ય મુશ્કેલીનું જોખમ વધી જાય છે. શિયાળાની શરૂઆત હોવાથી મેકઅપ પ્રોડક્ટસનો તહેવારો બાદના સમયમાં મર્યાદિત ઉપયોગ કરો.

ઋતુ પરિવર્તન થતા યંગ ગર્લ્સને પોતાની સ્કીન જાળવવાની ચિંતા

ઋતુ પરિવર્તન થતા યંગ ગર્લ્સને પોતાની સ્કીન જાળવવાની ચિંતા શરૂ થઇ જાય છે. આ સીઝનમાં સ્કીન ડ્રાય થાય છે અને ફીક્કી પણ પડે છે. ખાસ કરીને કોણી અને ઘૂંટણની ત્વચાને સુંવાળી રાખવા માટે કેટલાંક ખાસ પ્રયોગો અપનાવવા પડે છે. અહીં આપણે એવી કેટલીક સમસ્યાઓના નિવારણની અને ત્વચાને સુંદર બનાવવાની વાત કરીએ છીએ જે થોડાક ઉપાયોથી સુંદર બનાવી શકાય તેમ છે.ઘરમાં બેસીને જ તમે તમારી કોણી-ઘુંટણની ત્વચાને સુંવાળી બનાવી શકો છો.

જાણો, કોણી-ઘુંટણની ત્વચાને સુંવાળી બનાવવાની કેટલીક ટિપ્સ

કોણી અને ઘુંટણ પર હલકા હાથે લીંબુ ઘસવાથી ત્યાંની રૂક્ષ ત્વચા નરમ પડશે. લીંબુ સ્કીનના પીએચ લેવલને સંતુલિત કરીને ત્વચાને સુંવાળી બનાવશે. લીંબુ લગાવ્યા બાદ 20 મિનિટ બાદ કોણી-ઘૂંટણ ધોઈ નાંખો. કોણી અને ઘુંટણની ખરબચડી તેમ જ પ્રમાણમાં કાળી ત્વચા પર મલાઈવાળું હુંફાળું દૂધ લગાવો. તેમાં રહેલાં મોઈશ્ચરાઈઝિંગ તત્વો આ ભાગની ત્વચાને સુંવાળી બનાવવામાં સહાયક બનશે. એટલું જ નહીં, તે ત્વચાને ઉજળી પણ બનાવશે.

અા પ્રકારે પણ ઉપયોગ કરી શકો છો

બદામના તેલમાં મીઠું અને ઓલિવ ઓઈલ મિક્સ કરી હલાવો. આ મિશ્રણ કોણી અને ઘુંટણ પર ઘસવાથી તેમાંનું નમક મૃત ત્વચા દૂર કરવામાં મદદ કરશે. જ્યારે બંને તેલ મોઈશ્ચરાઈઝરની ગરજ સારી ચામડીને સુંવાળી બનાવવામાં મદદ કરશે. આ મિશ્રણ 10 મિનિટ સુધી રાખ્યા પછી કોણી-ઘુંટણ ધોઈ લો. રાત્રે સુવા જતાં પહેલાં ગ્લિસરીન, લીંબુના રસ અને ગુલાબજળનું મિશ્રણ બનાવીને કોણી તથા ઘુંટણ પર લગાવો. લીંબુના રસમાં રહેલા બ્લીચીંગ ગુણધર્મો ત્વચાને ઉજળી બનાવશે, ગુલાબજળ ત્વચાને મુલાયમ બનાવશે અને ગ્લિસરીન મોઈશ્ચરાઈઝરનું કામ આપશે. એક અખરોટ દળીને તેને ક્રીમમાં મિક્સ કરો. ત્યારબાદ કોણી અને ઘુંટણની ત્વચા પર તેને ઘસો. તેનાથી મૃત ત્વચા દૂર થશે અને ત્વચા મોઈશ્ચર થશે. યુવતીઓ માટે આ ઉપાય યોગ્ય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter