પરફેક્ટ મેકઅપ લુક માટે ફોલો કરો આ Tips, મોંઘા પ્રોડક્ટસને કહી દો Bye Bye

સામાન્ય રીતે યુવતીઓ એવું માનતી હોય છે કે પરફેક્ટ મેકઅપ લુક માટે મોંઘા પ્રોડક્ટસની જરૂર પડે છે. પરંતુ એવું જરા પણ નથી. પરફેક્ટ મેકઅપ લુક માટે વધારે ખર્ચો કરવો પડે તે જરૂરી નથી. કેટલીક ટીપ્સ ફોલો કરવાથી પણ તમે તમારા લુકને અભિનેત્રી જેવો બનાવી શકો છો. તો જાણી લો આજે મેકઅપ માટેની સરળ ટીપ્સ.

સામાન્ય રીતે ટીસ્યૂ પેપરનો ઉપયોગ ચહેરા પરથી પસીનો દૂર કરવામાં જ થાય છે. પરંતુ સ્માર્ટ મેકઅપ માટે ટીસ્યૂનો ઉપયોગ કરી શકાય છે. સૌથી પહેલા ત્રિકોણ આકારમાં ટીસ્યૂ પેપરને ફોલ્ડ કરો અને તેની મદદથી ચહેરા પર બ્લશર અથવા પાવડર લગાવો. ચહેરા પર પાવડર પરફેક્ટ રીતે ફેલાશે.

આજકાલ મેટ લિપસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો છે. પરંતુ આ લિપસ્ટિકને રીમૂવ કરવામાં મુશ્કેલી પડે છે. આ લિપસ્ટિકને દૂર કરવા માટે પહેલા લિપબામ લગાવો. થોડીવાર મસાજ કર્યા બાદ ટીસ્યૂ પેપરથી તેને દૂર કરી દો.

જો તમારી પાસે બ્લશર ન હોય તો તેના બદલે તમે લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છો. રેડ અથવા પિંક શેડની લિપસ્ટિક લેવી અને તેને આંગળીની મદદથી ગાલ પર લગાવો અને થોડી સ્પ્રેડ કરી દો. લિપસ્ટિકનો ઉપયોગ તમે આઈશેડો તરીકે પણ કરી શકો છો.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter