GSTV
India News Trending

દિલ્હીમાં છ વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરવા બદલ નરાધમને મળી આકરી સજા

કોર્ટે ૨૦૧૫માં છ વર્ષની બાળકીનું અપહરહણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યા પછી તેની હત્યા કરવા બદલ એક પુરુષને આજીવન કારાવાસની આકરી સજા ફટકારી છે.

કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ ઠંડે કલેજે બળાત્કાર અને હત્યા કરી હતી. આરોપીએ એટલું અમાનવીય કૃત્ય કર્યુ છે કે તેને કોર્ટ તરફથી કોઇ સહાનુભૂતિ મળે તેમ નથી.

આરોપી રવિન્દરને ૬ મેના રોજ પોક્સો એક્ટની કલમ ૬, આઇપીસી કલમ ૩૭૬ એ અને ૩૦૨ સહિતની કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

આસિસ્ટન્ટ સેસન્સ જજ સુનીલ કુમારે જણાવ્યું હતું કે આ અપરાધ દુલર્ભથી અતિ દુલર્ભ કેટેગરીમાં આવતો નથી પણ આ કેસમાં આરોપની કૃત્ય એટલું ધૃણાસ્પદ અને અમાનવીય છે કે તેને કોર્ટ તરફથી કોઇ સહાનુભૂતિ મળી શકે તેમ નથી.

જજે વધુમાં જણાવ્યું હતું કે આરોપીનું કૃત્ય હિંસક પ્રાણીથી ઓછું નથી અને અપરાધથી સમાજના અંતરાત્માને હચમચાવી નાખ્યું છે.

જજે જણાવ્યું હતું કે આ કેસમાં પીડિતા એટલી છ વર્ષની એટલી નિર્દોષ બાળકી હતી તેને આરોપીના બદઇરાદાનો પણ ખ્યાલ આવ્યો નહીં હોય. મારો મકક્મ મત છે કે આરોપી જરા પણ દયાને પાત્ર નથી અને તેને મહત્તમ સજા મળવી જોઇએ.

જજે આરોપીને ૫૦,૦૦૦ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને પીડિતાના માતા-પિતાને ૧૫ લાખ રૃપિયાનું વળતર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV