GSTV

ચાણક્યનિતી: લગ્ન પહેલાં લાઈફ પાર્ટનરને આ ત્રણ વાતોથી જરૂર પારખો, રહેશો ખુશ

લક્ષ્મી

Last Updated on January 19, 2021 by Mansi Patel

ખુશાલ જીવન માટે પતિ-પત્નીમાં સામંજસ્ય હોવું બહુ જરૂરી માનવામાં આવે છે. ચાણક્યએ પોતાની નીતિ શાસ્ત્રમાં તે ગુણોનો ઉલ્લેખ કર્યો છે. જે જીવનસાથીની અંદર હોવા જોઈએ. આ ગુણો ન હોવા પર જીવનમાં ક્યારેય ખુશીઓ આવી શકતી નથી. એટલા માટે જીવનસાથીની પસંદગી કરતી વખતે તેમને ગુણોનાં આધારે પરખી લેવા જોઈએ. તો ચાલો જાણીએ ચાણક્ય દ્વારા કહેવામાં આવેલાં ગુણો વિશે.

वरयेत् कुलजां प्राज्ञो विरूपामपि कन्यकाम्।

रूपशीलां न नीचस्य विवाह: सदृशे कुले।।

ચાણક્યએ આ શ્લોકમાં જણાવ્યુ છેકે, મનુષ્યએ પોતાના લાઈફ પાર્ટનરની પસંદગી કરતી વખતે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તેઓ કહે છેકે, સુંદર ચહેરો જ માણસ સારા હોય એવું ન કહી શકાય, એટલા માટે લાઈફ પાર્ટનરની પસંદગી કરતી વખતે કેટલાંક ગુણો વિશે જાણી લેવું જરૂરી હોય છે. એક બીજાનાં ગુણો વિશે જાણીને વિવાહનાં બંધનમાં બંધાતા લોકો ખુશ રહી શકે છે.

ચાણક્ય લાઈફ પાર્ટનરનાં ગુણો વિશે ઉલ્લેખ કરતાં કહે છેકે, મનુષ્યમાં ધૈર્યનો ગુણ વધારે જરૂરી છે. તેનાં ના હોવાને કારણે વ્યક્તિ અધીર થઈ જાય છે અને તેનાંથી બની રહેલાં કામ બગડવા લાગે છે. તો ધીરજ ધારણ કરનારા વ્યક્તિ દરકે પરિસ્થિતીમાં પોતાની જાતને સંભાળવામાં સામર્થ્ય રાખે છે.

માણસનાં જીવનમાં સંસ્કાર ઘણા મહત્વ ધરાવે છે, એવામાં લાઈફ પાર્ટનર અસંસ્કારી હોય તો ઘણીવાર તમારે તેના કારણે  નિંદાના પાત્ર બનવું પડે છે, તો સંસ્કારી હોય તો તમારા ખરાબ સમયમાં પણ આત્મસમ્માનને બનાવી રાખવામાં મદદ કરે છે.

ચાણક્ય

ચાણક્યએ ગુસ્સાને સૌથી ખરાબ ગુણ ગણાવ્યો છે. તે કહે છેકે, ગુસ્સો વ્યક્તિનાં જીવનમાં હંમેશા મુશ્કેલીઓ લાવે છે. એવા માણસો જેમને વધારે ગુસ્સો આવે છે તેઓ જીવનમાં ક્યારેય પણ સુખી રહી શકતા નથી. સારા જીવન માટે શાંત સ્વભાવ હોવો બહુજ જરૂરી છે.

READ ALSO

Related posts

સંશોધન / પ્લાસ્ટિક કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાંના કેમિકલ્સ કરી શકે છે મેદસ્વીતા અને વજનમાં વધારો, અભ્યાસમાં થયો ચોંકાવનાર ખુલાસો

GSTV Web Desk

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!