GSTV
Gujarat Government Advertisement

કોરોનાથી મોત થાય તો વીમા કંપનીએ વળતર આપવું જ પડશે, કોઈ બહાના નહીં ચાલે

lic

Last Updated on April 6, 2020 by Pravin Makwana

જીવન વીમા પરિષદે વીમા કંપનીઓે ચેતવણી આપતા કહ્યું છે કે, કોરોનાના કારણે મોત થવાના મામલામાં ખાનગી અને સરકારી વીમા કંપનીઓએ વળતર આપવુ જ પડશે. કોરોનાના મામલામાં ફોર્સ મેજરની જોગવાઈ લાગુ નહી થાય. ફોર્સ મેજરનો મતલબ થાય છે કે, કેટલાક એવા અસાધારણ સંજોગો જેમાં વીમા કંપનીઓ માટે પોલિસીની રકમ આપવી જરુરી નથી હોતી.

જીવન વીમા પરિષદે આપી સ્પષ્ટતા

કેટલાક ગ્રાહકોએ આ મામલામાં વીમા કંપનીઓ પાસેથી સફાઈ માંગી હતી. દરમિયાન વીમા કંપનીઓ કોરોનાના મોતના કેસમાં વળતર નહીં ચુકવે તેવી અફવા પણ ઉડી હતી. જેના સંદર્ભમાં હવે જીવન વીમા પરિષદે આ સ્પષ્ટતા કરી છે.

વીમા કંપનીઓ ગ્રાહકોને સૂચના આપી રહ્યા છે

સાથે સાથે પરિષદે કહ્યુ છે કે, લોકડાઉનના કારણે પોલીસ હોલ્ડર્સને તકલીફ ના પડે તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે. દરેક વીમા કંપની પોતાના ગ્રાહકોની સાથે છે. લોકોએ અફવાથી દોરવવાની જરુર નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શું તમે જાણો છો કે કોરોના થયા બાદ 1 વર્ષ સુધી બોડીમાં જળવાઇ રહે છે ઇમ્યુનિટી, વેક્સિન લીધા બાદ થાય છે આ કમાલ

Dhruv Brahmbhatt

એએમસી તંત્રએ જળયાત્રા રૂટ પરના રોડ પર તંત્ર દ્વારા કરી સાફ-સફાઈ, સમતળ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

pratik shah

ખાસ વાંચો / LICની આ સ્કીમમાં પુત્રીના નામે જમા કરો માત્ર 150 રૂપિયા, લગ્ન સમયે મળશે 22 લાખ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!