GSTV
Trending ગુજરાત

જીવન અમૂલ્ય! દાહોદના કાળીડેમમાં 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, ત્રણનો આબાદ બચાવ તો એક વિદ્યાર્થીનું મોત

ગુજરાત રાજ્યના દાહોદ ખાતેથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. દાહોદના કાળીડેમમાં 4 વિદ્યાર્થીઓ ડૂબવાની ઘટના સામે આવી છે..જેમાંથી સ્થાનિકોએ ત્રણ વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. પણ બદનસીબે એક વિદ્યાર્થીનું મોત થઇ ગયું. મળતા અહેવાલ પ્રમાણે આ તમામ વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. તો બીજી તરફ એન્જિનિયરીંગ કોલેજના આ છ વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા. તેઓ કાળી ડેમ પાસે ફરવા ગયા હતા.

અચનાક શું થયું કે આ તમામ વિદ્યાર્થીઓના પગ લપસતા તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ વિદ્યાર્થીઓ ડેમમાં પડી ગયાની જાણ સ્થાનિક રહેવાસીઓને થતા તેમણે ભારે જહેમતથી ત્રણ વિદ્યાર્થીઓને બચાવવામાં સફળ રહ્યા હતા, પરંતુ એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું.

READ ALSO

Related posts

અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ

Rajat Sultan

જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ

Rajat Sultan

વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી

Rajat Sultan
GSTV