GSTV
Gujarat Government Advertisement

સલામ છે આ દિકરીને: કોરોના સામે લડવા 9 વર્ષની બાળકીએ 45 લાખ ભેગા કર્યા, પોતાની બચત પણ વાપરી નાખી

Last Updated on May 8, 2021 by Pravin Makwana

  • મણિપુરની લિચીપ્રિયા કાંગુજમે 100 ઓક્સિજન કન્સેન્ટ્રેટરની વ્યવસ્થા કરી
  • સંખ્યાબંધ ટ્વીટ્સ કરીને દુનિયાભરમાંથી મદદ એકઠી કરી
  • ઈન્ડિયા નીડ્સ ઓક્સિજન મિશન નામે ઝૂંબેશ ચલાવી

પૂર્વોત્તર રાજ્ય મણિપુરની 9 વર્ષની પર્યાવરણ ચળવળકાર (ક્લાઈમેટ એક્ટિવિસ્ટ) લિચીપ્રિયાએ કોરોના સામેની લડત માટે 45 લાખનું ફંડ ભેગું કર્યું છે. 9 વર્ષની વયે બાળકો રમવામાં વ્યસ્ત હોય ત્યારે લિચીપ્રિયાએ આખા દેશના બાળકો માટે પ્રેરણારૃપ કામ કર્યું છે.
ટ્વિટર પર લિચીપ્રિયા 1.37 લાખથી વધારે ફોલોઅર્સ ધરાવે છે. કોરોનાના કેસ વધ્યા અને દેશમાં ઓક્સિજનની અછત સર્જાઈ એટલે તેણે ઈન્ડિયા નીડ્સ ઓક્સિજન મિશન નામે ઝૂંબેશ શરૃ કરી હતી. તેની ટ્વિટ જોઈને દુનિયાભરમાંથી મદદ મળી રહી છે. તેણે પોતાની બચત પણ એ માટે ખર્ચી નાખી છે.

રસપ્રદ વાત એ છે કે આ બાળકીના પ્રયાસમાં દુબઈ, અમેરિકા અને યુકેની સ્કૂલના બાળકો પણ જોડાયા છે. એ બાળકો પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી રહ્યા છે.લિચીપ્રિયાએ કહ્યુ છે કે તે ઓછામાં ઓછા 100 ઓક્સિજન કન્સેન્ટ્રેટરની તો વ્યવસ્થા કરી જ દેશે. તેમાંથી ઘણા કન્સેન્ટ્રેટરની વ્યવસ્થા થઈ ગઈ છે અને તે જરૃરિયાતમંદ લોકોને અપાઈ રહ્યા છે. ઓનલાઈન ફંડ ભેગું કરી આપતી વેબસાઈટ Kettoનો સહયોગ લઈ તેણે દાન પણ ભેગું કર્યુ છે.


લિચીપ્રિયાએ ટ્વિટર પર લખ્યું છે કે ઓક્સિજન કન્સેન્ટ્રેટર સરકાર કે કોઈ હોસ્પિટલને આપવાને બદલે સીધા જ જરૃરિયાત ધરાવતા લોકોને અપાઈ રહ્યા છે. એવા લોકો કે જેમના સુધી સરકાર કે અન્ય કોઈની મદદ પહોંચતી નથી.પોતાના આ ડોનેશન કાર્ય અંગે કોઈ શંકા-કુશંકા ન થાય એટલા માટે દાન-રકમ-અન્ય મદદની તમામ વિગતો લિચીપ્રિયા ટ્વિટર પર મુકતી રહે છે અને છેલ્લે પૂરો હિસાબ પણ જાહેર કરશે.

સંસદ ભવન આગળ પણ કરી ચુકી છે વિરોધ

લિચીપ્રિયા સાત વર્ષની હતી ત્યારથી પર્યાવરણ મુદ્દે કામગીરી કરી રહી છે. સરકારની પર્યાવરણ વિરોધી નીતિઓ સામે તે સંસદ ભવન આગળ ઉભીને પણ વિરોધ કરી ચૂકી છે. તેને દેશ-વિદેશના અનેક બાળ એવોર્ડ મળી ચૂક્યા છે. 2019માં રાષ્ટ્રસંઘની પર્યાવરણ સભા મળી તેને પણ લિચીપ્રિયાએ સંબોધન કર્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મજબૂરીમાં મોત વ્હાલુ કર્યું: દેવું વધી જતાં અમદાવાદના યુવકે વીડિયો બનાવીને કર્યો આપઘાત

Pravin Makwana

આબૂ રોડ: રેલ્વે કામદારની હત્યાના મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી, સીસીટીવી ફૂટેજ તપાસતા ભાંડો ફૂટ્યો

Pravin Makwana

ભારે કરી: પોલીસ સ્ટેશનમાં તસ્કરોએ ધાડ મારી, મેમોની બુકો જે પેટીમાં હતી, તેને જ ઉઠાવી ગયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!