GSTV
Gujarat Government Advertisement

એલઆઈસીમાં પૈસા ભરો છો તો આ તમારા માટે છે ખરાબ સમાચાર, NPA 30 હજાર કરોડે પહોંચી

LIC

Last Updated on January 22, 2020 by pratik shah

ભારતીય જીવન વીમા નિગમની સપ્ટેમ્બર 2019 સુધીની કુલ શુદ્ધ NPA રૂ.30,000 કરોડ નોંધાઈ છે. એક રિપોર્ટ અનુસાર FY20નાં પ્રથમ અર્ધવાર્ષિકમાં LICની કુલ NPA 6.1 ટકા હતી જે હવે છેલ્લાં પાંચ વર્ષમાં વધીને બમણી થઇ ગઈ છે. આમ વધતી જતી NPA સાથે જ LIC તેના જેટલી NPA ધરાવતી બેંકો જેવી કે યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેન્કની હરોળમાં આવી ગઈ છે. આ ત્રણેય બેંકોની કુલ NPA અનુક્રમે 7.39 ટકા,5.03 ટકા અને 6.37 ટકા છે. સામાન્ય રીતે LICની NPA 1.5થી 2 ટકાની વચ્ચે રહેતી હોય છે.

આ રિપોર્ટ અનુસાર બેંકો અને LICની NPA વધવાનું મુખ્ય કારણ એક સમાન જ છે. કોર્પોરેટ લોન ડિફોલ્ટને કારણે જીવન વીમા નિગમની NPAમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. LICના મુખ્ય ડિફોલ્ટર્સની યાદીમાં સામેલ મોટા નામોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ & ફાઇનાન્સિયલ સર્વિસ, એસ્સાર પોર્ટ, વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ, ભૂષણ પાવર, ડેક્કન ક્રોનિકલ, યુનિટેક સહીતની અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે.

સરકારની માલિકીનાં જીવન વીમા નિગમની કુલ સંપત્તિ રૂ.36 લાખ કરોડથી વધુ છે. LIC કોર્પોરેટ્સને બે માધ્યમો ટર્મ લોન અને નોન કન્વર્ટિબલ ડિબેંચર્સ દ્વારા ઉધાર આપે છે. રિપોર્ટ અનુસાર એલઆઈસી પાસે આ પ્રકારની ઘણી કંપનીઓમાં દ્વારા ટર્મ લોન અને એનસીડી એમ બંને પ્રકારના એક્સપોઝર છે. ડિફોલ્ટના અમુક મામલાઓમાં LICને કંઈ ખાસ મળવાની આશા નથી જેથી તે અગાઉથી જ પોતાની બુકમાં જોગવાઈ કરી ચુકી છે. આ ડિફોલ્ટ મામલાઓમાં 90 ટકાથી વધુ જોગવાઈ છે. આ ઉપરાંત અમુક નાદારી મામલા છે જ્યાં પ્રાપ્ત નહીં થયેલ રકમ લખવામાં આવશે કેમ કે પુનઃરચના માટે હેરકટની જરૂરિયાત ઉભી થઇ શકે છે.

ભારતીય જીવન વીમા નિગમનાં એનપીએનો મોટો ભાગ પરંપરાગત વ્યવસાયમાં છે. ડિફોલ્ટ હેઠળ બાકી લોનની બુક વેલ્યુ આશરે 25,000 કરોડ રૂપિયા છે. આ બાદ પેંશન બિઝનેસ 5000 કરોડ અને યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાનમાં 500 કરોડ અટવાયેલા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!