પેટ્રોલ પંપ સંચાલક દ્વારા વધુ કમાણીના ચક્કરમાં ઓછું પેટ્રોલ કે ડિઝલ આપવા નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો ગ્રાહક આ મામલે ગ્રાહક સુરક્ષા ફોરમમાં કરે છે તો પેટ્રોલ પંપનું લાઈસન્સ હંમેશ માટે રદ્દ થઈ શકે છે. હાલ ગ્રાહકોની ફરિયાદ પર સજા તરીકે અમુક જ દિવસ માટે પેટ્રોલ-ડિઝલના વેચાણ પર પ્રતિબંધ લગાવે છે અથવા અમુક રકમનો દંડ ફટકારે છે. હવે દેશમાં નવું કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 લાગુ થઈ ગયો છે તે પછી પેટ્રોલ પંપ સંચાલકો પર મોટી કાર્યવાહી શક્ય છે. નવા વર્ષમાં નવા કાયદાના અમલને કડક રીતે કરાવવાની કવાયત હાથ ધરવામા આવી છે. મંત્રાલયે પણ ઓઈલ કંપનીઓને આ અંગે સૂચિત કરી દીધા છે.
આ રીતે રદ થઈ શકે છે પેટ્રોલ પંપનું લાઈસન્સ
પેટ્રોલ પંપ મશીનો પર ચિપ લગાવી પેટ્રોલ અને ડિઝલમાં કરાતા કૌભાંડના કેસોની સંખ્યાને વધતી જોઈ મોદી સરકારે ગત વર્ષે જ કડક પગલા ભર્યા હતા. દેશના પેટ્રોલ પંપ પર હવે ચિપ લગાવી ઓઈલ ચોરી કરતા સંચાલકોને હવે ભોગવવું પડી શકે છે. નવા ગ્રાહક કાયદા બાદ સંચાલકો ગ્રાહકોને લૂંટી શકશે નહીં. જો હવે ગ્રાહકો ફરિયાદ કરશે તો દંડની સાથે પેટ્રોલ પંપ સંચાલકનું લાઈસન્સ પણ રદ થઈ શકે છે.

ઓઈલ ચોરીની ગંદી રમત શહેરોથી લઈ ગામડા સુધી
પેટ્રોલ-ડિઝલની ચોરી અંગે નાના શહેરોથી લઈ મોટા શહેરો અને ગામડાઓ સુધી થઈ રહી છે. પેટ્રોલ પંપ સંચાલક ઘણી રીતે ગ્રાહકોને ચૂનો લગાવતા હોય છે. સામાન્ય વ્યક્તિની કમાણીનો મોટો ભાગ પેટ્રોલ પંપ માલિકો પડાવવા માગતા હોય છે. ફિક્સ રૂપિયા જેમકે 100,500, 2000 રૂપિયાનું પેટ્રોલ કે ડિઝલ નખાવવાનું કહેતા હોય છે. ગ્રાહકોને ખબર નથી હોતી કે આ ફિક્સ રૂપિયાની કિંમત કહેવાના કારણે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા પહેલાથી લગાવવામાં આવેલી ચીપથી સેટિંગ કરવામા આવ્યું હોય. જેથી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોય છે.
હવે કાયદો પેટ્રોલ પંપ સંચાલકોને કરશે આકરી સજા
નવા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 અનુસાર બનાવટી કે ભેળસેળવાળી પ્રોડક્ટના વેચાણ સંબંધે આકરા નિયમો તૈયાર કરવામા આવ્યા છે. જો ઓછા પેટ્રોલ-ડિઝલની ફરિયાદ મળે તો ગ્રાહક કાયદા હેઠળ સક્ષમ કોર્ટ દ્વારા દંડની સજા ફટકારવામા આવી શકે છે. પ્રથમવાર દોષિત ઠરે તો 2 વર્ષ માટે લાઈસન્સ સસ્પેન્ડ કરવામા આવી શકે છે. જો બીજીવાર કે તે પછી પણ પેટ્રોલ પંપ માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામા આવે તો તેનું લાઈસન્સ કાયમ માટે રદ્દ કરવામા આવી શકે છે. નવા કાયદા હેઠળ પેટ્રોલ પંપ સંચાલકોની એસડીએમ અને અન્ય વિભાગો સાથેની મિલીભગતથી પણ કોઈ ફાયદો થશે નહીં અને આરોપીને સજા થઈને જ રહેશે.
READ ALSO
- ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર
- સમયસર પુરા કરી દેજો બેંકના કામ: માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની તમામ બેંકો, જોઈ લો રજાઓનું લિસ્ટ
- મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ: વાશિમની હોસ્ટેલમાં 190 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો, સરકારી તંત્ર આવ્યું હરકતમાં
- કામની વાત/ હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા સમજી લ્યો વીમા કોન્ટ્રાક્ટની આ વાત, નહીં તો બાદમાં થશે પરેશાની
- Ayushman Bharat Yojana: હવે ફ્રી મળશે ‘આયુષ્માન કાર્ડ’, જાણો ફ્રી સારવાર, 5 લાખનો વીમો લેવા માટે ક્યાં અને કેવી રીતે બનશે કાર્ડ