GSTV

તમારા કામનું/ ફંડ માટે છો પરેશાન! તમારી પોલીસીના બદલે LIC આપશે સસ્તી લોન, સરળ છે પ્રોસેસ

lic

Last Updated on June 22, 2021 by Bansari

કોરોના કાળમાં લોકો ફંડ એકઠુ કરવા માટે અનેક પ્રકારના વિકલ્પો તલાશે છે. તેવામાં તમને તે જાણીને ઘણી રાહત થશે કે ભારતીય જીવન વીમા નિગમ (LIC)માં પોતાની પોલીસીના બદલે લોન મળી શકે છે. આ ઉપરાંત આ લોન સરળતાથી અને ઓછા વ્યાજ દર પર મળે છે.

આ એક સુરક્ષિત લોન છે

ભારતીય જીવન વીમા નિગમ (LIC) પોતાની વીમા યોજનાઓના બદલે પર્સનલ લોન આપે છે. આ લોન યાત્રા, ઉચ્ચ શિક્ષણ,મેડિકલ ઇમરજન્સી,લગ્ન,ઘરનું સમારકામ વગેરે જેવા ખર્ચ માટે લઇ શકાય છે. પોલીસીના બદલે આ એક સુરક્ષિત લોન છે જ્યાં તમારી વીમા પોલીસીને સિક્યોરિટી રૂપે રાખવામાં આવે છે. જો અરજદાર લોન પરત કરવામાં અસમર્થ હોય તો LIC વીમા પોલીસીની મેચ્યોરિટી અથવા ક્લેમની રકમથી તેની ભરપાઇ કરી શકે છે.

lic

ઇ-સર્વિસ દ્વારા જાણી શકાય છે

તમે LICની ઇ-સર્વિસ દ્વારા તે જાણી શકાય છે કે તમે કેટલી લોનના હકદાર છો. આ સુરક્ષિત લોન હોય છે, કારણ કે તેમાં તમારી પોલીસી ડોક્યુમેન્ટને જામીન રૂપે રાખી લેવામાં આવે છે. જો લોન લેનાર લોન ચુકવી ન શકે તો LIC તેની મેચ્યોરિટી અથવા ક્લેમની રકમમાંથી તે રકમ કાપી લે છે.

મેચ્યોરિટી પીરિયડ સુધી ચુકવણી કરી શકાય છે

લોનની લઘુત્તમ મુદત 6 મહિનાની છે, પરંતુ તે મેચ્યોરિટી પીરિયડ સુધી ચુકવી શકાય છે. એટલું જ નહીં, LICએ સુવિધા પણ આપે છે કે તમે ફક્ત વ્યાજ ચૂકવતા જ રહેશો અને મૂળ રકમમાંથી બાદમાં મેચ્યોરિટીની રકમ કપાવી લો. આ ફક્ત એન્ડોવમેન્ટ પ્લાન, ઇનકમ પ્લાન અને યુનિટ લિંક્ડ પ્લાન પર જ ઉપલબ્ધ છે જેની સરેન્ડર વેલ્યૂ હોય છે. તે ટર્મ પ્લાન પર ઉપલબ્ધ નથી. ઉદાહરણ તરીકે, આ લોન LIC ના નવા જીવન આનંદ, જીવન રક્ષક, જીવન લક્ષ્યા, જીવન પ્રગતિ, જીવન લાભ વગેરે યોજનાઓ પર ઉપલબ્ધ છે.

lic

વ્યાજ દર ઓછુ હોય છે

LICપોલીસી પર લોન વ્યાજ દર: ભારતીય જીવન વીમા નિગમ (LIC ) પાસેથી લોન લેવા પર વ્યાજ દર ઓછો છે. હાલમાં LICઆ માટે 10.5 ટકાના વ્યાજ વસૂલ કરે છે, જે બજારમાં ઉપલબ્ધ અન્ય બેંકો અને સંસ્થાઓની પર્સનલ લોન કરતા સસ્તી છે

સરેન્ડર વેલ્યૂના 90% સુધીની લોન

કેટલી લોન મળે છે: LICપોલિસીના સરેન્ડર વેલ્યૂના 90% જેટલી જ લોન આપે છે. કેટલીક પેઇડ-અપ યોજનાઓના કિસ્સામાં, આ મર્યાદા ફક્ત પોલિસી સરેન્ડર વેલ્યૂના 85% જેટલી છે. બંને કિસ્સાઓમાં, આ સરેન્ડર વેલ્યૂનો ઉપયોગ સિક્યોરિટી તરીકે થાય છે.

પોલીસીનો દસ્તાવેજ LIC ને સોંપવો પડે છે

કયા દસ્તાવેજો જરૂરી છે: આઈડી તરીકે આધારકાર્ડ, મતદાર ઓળખકાર્ડ કાર્ડ, પાસપોર્ટ અને રહેઠાણના પુરાવા તરીકે આધારકાર્ડ, મતદાર ઓળખકાર્ડ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, યુટિલિટી બિલ, આવકના પુરાવા તરીકે સેલરી સ્લીપ, બેંક સ્ટેટમેન્ટની જરૂર પડી શકે છે. જેમાં લોન લેવાની છે તે એકાઉન્ટનો કેન્સલ ચેક પણ આપવો પડશે. આ સિવાય લોન લેવા અંગે પોલીસી ડોક્યુમેન્ટ LIC ને સોંપવા પડે છે.

lic

પૂરુ LICપ્રીમિયમ ચૂકવેલુ હોવુ જોઇએ

લોનની મુખ્ય શરતો શું છે: LICપોલીસી સામે લોન લેવા માટે કેટલીક મહત્વપૂર્ણ પાત્રતાની શરતો પણ રાખવામાં આવી છે. અરજદારની લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઈએ. અરજદાર પાસે માન્ય LICપોલીસી હોવી જોઈએ. લોન મેળવવા માટે વપરાયેલ LICપોલીસીમાં સમર્પણ મૂલ્યની ખાતરી હોવી આવશ્યક છે એટલે કે આ સુવિધા ટર્મ પોલિસી પર ઉપલબ્ધ હોતી નથી. LICપ્રીમિયમ ઓછામાં ઓછા 3 વર્ષ માટે સંપૂર્ણ ચૂકવણી કરવી આવશ્યક છે.

ન્યૂનતમ અવધિ 6 મહિના છે

LICપર્સનલ લોન માટે લઘુતમ અવધિ 6 મહિના છે. લોનની વ્યાજની રકમ વર્ષમાં બે વાર એટલે કે દર છ મહિને ભરવાની રહેશે. જો લોન પુરી થાય તે પહેલાં વીમા પોલિસી મેચ્યોર થાય છે, તો LICતેમાંથી બાકી લોનની રકમ કાપી નાખશે. પોલિસી ધારકના મૃત્યુના કિસ્સામાં, મૃત્યુની તારીખ સુધી વ્યાજ ચૂકવવું પડશે.

ઓનલાઇન અથવા ફલાઇન ઓમોડ દ્વારા અરજી કરી શકો છો

LICપોલીસી સામે લોન માટે કેવી રીતે અરજી કરવી: તમે ઓનલાઇન અથવા ઓફલાઇન મોડ દ્વારા LICપોલીસી સામે લોન માટે અરજી કરી શકો છો. તમે LIC ઓફિસની મુલાકાત લો અને લાગુ કેવાયસી દસ્તાવેજો સાથે લોન એપ્લિકેશન ફોર્મ ભરો અને મૂળ પોલીસી દસ્તાવેજ સાથે સબમિટ કરો. જો તમે LIC ઇ-સેવાઓ માટે નોંધણી કરાવી છે, તો તમે તમારા ઓનલાઇન ખાતામાં લોગિન કરી શકો છો અને તે જ પોર્ટલથી અરજી કરી શકો છો. એપ્લિકેશન રજૂ કરવા પર, તમારે તમારી લોન એપ્લિકેશન બનાવવા માટે કેવાયસી દસ્તાવેજો અપલોડ કરવાની અથવા નજીકની LIC ઓફિસમાં મોકલવાની જરૂર પડી શકે છે.

READ ALSO

Related posts

ફેસબુકની મિત્રતા-પ્રેમ યુવતીને ભારે પડયો/ બ્રેકઅપ છતાં પૂર્વ પ્રેમીએ એવા ફોટા બતાવ્યા કે બે વખત સગાઈ તૂટી ગઈ, પોલીસે યુવકને દબોચી લીધો

Harshad Patel

AMCનો આમદની અઠન્ની ખર્ચા રૃપૈયા જેવો વહિવટ / બે રૃપિયા ભરી નકલ લઈ જવાનું જણાવવા માટે મ્યુનિ.એ ૨૫ રૃપિયાનો ખર્ચ કર્યો!

Pritesh Mehta

દેવભૂમી દ્વારકા / સરકારી અધિકારીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કરી કંપનીની કરી મદદ, કાયદાઓની પરવા કર્યા વગર જમીન અપાઇ: ગુજરાત કિસાન કોંગ્રેસે કર્યા ગંભીર આક્ષેપ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!