GSTV
Gujarat Government Advertisement

LIC પોલિસીધારકો માટે સારા સમાચાર! હવે આવી રીતે કરી શકો છો પ્રીમિયમન ચુકવણી, જાણો પ્રોસેસ

Last Updated on April 20, 2021 by Bansari

જો તમારી પાસે પણ દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની પોલિસી છે, તો તમારા માટે જરૂરી સમાચાર છે. LIC પોલિસીધારકોને મોબાઇલ અથવા વેબસાઇટ દ્વારા અત્યાર સુધી ડિજીટલ પેમેન્ટની સુવિધા મળી રહી હતી અને હવે તેમાં વધુ એક નવી સેવા સામેલ થઇ ગઈ છે. હવે પોલીસીધારક પ્રીમિયમની ચુકવણી તથા કોઇ પણ પ્રકારની પોલિસી સાથે સંબંધિત પેમેન્ટ Paytm દ્વારા પણ કરી શકશે. LICએ તેની તમામ પ્રકારની ડિજીટલ પેમેન્ટની સુવિધા પૂરી પાડવા માટે Paytmની નિયુક્તિ કરી છે.

lic

Paytm અને LIC વચ્ચે ડિજીટલ પેમેન્ટ કરાર

અહેવાલ મુજબ 17 પેમેન્ટ ગેટવેએ એલઆઈસીની ડિજીટલ પેમેન્ટ ફેસિલિટી માટે બોલી લગાવી હતી. પેટીએમએ અન્યની સરખામણીએ શાનદાર કામ કર્યું. નવા કરાર દ્વાર પેમેન્ટની પ્રક્રિયા વધુ સહેલી થશે, પેમેન્ટના વધારે વિકલ્પ મળશે અને વધુ પ્લેયર્સ જેમ કે વોલેટ અને બેંક્સ તેમા સામેલ હશે.

LIC પ્રીમિયમની ચુકવણી આવી રીતે કરો

LICએ પેટીએમ સાથે પ્રીમિયમ પેમેન્ટ જ નહીં પરંતુ તમામ પ્રકારના કલેક્શનને ડિજીટલ રીતે કરવાની તૈયારી કરી છે, જેમાં ઇન્શ્યોરન્સ એજન્ટસ તરફથી રેમિટન્સ કલેક્શન પણ સામેલ છે. જોકે જેમની પાસે એલઆઈસીની પોલિસી છે, તે તેમના પ્રીમિયની ચુકવણી પેટીએમ દ્વારા પહેલા પણ કરી શકતા હતા, આ ઉપરાંત ગૂગલ પે, ફોન પે દ્વારા પણ કરી શકાય છે. પેટીએમમાં જઇ એલઆઈસીને સર્ચ કરો, ત્યાં તમને તમારો પોલિસી નંબર નાંખવો પડશે. જેમ જ તમે પોલિસી નંબર એડ કરશો, તમને પ્રીમિયમ દેખાશે. પ્રોસિડ પર ક્લિક કરો અને પેમેન્ટને પૂર્ણ કરો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!