GSTV
Home » News » LICના Jeevan Anand સહિતના આ 24 પ્લાન થઈ જશે બંધ, ચુકવવું પડશે આટલું વધુ પ્રિમિયમ

LICના Jeevan Anand સહિતના આ 24 પ્લાન થઈ જશે બંધ, ચુકવવું પડશે આટલું વધુ પ્રિમિયમ

LIC ટૂંક સમયમાં પોતાના 24 પ્લાન્સ બંધ કરવા જઇ રહી છે. જેમાં LIC New Jeevan Anand, જીવન ઉમંગ, જીવન લક્ષ્ય જેવા લોકપ્રિય પ્લાન પણ સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇનઅશ્યોરન્સ રેગ્યુલેટરી બૉડીના નિર્દેશોનું પાલન કરતાં આ પ્લાન્સને 1 ફેબ્રુઆરીથી નવેસરથી લૉન્ચ કરવામાં આવશે.

રિટર્ન ઓછુ, પ્રિમિયમ વધુ

શક્ય છે કે નવા પ્લાન્સ પર રિટર્ન ઓછુ મળે પરંતુ તેનુ પ્રિમિયમ વધી જાય. આ કારણે એલઆઇસી એજન્ટ ગ્રાહકોને 31 જાન્યુઆરી પહેલાં આ પ્લાન્સમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યાં છે.

LICના આ પ્લાન્સ બંધ થઇ જશે

રેગ્યુલેટરી બૉડી ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સને ગ્રાહકો માટે વધુ અનૂકુળ બનાવવા માગે છે. સાથે જ તેનો તેવો પણ પ્રયાસ છે કે ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને પોલીસી વેચવા પર લગામ કસી શકાય. એલઆઇસી જે પ્લાન્સ બંધ કરી રહી છે તેમાં નૉન લિંક્ડ ઇનડિવિઝુઅલ ઇન્શ્યોરન્સ પ્લાન, યૂનિટ લિંક્ડ ઇન્ડિવિઝુઅલ ઇન્શ્યોરન્સ પ્લાન, એક રાઇડર પ્લાન અને ત્રણ નૉન લિંક્ડ ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન સામેલ છે.

એલઆઇસીના જે નૉન લિંક્ડ ઇન્ડિવિઝુઅલ ઇન્શ્યોરન્સ પ્લાનને બંધ કરવામાં આવી રહ્યાં છે. તેમાં સિંગર પ્રિમિયમ એન્ડાઇમેંટ પ્લાન, ન્યૂ એનડાઉમેંટ પ્લાન, જીવન લક્ષ્ય, જીવન તરુણ, જીવન લાભ, ન્યૂ જીવન મંગલ, ભાગ્ય લક્ષ્મી પ્લાન, આધાર સ્તંભ, આધાર શિલા, જીવન ઉમંગ, જીવન શિરોમણી. બીમા ક્ષી અને એલઆઇસી માઇક્રો બચત. એલઆઇસીએ પોતાના યુનિટ લિંક્ડ પ્લાન ન્યૂ એનડાઉમેંટ પ્લસને પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ એલઆઇસી પ્રિમિયમ વેવર બેનિફિટ રાઇડરને પણ બંધ કરવામાં આવશે.

Read Also

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!