શું તમારી LICની પોલિસી કોઇ કારણોસર બંધ થઇ ગઇ છે. તો જલ્દી કરો. જો તમારી પોલિસી કોઇ કારણોસર બંધ થઇ ગઇ છે તો હવે તમે તેને બીજી વાર શરૂ કરી શકો છો. કંપની તરફથી સ્પેશિયલ રિવાઇવલ કેમ્પેઇન (Special Revival Campaign) શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પેઇન 7 જાન્યુઆરીથી શરૂ થઇ ગયું છે અને 6 માર્ચ 2021 સુધી ચાલશે. આ કેમ્પેઇનમાં કંપનીના ગ્રાહકોને પોલિસી ફરીથી શરૂ કરવાનો મોકો આપી રહી છે. જો કે, એ માટે કેટલાંક નિયમો અને શરતો પણ કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે, આ કેમ્પેઇનનો ફાયદો એ ગ્રાહકોને મળશે કે જે લોકો કોઇ કારણોસર પોતાની પોલિસીનું પ્રીમિયમ નથી ભરી શકી. જો કે એ માટે પ્રીમિયમ ન ભરવાની તારીખ 5 વર્ષથી વધારે જૂની ના હોવી જોઇએ. આ સિવાય પોલિસી રિવાઇવલ માટે તમારે લેટ ફીમાં પણ છૂટનો ફાયદો મળશે.

કેટલી છૂટ મળશે?
કંપનીએ જણાવ્યું કે, ‘પોલિસી રિન્યુ કરવા પર લાગતી લેટ ફીમાં 20 ટકાની છૂટ મળશે. જો તેમનું વાર્ષિક પ્રીમિયમ એકથી ત્રણ લાખની વચ્ચે છે તો લેટ ફીમાં 25 ટકા સુધીની છૂટ મળી શકે છે. આ સાથે 3,00,001 રૂપિયા અને વધારે પ્રીમિયમ પર 30 ટકા અથવા તો 3000 રૂપિયાની છૂટ મળશે.
LIC એ પોતાની 1,526 સેટેલાઇટ ઓફિસોની એવી પોલિસી ફરીથી ચાલુ કરવા પર અધિકૃત કરવામાં આવેલ છે. જેમાં સ્પેશિયલ મેડિકલ ચેક-અપ કરાવવાની જરૂરિયાત નથી.

શું છે શરતો?
આ કેમ્પેઇન અંતર્ગત તમારે કેટલીક શરતો પૂરી કરવાની રહેશે. 5 વર્ષની અંદરની પોલિસીને જ રિવાઇવ કરવામાં આવશે. સ્વાસ્થ્ય સંબંધી જરૂરિયાતો પર પણ કેટલીક
છૂટ આપવામાં આવશે. વધારે પોલિસી માત્ર સારા સ્વાસ્થ્યની જાહેરાત અને કોવિડ-19 પર સવાલોના આધાર પર ફરીથી શરૂ થઇ શકશે. તમને જણાવી દઇએ કે, કંપનીએ પહેલાં પણ 10 ઓગસ્ટથી 9 ઓક્ટોબર, 2020 સુધી રિવાઇવલ સ્કીમ ચલાવી હતી.
આ પોલિસીને નહીં મળે છૂટનો ફાયદો
આ સિવાય કંપનીએ જણાવ્યું કે, ‘હાઇ રિસ્ક પ્લાન જેમ કે ટર્મ ઇન્શ્યોરન્સ, હેલ્થ ઇન્શ્યોરન્સ, મલ્ટીપલ રિસ્ક પોલિસી પર આ છૂટનો ફાયદો નહીં મળે. આવી પોલિસીઓ, જે પ્રિમિયમ ચૂકવણીવાળી ટર્મમાં રદ થઇ ગઇ છે અને રિવાઇવલ ડેટ સુધી જેની પોલીસી ટર્મ પૂર્ણ નથી થઇ, તેઓને આ કેમ્પેઇનમાં રિવાઇવ કરાવવામાં આવશે.
READ ALSO :
- સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો
- સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી
- મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો
- મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો
- મમતા બેનર્જીના ટ્વિટર પરથી ગાયબ થયો જવાહરલાલ નેહરુનો ફોટો, કોંગ્રેસ ભડકીઃ આપ્યો આ રીતે જવાબ