GSTV

LICમાં રોકાણ કે વીમો છે તો અા તમારા માટે સૌથી મોટા છે સમાચાર

Last Updated on August 29, 2018 by Karan

સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 40,000 અને 12,000ની નિર્ણાયક સપાટી પાર કરવામાં છે ત્યારે નિષ્ણાતો માને છે કે ઊંચા મુલ્યાંકનો જોતા પ્રવર્તમાન સ્તરે શેરની પસંદગી એક અગત્યની બાબત છે. પોર્ટફોલિયો મેનેજર પર નજર નાખીને વર્તમાન સ્તરે શેર શોધવાનો એક માર્ગ છે. અમે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન્સ ઓફ ઇન્ડિયા (એલઆઇસી)ના પોર્ટફોલિયોનો અભ્યાસ કર્યો છે, જે છેલ્લા ચાર ક્વાર્ટરથી ભારતમાં સૌથી મોટી ઘરેલુ રોકાણકાર કંપની બની રહી છે.

એસઇક્વિટી પાસેથી મળેલો ડેટા સુચવે છે કે આ પ્રકારના દસ જેટલા હાઇ ક્વોલિટી શેરો છે જેમાં એલઆઇસીએ સતત છેલ્લા એક વર્ષથી પોતાનો હિસ્સો વધાર્યો છે. તેમાં એશિયન પેઇન્ટ્સ, બ્રિટાનીયા ઇન્ડસ્ટ્રીઝ, કેસ્ટ્રોલ ઇન્ડિયા, ક્રિસીલ, હિન્દુસ્તાન યુનિલિવર, ઇકરા, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, ઇન્દ્રપ્રસ્થ ગેસ, હાઇજિન એન્ડ હેલ્થ અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થાય છે. આ યાદીમાં મોટા ભાગની કંપનીઓએ ઉદ્યોગના વૃદ્ધિ દર કરતા વધુ વૃદ્ધિ કરી છે અને મજબૂત સ્થિતિ ધરાવે છે. તેથી નિષ્ણાતોએ તમારા પોર્ટફોલિયોમાં તેમને સરકાવી લેવાની ભલામણ કરી છે.

રોકાણકારોએ હંમેશા સ્વતંત્ર રીતે વિચારવુ જોઇએ અને કોઇ પણ વિદેશી કે ઘરેલુ સંસ્થાકિય રોકાણકાર કે સુપર રોકાણકારનું આંધળુ અનુકરણ કરવું જોઇએ નહી. ઉપરોક્ત યાદીમાંથી એશિયન પેઇન્ટ્સ, એચયુએલ અને બ્રિટાનીયા અને પીએન્ડજી સુરક્ષિત રોકાણ છે, જેને જો પોર્ટફોલિયો સીમિત હોય તો ઘટાડે લેવાલી કરી શકાય છે એમ બોનાન્ઝા પોર્ટફોલિયોના ફંડ મેનેજર પ્રિતમ દિયુસ્કરે જણાવ્યું હતું.

10માંથી નહી નહી તો સાત શેરોએ છેલ્લા વર્ષમાં પોઝિટીવ રિટર્ન આપ્યું છે, બ્રિટાનીયામાં છેલ્લા એક વર્ષમાં 55 ટકાનો વધારો થયો છે, ત્યાર બાદ હિન્દુસ્તાન યુનિલિવરમાં 51 ટકા અને એશિયન પેઇન્ટસમાં 23 ટકાનો વધારો થયો છે. જ્યારે ઇકરા, ક્રિસીલ અને કેસ્ટ્રોલ ઇન્ડિયાએ છેલ્લા એક વર્ષમાં 18 ટકા જેટલો ઘટાડો અનુભવ્યો છે. ઉપરની દરેક કંપનીઓએ છેલ્લા 5-6 ક્વાર્ટર્સમાં ઉદ્યોગની વૃદ્ધિ કરતા સતત વધુ સારી વૃદ્ધિ દર્શાવી છે, તેમજ ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે તેમજ માર્જિનમાં પણ સુધરી શકે છે . એસએસજ ફાઇનાન્સ અને સિક્યુરિટીઝના સિનીયર એનાલિસ્ટ આતિષ માટલાવાલાએ જણાવ્યું હતુ.

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!