GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોના સંક્ટની વચ્ચે LICએ 3 મહીનામાં 97,400 કરોડની કરી કમાણી, હવે ગ્રાહકોને થશે આ રીતે મોટો ફાયદો

શેરબજારમાં સૌથી મોટું રોકાણકાર એલઆઈસી-લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન(LIC-Life Insurance Corporation) પાછલા મહિનામાં કમાણીની દ્રષ્ટિએ વધુ સારું રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલઆઈસીએ કોરોનાના લોકડાઉન વચ્ચે 97400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફાયદો શેર બજારમાંથી થયો છે. ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં જબરદસ્ત ફાયદો થયો છે. જૂન ક્વાર્ટરમાં એલઆઈસીના ઇક્વિટી પોર્ટફોલિયોના મૂલ્યમાં 23 ટકાનો વધારો થયો છે. એલઆઈસી એ દેશની સૌથી મોટી વીમા કંપની છે. તમને જણાવી દઈએ કે LIC તેના રોકાણકારોમાં શેર બજારની કમાણી વહેંચે છે. તે રોકાણકારોને ડિવિડન્ડ અને બોનસ તરીકે આપે છે.

LIC સામાન્ય રોકાણકારો માટે મોટી કમાણી કરી રહ્યું છે

નિષ્ણાતો કહે છે કે એલઆઈસી શેર બજારમાં સામાન્ય રોકાણકારોના નાણાંનું રોકાણ કરે છે અને મોટું વળતર મેળવીને રોકાણકારોને ફાયદો પણ કરાવે છે. જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2015-16માં એલઆઈસીને 11 હજાર કરોડ રૂપિયાનો નફો મળ્યો હતો. આ પછી, તેમણે તેમના રોકાણકારોને 40 ટકા વધુ ડિવિડન્ડ અને બોનસ આપ્યા હતા.

ત્રણ મહિનામાં, તેણે રૂ.97,400 કરોડની કમાણી કરી

ઇંગ્લિશ બિઝનેસ અખબારના મતે, 31 માર્ચ, 2020 સુધીમાં તેના પોર્ટફોલિયોમાં કંપનીઓનું બજાર મૂલ્ય 4.30 લાખ કરોડ હતું. 30 જૂન 2020 માં તે વધીને રૂ. 5.27 લાખ કરોડ થઈ ગઈ છે. આ સંદર્ભમાં, 23 ટકાનો ગ્રોથ આવ્યો છે. એસ ઇક્વિટીએ જણાવ્યું હતું કે આ ક્વાર્ટર દરમિયાન એલઆઈસીએ 25 પેની શેરમાં રોકાણ કર્યું હતું. મોટા પૈસા કમાવવાના હેતુથી તેણે આ કાર્ય ટૂંક સમયમાં કર્યું. તેના પોર્ટફોલિયોમાં હાજર બિરલા ટાયર્સે 1,603 ટકા એટલે કે 17 ગણું વળતર આપ્યું છે.

જાણો કેવી રીતે અને ક્યાંથી કરી કમાણી

મૂલ્યના આધારે વાત કરીએ, એલઆઈસીએ જૂન ક્વાર્ટરમાં 97,400 કરોડ રૂપિયાની કમાણી કરી, જેમાંથી ફક્ત 22,360 કરોડ રૂપિયાનો હિસ્સો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી આવી છે. જૂન ક્વાર્ટર દરમિયાન, આરઆઈએલનો શેર રૂ. 1,102 થી વધીને 1,703 રૂપિયાનાં સ્તરે પહોંચી ગયો.

સેન્સેક્સમાં 3 મહિનામાં 18%નો ગ્રોથ

માર્ચમાં 23 ટકા સુધીનું ગોથુ લગાવ્યા બાદ બીએસઈ સેન્સેક્સ છેલ્લા ત્રિમાસિક ગાળામાં 18 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. વૈશ્વિક સંકેતોની મજબૂતાઈ, વિદેશી રોકાણકારો દ્વારા ખરીદારી અને નાણાકીય નીતિમાં નરમાઇએ બજારને ગ્રીનઝોનમાં રાખ્યું છે. જો કે વિશ્લેષકો સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. આ શેરોનો ભાવ 30 જૂને રૂ.50.25 પર પહોંચી ગયા હતા, જે 31 માર્ચે રૂ. 2.95 પર હતા. અન્ય શેરોમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ (1,255 ટકાનો ઉછાળો), દિગ્જામ (283 ટકાનો ઉછાળો), રિલાયન્સ હોમ ફાઇનાન્સ (275 ટકાનો ઉછાળો) અને જય પ્રકાશ પાવર વેન્ચર્સ (272 ટકાનો વધારો) નો સમાવેશ થાય છે.  રિલાયન્સ પાવર, કોક્સ એન્ડ કિંગ્સ, બલ્લારપુર ઇન્ડસ્ટ્રીઝ, જેપી ઈન્ફ્રાટેક, જીટીએલ ઇન્ફ્રા, રિલાયન્સ કેપિટલ, બજાજ હિન્દુસ્તાન અને સુઝલોન એનર્જીએ પણ આ સમયગાળા દરમિયાન 100 ટકાથી વધુ વળતર આપ્યું છે. માર્ચ ક્વાર્ટરમાં આ બધા શેરની કિંમત 10 રૂપિયાથી ઓછી હતી.

READ ALSO

Related posts

ઈયાન બિશૉપે કહ્યુ- વર્તમાનમાં આ બે બેટ્સમેનો સચિન તેંડુલકરની યાદ અપાવે છે

Mansi Patel

Work From Home માટે આ કંપનીઓના પ્લાન્સ છે સૌથી બેસ્ટ, કરી લો એક નજર

Arohi

ઓનલાઇન સેશનમાં પીએમ મોદીએ કહ્યું, જયેશ ક્યા છે દેખાતો નથી, બધુ બરાબર છે?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!