GSTV
Home » News » LIC એ પોલિસીધારકો માટે લીધો બહુ જ મોટો ફાયદાકારક નિર્ણય, બદલી દીધા આ નિયમો

LIC એ પોલિસીધારકો માટે લીધો બહુ જ મોટો ફાયદાકારક નિર્ણય, બદલી દીધા આ નિયમો

સરકારી માલિકીની સૌથી મોટી જીવનવીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ તેના પોલિસીધારકો માટે બહુ જ મોટો ફાયદાકારક નિર્ણય લીધો છે. જેમાં વીમા કંપનીએ એવા પોલિસી પોલિસી ધારકો જેમણે તેમની વીમા પોલિસીનું પ્રીમિયમ બે વર્ષથી પણ વધારે સમય સુધી ભર્યું નથી અને જેમની પોલિસી લેપ્સ એટલે કે બંધ થઇ ગઇ છે તેઓ પોતાની આવી લેપ્સ થયેલી પોલિસી ફરીથી શરૂ કરાવી શકે છે. આનાથી વીમા પોલિસી ધારકો ફરીથી પોતાની લેપ્સ થઇ ગયેલી પોલિસીનું બાકી પ્રીમિયમ ચૂકવી વીમા કવચ મેળવી શકશે. 

LICએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, એવી ઇન્સ્યોરન્સ પોલિસીઓ તેમને લેપ્સ થયાને બે વર્ષથી વધારે સમય વિતી ચૂક્યો છે અને જેમને ફરી ચાલુ કરવાની મંજૂરી અગાઉ ન હતી હવે તેને ફરીથી શરૂ કરાવી શકાય છે. 

1લી જાન્યુઆરીથી અમલી બનેલા IRDAI પ્રોડક્ટ રેગ્યુલેશન 2013 મુજબ જે નિર્ધારિત તારીખે પોલિસી ધારક વીમાનું પ્રીમિયમ ચૂકવતા નથી તેના બે વર્ષ સુધીના સમયગાળામાં તેઓ પોતાની પોલિસી ફરીથી ચાલુ કરાવી શકે છે. આ અગાઉ આમ તો તમામ પોલિસીઓ જે બે વર્ષથી વધારે સમય સુધી પ્રીમિયમ ન ચૂકવવાને લીધે લેપ્સ(બંધ) થઇ ગઇ હતી તેમને બે વર્ષ બાદ ફરી ચાલુ કરી શકાતી નથી.

Good News of LIC policyholders, You can now revive policies lapsed for above 2 years.jpg

જીવન વીમા કવચનો ફાયદો સતત મેળવવા માટે LICએ ઇરડાનો સંપર્ક કર્યો અને એવા કસ્ટમર્સ જેમણે 1 જાન્યુઆરી 2014 બાદ પોલિસી લીધી છે તેમની માટે લેપ્સ થયેલી પોલિસી શરૂ કરવાની મુદ્દત બે વર્ષથી વધારી દીધી છે. LICએ કહ્યું કે, જે પોલિસીધારકોએ 1લી જાન્યુઆરી 2014 બાદ પોલિસી પોલિસી લીધે છે તેઓ પોતાની નોન-લિંક્ડ પોલિસી પ્રીમિયમ ન ચૂકવવાને લીધે 1લા પ્રીમિયમની તારીખથી લઇ 5 વર્ષની અંદર અને યૂલિપના કિસ્સામાં 3 વર્ષની અંદર પોતાની લેપ્સ પોલિસી ફરી શરૂ કરાવી શકશે. 

LICના એમડી વિપિન આનંદે કહ્યું કે, એવા ઘણા ઉદાહરણો સામે આવ્યા છે જેમાં પોલિસીધારક પ્રીમિયમ ચૂકવવામાં અસક્ષમ છે અને તેના લીધે પોલિસી લેપ્સ થઇ ગઇ છે. તે હંમેશાથી એક સારી વાત છે કે લોકો પોતાની જૂન પોલિસીને ફરીથી ચાલુ કરાવી નહીં કે જૂની પોલિસી છોડીને નવી પોલિસી શરૂ કરાવે.

READ ALSO

Related posts

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah

શું તમે પૈસાદાર થવા માંગો છો?, તો આજે જ છોડી દો કારણ વગરનાં આ 5 બહાના!

Kaushik Bavishi

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!