GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

Corona વાયરસથી થાય મોત, તો LICમાં કેવી રીતે કરશો ડેથ ક્લેમ? જાણી લો પ્રોસેસ

lic

એલઆઇસી(LIC)ના પોલીસી ધારકો માટે આ ખબર મહત્વની છે. જો કોઇ પોલીસીધારકનું Coronaના કારણે મોત થાય તો તેના નોમિનીને ડેથ ક્લેમ લેવા માટે ઘરમાંથી બહાર નીકળવાની જરૂર નથી. LICની બ્રાન્ચ બંધ હોવાના કારણે આવા લોકોએ પરેશાન થવાની જરૂર નથી.

કરવું પડશે આ એક કામ

તમારે LICની બ્રાન્સ સાથે સંબંધિત નોડલ અધિકારીને ફક્ત ડેથ ક્લેમ ઇંટિમેશન, ડેથ સર્ટિફિકેટ અને પોલીસીની કોપી ઇમેલથી મોકલવી પડશે. જો નજીકની બ્રાન્ચ ખુલી હોય તો ત્યાં પણ જઇને જમા કરી શકાય છે. આ સાથે જ LICએ કહ્યું કે Coronaના પગલે મૃત્યુ પર પણ તે આવો જ ક્લેમ આપશે, જેવો અન્ય મૃત્યુ પર મળે છે. કંપનીએ નોડલ ઓફિસરની મેલ આઇડી પણ જારી કરવામાં આવી છે.

આ છે લિસ્ટ

જો તમારી પાસે નોડલ ઓફિસરની ઇમેલ આઇડી નથી તો તમે અહીંથી પણ મેળવી શકો છો.

  • ઉત્તર મધ્ય ઝોન – યુપી અને ઉત્તરાખંડ- ncz_rmcrm@licindia.com
  • મધ્ય ઝોન – મધ્યપ્રદેશ, છત્તીસગઢ- cz_rmcrm@licindia.com
  • પૂર્વી ઝોન – પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ – ez_rmcrm@licindia.com
  • દક્ષિણ મધ્ય ઝોન – આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા- scz_rmcrm@licindia.com
  • દક્ષિણ ઝોન – કેરળ, તામિલનાડુ, પુડુચેરી – sz_rmcrm@licindia.com
  • પશ્ચિમ ઝોન – ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા નગર, હવેલી અને દમણ દીવ – wz_rmcrm@licindia.com
  • પૂર્વ મધ્ય ઝોન – બિહાર, ઝારખંડ અને ઓડિશા- ecz_rmcrm@licindia.com

READ ALSO

Related posts

અમદાવાદમાં આવતીકાલે સવારે સાદગી પૂર્ણ રીતે નીકળશે જળયાત્રા, સાબરમતી નદીના નીરથી કરાશે ભગવાન જગન્નાથનો અભિષેક

Nilesh Jethva

લૉકડાઉન દરમ્યાન EMI પર વ્યાજમાં છૂટના મામલામાં RBIએ સુપ્રિમ કોર્ટમાં આપ્યો જવાબ

Mansi Patel

બે ધારાસભ્યોના રાજીનામા અંગે નીતિન પટેલનો કટાક્ષ : કોંગ્રેસ પોતે જ વેન્ટિલેટર પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!