GSTV
Gujarat Government Advertisement

LIC પોલિસી હોલ્ડર્સ માટે મહત્વના સમાચાર, સરકારની આ સુવિધાથી થઇ જશે માલામાલ

LIC policy

Last Updated on February 3, 2021 by Pravin Makwana

સરકારે નાણાંકીય વર્ષ 2021-22 માટે ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક 1.75 લાખ કરોડ રૂપિયા રાખ્યો છે. બજેટ 2021માં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે LIC નો IPO લાવવાની પણ જાહેરાત કરી છે. તમામ રોકાણકારોની નજર આ IPO પર છે. મળતી જાણકારી અનુસાર, જ્યારે સરકાર LIC નો IPO રજૂ કરશે તો તેનો કેટલોક ભાગ LIC પોલિસી હોલ્ડર માટે સુરક્ષિત રાખવામાં આવશે. સરકાર માટે આ બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણનું લક્ષ્ય સૌથી મહત્વનું છે. નાણાંકીય વર્ષ 2020-21 માટે સરકારે 2.1 લાખ કરોડ ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ કોરોનાને કારણે અત્યાર સુધી અંદાજે 20 હજાર કરોડ રૂપિયા જ એકત્ર કરી શકી છે.

પોલિસી હોલ્ડર્સને રોકાણકાર બનાવવાનો નિર્ણય કર્યો છે – તુહીન કાંત પાંડે

ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સચિવ તુહીન કાંત પાંડેએ એક ન્યુઝપેપર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘જ્યારે LIC નો IPO રજૂ કરવામાં આવશે ત્યારે અમે પોલિસી હોલ્ડર્સને રોકાણકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. એ માટે ડિપાર્ટમેન્ટે 10 ટકા સુધી પોલિસી હોલ્ડર્સ માટે રિઝર્વ રાખવાનો વિચાર કર્યો છે. તુહીન કાંત પાંડેએ જણાવ્યું કે, ‘1991ના આર્થિક સુધાર બાદ સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે હવે તમામ નૉન-સ્ટ્રેટિજીક સેક્ટરને ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણ માટે ખોલવાનો નિર્ણય કર્યો છે. સરળ શબ્દોમાં સમજીએ તો જરૂરિયાત પડવા પર હવે સ્ટીલ સેક્ટરમાં પણ ખાનગીકરણ કરી શકાય છે.’

ચાલુ નાણાંકીય વર્ષ માટે ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય 2.1 લાખ કરોડ

સરકાર માટે બજેટ 2021માં ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણને લઇને લેવામાં આવેલો નિર્ણય ખૂબ જ મહત્વનો છે. સરકારને પૈસાની સખ્ત જરૂરિયાત છે. નાણાંકીય વર્ષ 2020-21માં 2.1 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યથી આટલાં પાછળ રહેવાને લઇને DIPAM સચિવે જણાવ્યું કે, ‘કોરોનાને કારણ તેમાં મોડું થયું અને સાચી કિંમત નથી મળી શકતી. આ બજેટમાં સરકારે બે પબ્લિક સેક્ટર બેંક અને એક ઇન્શ્યોરન્સ કંપનીના ખાનગીકરણનો પણ નિર્ણય કર્યો છે.’

2 બેંકો અને એક ઇન્શ્યોરન્સ કંપનીનું થશે ખાનગીકરણ

વર્તમાનમાં પૂરા દેશમાં 12 પબ્લિક સેક્ટર બેંક છે. તેની પહેલાં 18 પબ્લિક સેક્ટર બેંક હતી, જેમાં 6 બેંકોને મર્જર કરી દેવાઇ. હવે 12માંથી વધુ 2 બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે. આ રીતે દેશમાં કુલ 10 પબ્લિક સેક્ટર બેંક રહી જશે. ચીફ ઇકોનોમિક એડ્વાઇઝર કેવી સુબ્રમણ્યમે ખાનગીકરણને લઇને જણાવ્યું હતું કે, ‘આ માત્ર શરૂઆત છે. આવનારા દિવસોમાં દેશમાં માત્ર 4 અથવા તો તેનાથી પણ ઓછા બિગ સાઇઝ પબ્લિક સેક્ટર બેંકો રહેશે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!