GSTV

LIC યુઝર્સ માટે ફાયદાનો સોદો, પૉલિસી ઉપર સરળતાથી મળશે Loan, જાણો ડિટેલ્સ

Last Updated on September 6, 2019 by Mansi Patel

ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન અથવા તો પછી અન્ય લોનને લઈને લોકો પોતાની જરૂરિયાતો પુરી કરે છે. પરંતુ, હંમેશા લોકોને તેનું વ્યાજ ચૂકવવામાં પરસેવો છૂટવા લાગે છે. પર્સનલ લોનનું વ્યાજદર ઘણું વધારે હોય છે. જ્યારે ક્રેડિટ કાર્ડની સમયસર ચૂકવણી ન કરવા પર ખીસ્સામાંથી વધારે પૈસા કપાય છે. એવામાં LIC પોલિસી ધારકો માટે એક સારુ ઓપ્શન છે. જો તમારી પાસે કોઈ LICની પોલિસી છે તો તેની ઉપર તમને લોન મળી શકે છે. LIC પોલિસી પર લોન લેવાનાં ઘણા ફાયદા છે. LIC પોલિસી પર વ્યાજ લેતા લોકોને બેંકોની સરખામણીએ ઓછા વ્યાજે લોન મળે છે. સાથે જ લોન ચૂકવવાની ઉતાવળ પણ રહેતી નથી. લોન લેનારાને ફક્ત 9 ટકા વ્યાજે લોન મળે છે. સાથે જ આ લોન બધી રીતે સિક્યોર્ડ રહે છે.

લોન લેવા માટે શું કરશો?

LIC પોલીસી પપર લોન લેવી ઘણી જ સરળ છે. તેના માટે તમારે બેંકની જેમ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું નહી પડે. તમારે પોલિસી ડોક્યૂમેન્ટ્સની સાથે એક કેન્સલ ચેકની કોપી અને ઓળખ પત્રનાં રૂપે કોઈ પણ આઈડીકાર્ડ જમા કરાવવું પડશે. ડોક્યૂમેન્ટ્સમાં કોઈ પણ LICની શાખામાં જમા કરાવી શકો છોય તમે તમારા LIC એજન્ટ દ્વારા પણ આવેદન કરી શકો છો. લોનની એમાઉન્ટ 3-4 દિવસમાં તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

પોલિસી પર કેટલી મળશે લોન?

હંમેશા લોકો પોલિસી મેચ્યોર થતાં પહેલાં જ વિથડ્રો કરી દે છે. તેમાં પોલિસી હોલ્ડરને નુકસાન થાય છે. કારણકે, સમય પહેલાં પોલિસી સરેન્ડર કરવાથી પોલિસીની વેલ્યૂ ઘટી શકે છે. તો યોગ્ય રહેશેકે, પોલિસી પર પોતાની જરૂરિયાત પુરી કરવા માટે લોન લેવામાં આવે. લોન એમાઉન્ટ તમારી પોલિસીની કેસવેલ્યૂના 90 ટકા સુધી મળી શકે છે. જોકે, તેના માટે તમારે LIC કાર્યાલયમાં જાણકારી મેળવવી પડશે.

કોને  મળી શકે પોલિસી પર લોન?

LIC પર લોન લેનારા માટે શરતો નક્કી કરવામાં આવી છે. લોન લેનારા ભારતીય નાગરિકો હોવા જોઈએ. લોન ફક્ત તેમને જ મળશે. જેમની પાસે LICની કોઈ પણ ઈન્શ્યોરન્સ પોલિસી હોય. લોન માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી પ્રિમિયમ ભરેલું હોવું જોઈએ. લોન લેવા માટે પોલિસી હોલ્ડરની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.

આવી પોલિસી પર નહી મળે લોન

જો તમારી પાસે LICની મનીબેક પોલિસી છે તો તમે લોન નહી લઈ શકો. કારણકે, LIC પોતાની આ પોલિસી ઉપર લોન ઓફર કરતી નથી. વાસ્તવમાં આ પોલિસીમાં તમને એક નિશ્ચિત સમય બાદ પૈસા મળવાના શરૂ થઈ જશે. જેને કારણે પોલિસીની વેલ્યૂ તે રાશિ મુજબ ઘટવા લાગે છે. એટલા માટે LIC  તેની આ પોલિસી પર લોન ઓફર કરતી નથી.

કેટલું આપવું પડશે વ્યાજ

LIC પોલિસીવા બદલામાં મળનારી લોન સિક્યોર્ડ લોન હોય છે. વાર્ષિક 9 ટકાના દરે વ્યાજ લાગે છે. જોકે, વ્યાજની અવધિ છ મહિનાની હોય છે. મતલબકે, તમારે 6 મહિનામાં એક વાર લોન પર વ્યાજ ચૂકવવાનું રહેશે. જોકે, વાર્ષિક હિસાબથી જ કાઉન્ટ કરવામાં આવશે. જો કોઈ કારણ સર તમે નક્કી કરેલાં સમયે વ્યાજ નહી ચૂકવો તો વ્યાજની રકમને તમારી મૂળધનની રકમ સાથે જોડી દેવામાં આવશે. ત્યારબાદ આ રકમ પર કમ્પાઉન્ડિંગની રીતે વ્યાજ ચૂકવવું પડી શકે છે.

શું છે લોન લેવાનો સૌથી મોટો ફાયદો?

પોલિસીના બદલામાં લોન લેવાનો સૌથી મોટો ફાયદો છેકે, LIC પોતાની લોનની ચૂકવણી તમારી પોલિસી રકમમાંથી કાપીને કરી શકે છે. જો તમારી પોલિસી લોનની અવધિથી પહેલાં મેચ્યોર થાય છે તો તે સમયની વેલ્યૂમાંથી લોન અમાઉન્ટને કાપીને બાકીની રકમ તમારા ખાતમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

READ ALSO

Related posts

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Zainul Ansari

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!