GSTV
Gujarat Government Advertisement

LICની ખાસ પોલિસી / દૈનિક 24 રૂપિયા આપી મેળવો 50 લાખનો વીમો, નોન-સ્મોકરને થશે આ લાભ

lic

Last Updated on May 8, 2021 by Bansari

જો તમે એલઆઈસી પોલિસી હોલ્ડર છો અથવા નવા પ્લાન લેવા માંગો છો, તો એ જાણવું જરૂરી છે કે સૌથી સસ્તી પોલિસી કઇ છે. કઇ પોલિસીમાં ઓછી રકમ ચુકવી વધુ રિટર્ન અને કવરની ગેરંટી મળે છે. હવે તો ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસી પણ આવી રહી છે, જેના વિશે તમને જાણકારી હોવી જોઇએ. આ જ પ્રકારની પોલિસી છે જેનું નામ છે ટેક ટર્મ પ્લાન. જે ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસી છે અને અત્યાર સુધીની સૌથી સસ્તી પણ છે.

આ પોલિસીને ઓછામાં ઓછી 18 વર્ષની કોઇ પણ વ્યક્તિ લઈ શકે છે. મહત્તમ વયમર્યાદા 65 વર્ષની છે. આ ઉંમર સુધીની કોઈપણ વ્યક્તિ ટિક ટર્મ પ્લાન લઈ શકે છે. આ પોલિસી હેઠળ 50 લાખનો પ્લાન લઈ શકાય છે અને તેની મહત્તમ મર્યાદા નથી. એટલે કે આ પોલિસીમાં તમે ઇચ્છો તેટલા રૂપિયા લગાવી શકો છો. આ પોલિસી 80 વર્ષ સુધી જ કવરેજ પ્રદાન કરે છે, તેનાથી વધુ નહીં. આ પોલિસી ઓછામાં ઓછી 10 વર્ષ અને મહત્તમ 40 વર્ષ માટે લઈ શકાય છે. સ્ત્રી અને પુરુષ બંને આ પોલિસી લઈ શકે છે. પોલિસી લેવાની શરત એ છે કે જેની પોતાની આવક છે, તે તેને લઈ શકે છે.

કેવી રીતે પ્રીમિયમની ચુકવણી કરવી

આ પોલિસીમાં ત્રણ રીતે પ્રિમીયમની ચુકવણી કરી શકાય છે. પ્રથમ રેગ્યુલર પ્રીમિયમ છે, એટલે કે જેટલા વર્ષો માટે પોલિસી લેવામાં આવી છે, તેટલા વર્ષ સુધી જ પ્રીમિયમ ચૂકવવું પડશે. બીજું લિમિટેડ પ્રીમિયમ છે, જેમાં પોલિસી હોલ્ડરને પોલિસીની અવધિ કરતા ઓછા સમય સુધી ચૂકવણી કરવી પડે છે. ત્રીજું એકમાત્ર પ્રીમિયમ છે જેમાં પોલિસી લેતી વખતે માત્ર એક જ વાર પ્રીમિયમ ચૂકવવું પડે છે. વીમાની રકમમાં પણ બે વિકલ્પો મળે છે. પ્રથમ, પોલિસી લેતી વખતે જેટલી રકમ લેવામાં આવે છે, તે જ રકમ આખી પોલિસી દરમિયાન અમલમાં રહેશે. બીજું, પોલિસી ધારક ઇચ્છે તો વીમાની રકમ અથવા સમ એશ્યોર્ડને વધારી શકે છે. 5 વર્ષ પછી પોલિસી અંતર્ગત દર વર્ષે 10 ટકા સુધીની રકમ 10 વર્ષ સુધી વધારી શકે છે. સમ એશ્યોર્ડ બમણી થયા પછી વધારો બંધ થઇ જશે.

નોમિનીને કેટલા રૂપિયા મળશે

પોલિસી દરમિયાન વીમા ધારકનું મોત થવા પર નોમિની એક વખતમાં લમસમ રકમ મેળવી શકે છે. અથવા ઇચ્છે તો 5,10 અને 15 વર્ષમાં હપ્તા તરીકે રકમ મેળવી શકે છે. નોમિનીને કેવી રીતે રૂપિયા જોઇએ છે, એક વખતમાં અથવા હપ્તામાં તેની પસંદગી પોલિસી હોલ્ડરના પ્લાન લેતા સમયે જ કરવાની હોય છે. બીજો મોટો લાભ નો સ્મોકર માટે છે. જે લોકો ધૂમ્રપાન નથી કરતા, તેમને આ પ્લાનમાં ઓછું પ્રીમિયમ ચુકવવું પડે છે. મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે અને તેમને પુરુષોની સરખામણીમાં ઓછું પ્રીમિય ચુકવવાનું છે.

કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે

વિવિધ વયના લોકો માટે પ્રીમિયમની માત્રા જુદી જુદી હોય છે. ઉદાહરણ તરીકે જો કોઈ 21 વર્ષની વ્યક્તિ 20 વર્ષ માટે પોલિસી લે છે, તો તેણે દર વર્ષે 6,438 રૂપિયા ચૂકવવા પડશે. જો તે 40 વર્ષ માટે પોલિસી લે છે, તો તેણે દર વર્ષે 8,826 રૂપિયા ચૂકવવા પડશે. તે જ રીતે જો 40 વર્ષની વ્યક્તિ 20 વર્ષ માટે પોલિસી લે છે, તો તેણે દર વર્ષે 16,249 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે. 40 વર્ષ માટે પ્રીમિયમ 28,886 રૂપિયા થાય છે. આ એક ઓનલાઇન પોલિસી છે, જેન ફક્ત ઓનલાઇન જ ખરીદી શકાય છે. તેના માટે તમારે એલઆઈસીની વેબસાઇટ પર જવું પડશે. આ રકમ 50 લાખના વીમા કવર માટે છે.

મેચ્યોરિટીના રૂપિયા નથી મળતા

21 વર્ષના કોઇ યુવાને 50 લાખની પોલિસી માટે દર વર્ષે 8,826 રૂપિયા ચૂકવવા પડશે, જે 40 વર્ષ સુધી ભરવા પડશે. દૈનિક જોવામાં આવે તો પ્રીમિયમની કિંમત 24 રૂપિયા આવશે. આ એક ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી છે, જેમાં જો વીમાધારક સાથે પોલિસી પીરિયડ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય છે, તો રિટર્ન મળે છે. પોલિસી ટર્મ સુધી વામી ધારક જીવિત રહે છે, તો તેને કઇ નથી મળતુ. તેમાં મેચ્યોરિટી રકમ નથી મળતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!