GSTV
Gujarat Government Advertisement

LICની પૉલીસી પસંદ ન આવે તો પણ ચિંતા નહી, આ રીતે પરત મળી જશે તમારા રૂપિયા

ઘણીવાર એવું બનતું હોય છે કે લોકો LIC ની પૉલીસી લઇ તો લે છે પરંતુ તેનાથી સંતુષ્ટ નથી હોતા. તેઓ પૉલીસી લીધા બાદ ચિંતામાં રહે છે કે જે પૉલીસી તેમણે લીધી છે તે કેટલી યોગ્ય અને ફાયદાકારક છે. જો તમે પણ પૉલીસી લીધા બાદ આ સ્થિતીમાં મુકાયા હોય તો અમે તમને એક એવી રીત જણાવીશું જેની મદદથી તમે તમારા રૂપિયા પરત મેળવી શકો છો.

અમે વાત કરી રહ્યાં છીએ ફ્રી લુક પીરિયડની. ફ્રી લુક પીરિયડ દરમિયાન તમે કંપનીને પોલીસી પરત કરી શકો છો. ઇરડાના દિશાનિર્દેશો અનુસાર વીમા કંપનીઓ પોલીસી ધારકોને પોલીસી આપ્યા બાદ ફ્રી લુક પીરીયડ પુરો પાડે છે.

આ પૉલીસી પર લાગુ થાય છે ફ્રી લુક પીરિયડ

ફ્રી લુક પીરિયડના કેટલાંક પાસા એ છે કે ઓછામાં ઓછા 3 વર્ષની જીવન વીમા પોલીસી અથવા સ્વાસ્થ્ય વીમા પૉલીસી પર ફ્રી લુક પીડીયડ લાગુ થાય છે. આ અધિકારનો પ્રયોગ પૉલીસીના દસ્તાવેજ મળ્યાના 15 દિવસમાં કરી શકાય છે. પૉલીસી દસ્તાવેજ મળ્યાની તારીખ સાબિત કરવાની જવાબદારી પોલીસી ધારકની છે.

કેવી રીતે લેશો ફ્રી લુક પીરિયડનો લાભ

પોલીસીધારક વીમા કંપનીને તેના ફ્રી લુક પીરિયડની દિશામાં કામ કરવા માટે લખી શકે છે. મોટાભાગના કેસમાં કંપનીની વેબસાઇટ પરથી ફ્રી લુક ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે. તેમાં પોલીસી ધારકે પોલીસીના દસ્તાવેજ મળ્યાની તારીખ, એજન્ટની જાણકારી અને રદ્દ અથવા બદલવાનું કારણ આપવાનું હોય છે. આ ઉપરાંત પોલીસીના મૂળ દસ્તાવેજ, પ્રથમ પ્રિમિયમની રિસિટ, એક કેન્સલ ચેક અને દસ્તાવેજ જમા કરાવવાના હોય છે. રૂપિયા પરત આપવાના કિસ્સામાં પોલીસી ધારકે બેન્ક સંબંધિત જાણકારી પણ આપવાની રહેશે.

કંપની દ્વારા પોલીસી કેન્સલ કરો

Life insurance

જો તમે પોલીસી કેન્સલ કરવાનો નિર્ણય લીધો હોય તો ફક્ત એજન્ટને કહેવાથી કામ નહી થાય. એજન્ટ આ પ્રોસેસમાં વિલંબ કરી શકે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે જ્યાં ફ્રી લુક પિરિયડ પૂરો થવા સુધી ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખે છે. તેથી તમે તમારો નિર્ણય સીધો કંપનીને જણાવો. પોલીસી કેન્સલેશન એપ્લિકેશન જમા કરવા માટે તમારે કંપનીની ઑફિસ જવું પડશે. અનેક કંપનીઓ વેબસાઇટ પર કેન્સલેશન ફોર્મ રાખે છે જેને ડાઉનલોડ કરી શકાય છે.

યુલિપનો કેસ

યુનિટ લિંક્ડ ઇંશ્યોરન્સ પૉલીસી (યૂલિપ) ના મામલે જો કોઇ ફ્રી લુક પિરિયડમાં પોલીસી રદ્દ કરવાનો નિર્ણય લે તો તેને ઓછામાં ઓછા બિન ફાળવેલ પ્રિમિયમ જેટલી રકમ મળશે. આ ઉપરાંત યુનિટ રદ્દ કરવા પર લગાવવામાં આવેલા ચાર્જ, રદ્દ કરવાની તારીખ પર ફંડનું મુલ્ય મળશે જેમાંથી ખર્ચ કાપી લેવામાં આવશે. આવું ત્યારે થશે જ્યારે પોલીસી વાંધા સાથે પરત કરવામાં આવે છે.

પ્રીમિયમ પુરુ પરત મળે તેવી આશા ન રાખો

National Pension Scheme

કેન્સલેશન કરાવા પર પણ પ્રિમિયમની પૂરી રકમ રિફંડ નહી થાય. ત્યાં સુધી કે તમે ફ્રી લુક પિરિયડ દરમિયાન પોલીસી રિટર્ન કરો તો પણ કંપની મેડિકલ ટેસ્ટ અને સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચ કાપીને જ રૂપિયા પરત કરશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!