GSTV
Gujarat Government Advertisement

LICના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર! કોરોના વચ્ચે શરુ થઇ નવી સર્વિસ, તમને આ રીતે થશે ફાયદો

lic

Last Updated on April 20, 2021 by Damini Patel

ભારતીય જીવન વીમા નિગમ(LIC)ના કરોડો ગ્રાહકો સાથે સંબંધિત એક મોટી ખબર છે. પોલિસીધારકોને મોબાઈલ એપ અથવા વેબસાઈટ દ્વારા અત્યાર સુધી ડિજિટલ પેમેન્ટ મળી રહી હતી અને હવે એમાં એક નવી સર્વિસ જોડાઈ ગઈ છે. તમે હવે પોલિસીના પ્રીમિયમની ચુકવણી પેટીએમ દ્વારા પણ કરી શકો છો. કોરોના મહામારી કાળમાં LICની સુવિધા ગ્રાહકો માટે ખુબ મોટી સુવિધા હશે.

કોરોના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધોના આ ગાળામાં પ્રીમિયમની ચુકવણી માટે તમારે ઓફિસના ચક્કર કાપવા નહિ પડે. હવે સરળતાથી ઘરે બેસીને પ્રીમિયમ ભરી શકો છો. તમને જણાવી દઈએ કે રેલવે અથવા એર ટિકિટ માટે ઘણા પ્રકારના UPI પેમેન્ટ ગેટવે ઓપ્શન હોઈ છે. એજ રીતે આમા પણ હશે.

LICએ પેટીએમ સાથે કર્યો કરાર

પહેલાથી પણ LICનો કરાર બીજા પેમેન્ટ ગેટવે સાથે પણ હતો. હવે કંપની ડિજિટલ પેમેન્ટ ચુકવણી માટે પેટીએમને રજીસ્ટર કરી છે. સૂત્રો પાસે મળતી માહિતી મુજબ, 17 પેમેન્ટ પ્લેટફોર્મએ આની બોલી લગાવી હતી. પરંતુ પેટીએમએ બાજી જીતી લીધી. પેટીએમ પાસે ઘણી પેમેન્ટ સેવાનો અનુભવ છે.

સરળ બનાવવામાં આવશે પેમેન્ટ સિસ્ટમ, હશે નવા ઓપ્શન

lic

પેટીએમ સાથે LICના કોન્ટ્રાકટ હેઠળ ચુકવણી પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવશે. પોલિસી ધારકોને પેમેન્ટ વિકલ્પો માટે વધુ ઓપ્શન આપવામાં આવશે. એક રિપોર્ટ મુજબ, કંપની પેમેન્ટ ચેનલ માટે વધુ બેંકો અને વોલેટસ સાથે કરાર કરશે.

ઝાડપથી વધ્યું ડિજિટલ પેમેન્ટનું ચલણ

કર્મચારીઓ

જણાવી દઈએ કે કંપનીને ઇન્શ્યોરન્સ પ્રીમિયમની પેમેન્ટ હવે ડિજિટલ માધ્યમથી મળી રહી છે. કોરોના મહામારી સામે આવ્યા પછી LICમાં ડિજિટલ પેમેન્ટની ગતિ ગણી ઝડપી બની ગઈ છે. કંપનીને 60 હજાર કરોડ રૂપિયા પ્રિમિયમ ડિજિટલ માધ્યમથી મળે છે. એમાં બેંકો દ્વારા થતા પ્રીમિયમ સામેલ નથી. રિપોર્ટ મુજબ કંપનીના ડિજિટલ ટ્રાન્જેક્શનની સંખ્યા 8 કરોડ છે, જે ભવિષ્યમાં વધુ થઇ શકે છે. LICને ચુકવણી માટે એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રીપ્શનની જરૂરત હતી. એવામાં પેટીએમ સાથે કરાર સારો ગણાવવામાં આવી રહ્યો છે.

LICના મોબાઈલ એપમાં છે Online Payments સેક્શન

paytm

એલઆઈસીના મોબાઇલ એપમાં પણ પોલિસીધારકોને ‘Online Payments’ ની ઓપ્શન મળે છે. તે માટે સૌથી પહેલા તમારા મોબાઇલ પર એપ ઇન્સ્ટોલ કરવું આવશ્યક છે. અહીં તમારી એકાઉન્ટ બનાવી લેવો . અહીં તમે સારી પોલિસી રજિસ્ટર કરી શકો છો. એપમાં આપવામાં આવેલ Online Payments સેક્શનમાં જય પોતાના પ્રીમિયમની રિનિવલ, એડવાન્સ, લોન વગેરે પેમેન્ટ કરી શકે છે. તેની સાથે તમે બિલ પેમેન્ટ કરો રશીદ પણ ડાઉનલોડ કરી શકો છો. આ એપમાં તમારી સાથે તમારી પત્ની સાથે, બાળકો વગેરે પણ પોલિસીના રજિસ્ટર કરી શકે છે અને પેમેન્ટ કરી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!