GSTV

ઢળતી ઉંમરે પૈસાની ચિંતામાંથી મળશે મુક્તિ! LIC ની આ સ્કીમમાં જીંદગીભર કરી શકશો કમાણી, જાણો વિગતે…

lic

LIC સમય-સમય પર પોતાના ગ્રાહકો માટે નવાનવા પ્લાન લઈને આવતી રહે છે. કંપની આ વખતે ગ્રાહકો માટે નવી જીવન શાંતિ ડિફર્ડ એન્યુટી (New Jeevan Shanti deferred annuity plan) લઈને આવી છે. આ પ્લાનને તમે 21 ઓક્ટોબર 2020થી ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતથી ખરીદી શકો છો. આ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, વ્યક્તિગત, એકલ પ્રીમિયમ, ડિફર્ડ એન્યુટી પ્લાન છે. LIC ના આ પ્લાનથી ગ્રાહકોને નવી સુવિધા પણ મળશે.

LIC એ એક નિવેદનમાં કહ્યુ હતુ કે, જીવન શાંતિ પોલીસી માટે વર્ષની ગેરન્ટી પોલિસીની શરૂઆતમાં જ આપવામાં આવે છે. તો આવો તમને આ પોલિસી વિશે ડિટેલમાં જણાવીએ…

પોલિસીનો પ્રથમ ઓપ્શન

આ પ્લાનનો પ્રથમ વિકલ્પ સિંગલ લાઈફ માટે ડિફર્ડ એન્યુટી છે. આ ઓપ્નમાં ડિફરમેંટ સમયગાળા બાદ એન્યુટી પેમેંટ એન્યુટી મેળવનાર જીવનભર ચાલુ રહેશે. જો એન્યુટી મેળવનારની દુર્ભાગ્યવશ મૃત્યુ થઈ જાય તો આ કંડીશનમાં એન્યુટી મેળવનાર નોમિનીને તેનો ફાયદો મળશે.

પોલિસીનો બીજો ઓપ્શન

સિંગલ સિવાય તમે જોઈન્ટ લાઈફ માટે ડિફર્ટ એન્યુટી કરાવી શકો છો. તેમાં ડિફરમેંટ સમયગાળા બાદ એન્યુટી પેમેંટ્સ ત્યાં સુધી ચાલુ રહેશે. જ્યાં સુધી પ્રથમ અથવા બીજો વ્યક્તિ જીવિત રહે છે. ડો રિફરમેંટ સમયગાળા દરમિયાન બંનેની મૃત્યુ થઈ જાય છે તો, તેની ચૂકવણી નોમિનીને કરવામાં આવશે.

કોણ લઈ શકે છે જોઈન્ટ લાઈફ એન્યુટી

જણાવી દઈએ કે, જોઈન્ટ લાઈફ એન્યુટી એક પરિવારના માત્ર બે લોકોની વચ્ચે લઈ શકાય છે. જેમ કે, દાદા-દાદી, માતા-પિતા, બે બાળકો, બે ગ્રાંડચિલ્ડ્રંસ, પતિ-પત્ની અથવા ભાઈ-બહેન.

ખર્ચ કરવા પડશે 1,50,000 રૂપિયા

આ પ્લાનને ખરીદવા માટે તમારે લઘુતમ 1,50,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. એન્યુટીને તમે વર્શના 6 મહીના, 3 મહીના અને મંથલી મોડમાં લઈ શકે છે. આ ખરીદનાર પર નિર્ભર કરે છે કે, તે ક્યાં મોડમાં લેવા માગે છે. આ પ્લાનમાં લઘુતમ વર્ષની આવક 12 હજાર રૂપિયા છે. જ્યાં મહત્તમ ખરીદ મૂલ્યની કોઈ સીમા નથી.

કોણ લઈ શકે છે પ્લાન

આ પ્લાનને 30 વર્ષથી લઈને 79 વર્ષ સુધીના લોકો લઈ શકે છે.

કેટલુ છે ડેફરમેંટ પીરિયડ

જેમાં મિનિમમ ડેફરમેંટ પીરિયડ એક વર્ષનો છે અને મહત્તમ ડેફરમેંટ પીરિયડ 12 વર્ષનો છો.

ઈંસેંટિવ પણ મળશે

આ યોજનામાં 5 લાખ અને મહત્તમની ખરીદી કિંમત પર એક ઈંસેંટિવ પણ મળશે. આ ઈંસેંટિવ એન્યીટી દરમાં વધારાના રૂપમાં હશે. હેન્ડીકેપ્ડ લોકો આ પ્લાનને 50 હજાર રૂપિયામાં ખરીદી શકે છે

READ ALSO

Related posts

કાર્તિકી પૂર્ણિમા : રાજ્યના આ ઐતિહાસિક શહેરમાં આવેલુ છે 250 વર્ષ જૂનુ ભગવાન કાર્તિકેયનું મંદિર, વર્ષમાં એકવાર ભક્તો કરી શકે છે દર્શન

Nilesh Jethva

સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગુજરાતી વ્યાકરણ ગ્રંથ આપનાર હેમચંન્દ્રાચાર્યની આજે જન્મ જયંતિ

Nilesh Jethva

જ્વેલરી એક્સપોર્ટને લઈને રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય : હવે કસ્ટમ પ્રક્રિયામાંથી મળશે મુક્તિ, વેપારીઓમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!