દેશમાં સાર્વજનિક ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ(LIC)એ સોમવારે પોતાના ગ્રાહકો માટે વીમા જ્યોતિ નામની સ્પેશિયલ પ્લાનને લોન્ચ કરી છે. LICની આ પોલિસીથી ગ્રાહકોને ફિક્સ્ડ ઇનકમ સાથે ગેરંટી રિટર્નની સુવિધા મળે છે. આ એક નોન લિંક્ડ અને નોન પાર્ટીસિપેન્ટિંગ પ્લાન છે. આ અંગે વીમા કંપની LICએ પોતાના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરી જાણકારી આપી છે.
બેઝિક સમ એશ્યોર્ડ

તમને જણાવી દઈએ કે LICની વીમા જ્યોતિ પ્લેનમાં બેઝિક સમ એશ્યોર્ડ એક લાખ રૂપિયાનો છે, એમાં ઉપરી સીમા કોઈ નિર્ધારિત છે. આ પોલિસી 15થી 20 વર્ષ માટે લઇ શકાય છે. 15 વર્ષની પોલિસી સમયગાળા માટે પીપીટી 10 વર્ષ હશે અને 16 વર્ષની પોલિસી માટે પીપીટી 11 વર્ષની હશે.
મળશે ગેરંટી બોનસ
LICની આ પોલિસીમાં તમને ટર્મ દરમિયાન દર વર્ષે અંતે 50 રૂપિયા પ્રતિ હજાર બેઝિક સમ એશ્યોર્ડ ઉપરાંત ગેરંટી આપે છે. એનો અર્થ એ થયો કે એમાં તમને 50 રૂપિયા પ્રતિ હજાર સમ એશ્યોર્ડ પર ગેરંટી બોનસ મળશે.
પોલિસીની ખાસ વિશેષતા

- આ પોલિસીને તમે ઓનલાઇન ખરીદી શકો છો
- એના માટે ન્યુનત્તમ ઉમર 18 વર્ષ છે
- પરિપક્વતા પર મહત્તમ ઉંમર સીમા 75 વર્ષની છે.
- પોલિસીમાં પ્રવેશ કરવાની ન્યુનતમ ઉમર 90 દિવસ અને મહત્તમ 60 વર્ષ છે
- પોલિસી બેન્ક ડેટિંગ સુવિધા
- ગ્રાહકને મેચ્યોરિટી સેટલમેન્ટ ઓપ્શનની સુવિધા મળશે
- 5,10 અને 15 વર્ષમાં હપ્તામાં પરિપક્વતા અને મૃત્યુ લાભ માટે ઓપ્શન મળશે
- પોલિસી સમયગાળા દરમિયાન ગેરંટી એડિશન 50 રૂપિયા પ્રતિ હજાર વર્ષ બોનસ.
- આકસ્મિક અને વિકલાંગતા લાભ રાઇડર, ગંભીર બીમારી, પ્રીમિયમ માફ રાઇડર અને ટર્મ રાઇડરનો લાભ લેવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.
- પોલિસી સમયગાળા દરમિયાનની 5 વર્ષ ઓછા પ્રીમિયમની ચુકવણી
Read Also
- ગુડબુક / રૂપાણી અને નીતિન પટેલના આગામી વિઝન કરતાં બજેટમાં મોદીનો પ્રભાવ
- ગુજરાત બજેટ : 182 ધારોંસભ્યોમાં ખુશીની લહેર, બજેટમાં નાણામંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત
- સીડી કાંડમાં ફસાયેલા કર્ણાટકાના મંત્રીએ આપ્યું રાજીનામું, નોકરીના બદલામાં મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ
- દારૂબંધી માત્ર કાગળ પર / ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, 2020માં ઝડપાયો આટલા કરોડનો દારૂ
- અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે સીએમએ કોંગ્રેસના ધારસભ્યને આપ્યો લેખિતમાં જવાબ