GSTV
Home » News » LICએ લૉન્ચ કર્યો નવો નવજીવન ઈન્શ્યોરન્સ પ્લાન, જાણો રસપ્રદ વાતો

LICએ લૉન્ચ કર્યો નવો નવજીવન ઈન્શ્યોરન્સ પ્લાન, જાણો રસપ્રદ વાતો

ભારતીય જીવન વીમા નિગમે (LIC) નવજીવન નામની એક નવી ઈન્શ્યોરન્સ પૉલિસી લૉન્ચ કરી છે. આ પૉલિસી નૉન લિંક્ડ પાર્ટિસિપેટિંગ એન્ડોમેન્ટ લાઈફ ઈન્શ્યોરન્સ છે. આ પ્લાનનો નંબર 853 છે. જેમાં પ્રોટેક્શન અને સેવિંગ બંને પ્રકારના ફીચર છે. આ નવા પ્લાનમાં પૉલિસી હૉલ્ડરને સિંગલ પ્રીમિયમ પેમેન્ટની સુવિધા પણ મળશે. આ સિવાય 5 વર્ષ સુધી પ્રીમિયમ પણ ભરી શકાય છે.

પૉલિસી લેવાની ઉંમર

આ ઈન્શ્યોરન્સ પ્લાન 90 દિવસના નાના બાળકથી લઈને 65 વર્ષની ઉંમરના વ્યક્તિ માટે તૈયાર છે. જેમાં 45 વર્ષ બાદ રિસ્ક સમ એશ્યોર્ડ પંસદ કરવાનો વિકલ્પ મળશે.

કેવીરીતે ખરીદી શકો છો પૉલિસી

LICનું નવજીવન ઈન્શ્યોરન્સ પૉલિસી ઑફલાઇન અને ઑનલાઇન બંને રીતે ખરીદી શકાય છે. આ પ્લાન એજન્ટ પણ વેચી શકશે. આ પૉલિસીને સીધા LICની વેબસાઈટ https://eterm.licindia.in/onlinePlansIndex/login.do પરથી ખરીદી શકાય છે.

મિનિમમ સમ એશ્યોર્ડ

નવજીવન ઈન્શ્યોરન્સ પૉલિસીનો નંબર UIN 512N331VO1 છે. આ પૉલિસીમાં ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનો વીમો મળશે. મહત્તમ વીમો કરાવવાની કોઈ મર્યાદા નથી. જો કોઈની ઉંમર 45 વર્ષથી વધારે છે તો તેને લિમિટેડ પ્રીમિયમમાં વિકલ્પ 2 વિકલ્પ મળશે. જેમાં વાર્ષિક પ્રીમિયમના 10 ગણુ સમ એશ્યોર્ડ અને બીજા વિકલ્પમાં વાર્ષિક પ્રીમિયમનુ 7 ગણુ સમ એશ્યોર્ડનો વિકલ્પ મળશે.

પૉલિસી ટર્મ

આ સાથે LIC એક્સીડેન્ટલ ડેથ અને ડિસએબિલિટી રાઈડરનો પણ વિકલ્પ તૈયાર છે. આ પૉલિસીનો સમય 10 થી 18 વર્ષ રહેશે. તમે સિંગલ પ્રીમિયમ પૉલિસીને મહત્તમ 44 વર્ષની ઉંમર સુધી ખરીદી શકો છો. તો લિમિટેડ પ્રીમિયમ પૉલિસીને મહત્તમ 60 વર્ષની ઉંમર સુધી ખરીદી શકાય છે. નવજીવન ઈન્શ્યોરન્સના સિંગલ પ્રીમિયમ પ્લાનમાં મેચ્યુરિટીની મહત્તમ ઉંમર 62 વર્ષ છે. લિમિટેડ ઈન્શ્યોરન્સ પ્લાનમાં આ 75 વર્ષ છે.

ટેક્સ બચત

આ નવી ઈન્શ્યોરન્સ પૉલિસીમાં ઈન્કમ ટેક્સની બચત પણ તમે કરી શકો છો. આ સિવાય તેની પર લોન પણ લઇ શકાય છે.

READ ALSO

Related posts

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah

ફરાહ ખાને ટ્વીટ કરી PM મોદીના પ્રચાર વિશે કરી આ વાત

Mansi Patel

કોહલીને લાગ્યો મોટો ઝટકો, રૉયલ ચેલેન્જર્સ બેંગલોરનો આ ‘લકી’ ખેલાડી IPLમાંથી બહાર

Bansari