GSTV
Gujarat Government Advertisement

LICની આ પૉલિસીમાં બસ એકવાર ભરવાનું હોય છે પ્રીમિયમ, પછી જીવનભર મળે છે ફિક્સ્ડ ઈનકમ

Last Updated on October 24, 2020 by Mansi Patel

ભારતીય જીવન વીમા નિગમ (LIC) દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની છે. કોરોના સંક્ટનાં સમયમાં પણ આ વીમા કંપનીએ ઘણો નફો કમાયો છે. લાઈફ ઈંશ્યોરન્સ કોર્પોરેશન (LIC) પર આજે પણ દેશનાં કરોડો લોકોનો વિશ્વાસ છે. આજે ઈંશ્યોરન્સનાં ક્ષેત્રમાં ઘણી ખાનગી કંપનીઓ આવી ગઈ છે. તેમ છતાં લોકો લાઈફ ઈંશ્યોરન્સ કોર્પોરેશનની પોલીસી લેવાનું પસંદ કરે છે. તેનું કારણ એ છેકે, તેમનાં પૈસા ડૂબતા નથી તેમાં રોકાણ કરવાથી જ્યાં મેચ્યોરિટીનો ફાયદો મળે છે, તો કોઈ આકસ્મિક સ્થિતીમાં મોત થવા પર પરિવારનાં લોકોને આર્થિક સુરક્ષા પણ મળે છે. તો હાલમાં જ એલઆઈસીએ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. એલઆઈસીએ એક નિવેદનમાં જાહેર કર્યુકે, તેના વિશે કોઈ જાણકારી નથી.

ન્યૂ જીવન શાંતિ પ્લાન

લાઈફ ઈંશ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નો નવો ડેફર્ડ એન્યુઈટી પ્લાન ‘ ન્યૂ જીવન શાંતિ’ (New Jeevan Shanti) લોન્ચ કર્યો છે. ન્યૂ જીવન શાંતિ પ્લાનમાં એન્યુઈટી  રેટને પોલીસી ખરીદતી વખતે ફિક્સ કરી દેવામાં આવશે. પછી આ જ રેટ પર જ ડેફરમેંટ પીરિયડ (એક નિશ્ચિત કરાયેલી અવધિ) વીતી ગયા બાદ પોલિસી ખરીદનારા વ્યક્તિને જીવનભર એન્યુઈટી મળતી રહેશે.

મળે છે બે ઓપ્શન

ન્યૂ જીવન શાંતિ પ્લાન પોલિસીને ઓનલાઈન અને ઓફલાઈન, બંને રીતે ખરીદી શકાય છે. તેમાં વીમા લેનારા માટે બે ઓપ્શન આપવામાં આવ્યા છે. એક ઓપ્શન હેઠળ વીમા લેનારા વ્યક્તિ પોતાના માટે ડેફર્ડ એન્યુઈટી પ્લાન લઈ શકે છે. અને બીજા ઓપ્શન હેઠળ તેઓ કોઈ સંબંધીની સાથે જોઈન્ટ લાઈફ માટે ડેફર્ડ એન્યુઈટી લઈ શકે છે. જોઈન્ટ લાઈફ પ્લાન પોતાના નજીકનાં સંબંધીઓ સાથે લઈ શકાય છે. તેમાં દાદા-દાદી, માતા-પિતા, બાળકો, પૌત્ર, પતિ-પત્ની અથવા ભાઈ-બહેન આવી શકે છે.

નોમિનીને મળશે પૈસા

સિંગલ લાઈફ પ્લાન હેઠળ જ્યાં સુધી વીમા લેનારા જીવીત રહેશે, ત્યાં સુધી તેને ડેફરમેંટ પીરિયડ અને પસંદ કરેલાં અંતરાલ પર એન્યુઈટી મળતી રહેશે. તો વીમાધારકનું મોત થવાની સ્થિતિમાં નોમિનીને ડેથ બેનેફિટ મળશે. જોઈન્ટ લાઈફ માટે ખરીદવામાં આવેલાં એન્યુઈટી પ્લાન હેઠળ બંને શખ્સને ડેફરમેંટ પીરિયડ પર પસંદ કરવામાં આવેલાં અંતરાલમાં ત્યાં સુધી એન્યુઈટી મળતી રહેશે, જ્યાં સુધી તે જીવીત રહેશે. બંનેના મોત થવાની સ્થિતિમાં નોમિનીને ડેથ બેનિફિટ આપવામાં આવશે.

5 લાખથી વધારે પ્લાન પર એન્યુઈટી રેટ

જોઈન્ટ લાઈફ પ્લાનને 1.5 લાખ રૂપિયાનું લઘુત્તમ ચુકવણી કરીને ખરીદી શકાય છે. તેમાં વાર્ષિક 12 હજાર રૂપિયાનાં દરથી એન્યુઈટીને માસિક, ત્રિમાસિક, છમાસિક અથવા વાર્ષિક લઈ શકાય છે. આ પોલિસીને ખરીદવા માટે મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. 5 લાખ રૂપિયાથી વધારેનો પ્લાન લેવા પર એન્યુઈટી રેટ વધારે મળશે.

દિવ્યાંગ ફેમિલી મેંમ્બર માટે લઈ શકે છે પોલિસી

આ પોલિસીને પોતાની ઉપર નિર્ભર વિકલાંગ ફેમિલી મેંમ્બર માટે મિનિમમ 50 હજાર રૂપિયા લઈ શકાય છે. તેના સિવાય આ પોલિસી પર લાઈફ ઈંશ્યોરન્સ કોર્પોરેશન પાસેથી પણ લઈ શકાય છે.

કંઈ ઉંમરનાં લોકો લઈ શકે છે આ પોલિસી

આ પોલિસી 30થી લઈને 79 વર્ષનાં લોકો પણ લઈ શકે છે. આ પોલિસીમાં મિનિમમ ડેફરમેંટ પીરિયડ 1 વર્ષ અને મેક્સિમમ 12 વર્ષ છે. જોકે, મેક્સિમમ વેસ્ટિંગ એજ 80 વર્ષ રાખવામાં આવી છે. વેસ્ટિંગ એજનો મતલબ છેકે, તમને કંઈ ઉંમરમાં એન્યુઈટી મળવાની શરૂ થઈ જશે. એન્યુઈટીનો મતલબ છેકે, ડેફરમેંટ પીરિયડ બાદ તમારે નિયમિત અંતરાલ પર કેટલાં પૈસા મળશે. ડેફરમેંટ પીરિયડનો મતલબ એ છેકે, પોલિસી ખરીદવાનાં કેટલાં સમય બાદ એન્યુઈટી મળવાનું શરૂ થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની મુંબઇ NCBએ કરી ધરપકડ, ચરસ કેસના તાર અંડરવર્લ્ડ સુધી જોડાયા

Zainul Ansari

પીએનબીને હજારો કરોડનો ચૂનો લગાવનાર ભાગેડુ નીરવ મોદીને બ્રિટનની અદાલતે આપ્યો ઝટકો, ભારત પ્રત્યાર્પણ રોકવાનું આવેદન ફગાવી દીધું

Harshad Patel

વિચારવા જેવું / વાઘે મનુષ્ય પર જંગલમાં કર્યો હુમલો, વીડિયો જોઈ લોકોએ આપી આ પ્રતિક્રિયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!