GSTV

LICની આ પોલીસીમાં 169 રૂપિયા રોકાણ કરીને ભવિષ્ય માટે થઇ જાઓ નિશ્વિંત, મળશે કરોડોનો લાભ

LIC

નવા નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલાં શું તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો? જો હા, તો અમે તમને ભારતની સૌથી વિશ્વસનીય વીમા કંપની LIC (લાઇફ ઇન્સ્યુરન્સ કંપની)ની ખાસ પોલિસી ‘જીવન ઉમંગ’ વિશે જણાવી રહ્યા છીએ. તેમાં રોકાણ કરનારા ગ્રાહકોને ઘણા ફાયદા આપવામાં આવે છે. આ એક એવી પોલિસી છે, જેમાં દૈનિક 169 રૂપિયાનું રોકાણ કરી તમે બે કરોડ રૂપિયા મેળવી શકો છો. તમને જણાવી દઇએ કે, આ એન્ડોવમેન્ટની સાથે સાથે એક આજીવન વીમા યોજના છે.

LIC

LIC પોલિસીના ફાયદા

  • આ એક એવી યોજના છે જે 100 વર્ષની ઉંમર સુધીનો ઈન્સ્યોરન્સ આપે છે. આમાં પોલિસીની પરિપક્વતા (maturity) અથવા પોલિસીધારકની મૃત્યુની સ્થિતિમાં તમારા પરિવારને રકમ આપવામાં આવે છે. LIC જીવન ઉમંગ યોજના બજારના જોખમોથી મુક્ત યોજના છે.
  • LICના જણાવ્યા અનુસાર આ યોજનામાં પ્રીમિયમના અંતથી લઈને 99 વર્ષની વય સુધીના વાર્ષિક લાભો ચૂકવવા અને પોલિસીની પરિપક્વતા અથવા વીમા કંપનીના મૃત્યુની સ્થિતિમાં નોમિનીને રકમ ચૂકવવાની સુવિધા છે.
  • LICની ‘જીવન ઉમંગ’ ની સૌથી મોટી વિશેષતા એ છે કે, જો પ્રીમિયમના અંત સુધીમાં તમામ હપ્તાઓ ચૂકવાયા છે, તો વીમાદાતાને (જેણે વીમો મેળવ્યો છે અથવા જેણે પોલિસી લીધી છે) તેને ગેરંટી સાથે ઓછામાં ઓછી રકમ આપવામાં આવશે.
  • LICની આ યોજના 90 દિવસથી 55 વર્ષની વયના લોકો માટે ઉપલબ્ધ છે.
LIC
  • LICની આ પોલિસીની પ્રીમિયમ રકમ 25000 હજાર અથવા તેના ગુણાંકમાં હશે અને તે 15, 20, 25, 30 વર્ષના વિકલ્પો સાથે ઉપલબ્ધ રહેશે. આમાં જીવન વીમા ઈન્સ્યોરન્સ આજીવન માટે હોય છે અને આ માટે તમારે કોઈ અલગ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં.
  • જો તમે મર્યાદિત અવધિ એટલે કે 15, 20, 25 અને 30 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવો છો, તો તમને દર વર્ષે આજીવન 8 ટકા વળતર મળે છે.
  • રોકાણની દ્રષ્ટિએ તેને વધુ સારી પોલિસી કહી શકાય. તેમાં રોકાણ કરવું ફાયદાકારક સોદો થશે.
  • આ યોજના હેઠળ તમને કુલ 20,90,0000 રૂપિયાનું રિટર્ન મળશે. આ રકમ 100 વર્ષની ઊંમર પાર કર્યા બાદ પોલિસીધારકને આપી દેવામાં આવે છે. 100 વર્ષની ઉંમરને પાર કર્યા બાદ પહેલા પોલિસી ધારકે 100 વર્ષની ઉંમર સુધી દર મહિને ફિક્સ્ડ એમાઉન્ટ મળે છે. જો પોલિસી ધારકનું 101 વર્ષની વયે નિધન થાય છે તો તમારા દ્વારા બનાવેલા નોમિનીને આ વળતર મળશે.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!