GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

LICની આ પોલિસીમાં મળશે એક નહીં ત્રણ લાભ, ગંભીર બિમારીમાં સારવારની સાથે એક કરોડનો ફાયદો

LIC

LIC દરેક લોકોને ધ્યાનમાં રાખીને પોલિસી તૈયાર કરે છે. આવી જ એક પોલિસી છે જીવન શિરોમણિ (Jeevan Shiromani) છે. આ પોલિસી પ્રોટેક્શનની સાથે સાથે સેવિંગ્સ પણ કરાવે છે. આ એક નોન લિંક્ડ પ્લાન છે જેમાં ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા એશ્યોર્ડ સમની ગેરેન્ટી મળે છે. સમ એશ્યોર્ડ એ રોકડ રકમ છે જે કસ્ટમરને એક વીમા કંપનીની તરફથી નિશ્ચિત રીતે મળે છે. LICની પાસે તમારા જીવનને સુરક્ષિત કરવા માટે ઘણી સારી પોલિસી છે. જેના વિશે ઘણા ઓછા લોકોને ખરબ હોય છે. આજે અમે તમને LICની એક ખાસ પોલિસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે પ્રોટેક્શનની સાથે સાથે સેવિંગ્સ પણ કરાવી આપે છે. LICની જીવન શિરોમણિ યોજના 19 ડિસેમ્બર 2017એ શરૂ કરવામાં આવેલી એક મની બેક યોજના છે.  

આ એક નોન-લિંક્ડ, લિમીટેડ પ્રીમિયમ પેમેન્ટ મની બેન્ક યોજના છે. આ માર્કેટ સાથે જોડાયેલી લાભ વાળી યોજના છે. આ યોજના અચઅનઆઈ (ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ) માટે બનાવવામાં આવી છે. આ યોજના ગંભીર બિમારીઓને કવર પણ કરી લે છે અને તેમાં 3 વૈકલ્પિક રાઈડર્સ પણ ઉપલબ્ધ છે.

મૃત્યુ બાદ મળે છે નાણાકીય સપોર્ટ

જીવન શિરોમણિ પ્લાન પોલિસી ટર્મ વખતે પોલિસીહોલ્ડર્સની અચાનક મૃત્યુ પર તેમના પરિવારને નાણાકીય સપોર્ટ આપવામાં આવે છે. આ પોલિસીમાં પોલિસીહોલ્ડર્સને સરવાઈવલ અટલે જીવિત રહેવાની સ્થિતિમાં નક્કી કરેલા સમયમાં પેમેન્ટની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત મેચ્યોરિટી પર પણ એક રકમ આપવામાં આવી છે.

LIC

આ છે સરવાઈવલ બેનિફિટ

સરવાઈવલ બેનિફિટ એટલે પોલિસી હોલ્ડર્સના જીવિત રહેવા પર નિશ્ચિત ચુકવણી કરવામાં આવે છે જે આ પ્રકારે છે

  • 14 વર્ષની પોલિસીમાં 10માં અને 12માં વર્ષે સમ એશ્યોર્ડના 30-30 ટકા.
  • 16 વર્ષની પોલિસીમાં 12માં અને 14માં વર્ષે સમ એશ્યોર્ડના 35-35 ટકા.
  • 18 વર્ષની પોલિસીમાં 14માં અને 16માં વર્ષે સમ એશ્યોર્ડના 40-40 ટકા.
  • 20 વર્ષની પોલિસીમાં 16માં અને 18માં વર્ષે સમ એશ્યોર્ડના 45-45 ટકા.

શું છે ઉંમરની સીમા?

  • મેત્યોરિટી પર વધારેમાં વધારે ઉંમર 14 વર્ષની પોલિસી માટે 69 વર્ષ, 16 વર્ષની પોલિસી માટે 67 વર્ષ, 18 વર્ષની પોલિસી માટે 66 વર્ષ, 20 વર્ષની પોલિસી માટે 65 વર્ષ.
  • પ્રીમિયમની ચુકવણી વાર્ષીક, છ મહિને, ત્રણ મહિને અથવા મહિનાના અંતર પર કરવામાં આવી શકે છે.

કેટલી લોન મળશે?

પોલિસી ટર્મ વખતે કસ્ટમર પોલિસીના સરેન્ડર વેલ્યુના આધાર પર લોન લઈ શકાય છે જે એલઆઈસીના નિયમો અને શરતોના આધાર પર મળશે. પોલિસી લોન સમય-સમય પર નક્કી કરવામાં આવેલા વ્યાજ દર પર મળશે. આ વ્યાજ દર હાલ 9.5 ટકાની આસપાસ છે.

LIC

બિમારીના ઈલાજ માટે

આ ઉપરાંત કોઈ ગંભીર બિમારીની સ્થિતિમાં સારવાર માટે બેસિક સમ એશ્યોર્ડના 10 ટકા રકમની ચુકવણી પણ કરવામાં આવે છે. આ પોલિસીના માધ્યમથી તમને સરળતાથી લોન પણ મળી જાય છે જેનાથી તમે પોતાની જરૂરીયાતોને પુરી કરી શકો. જોકે બિમારીઓ પોલિસીમાં ઉલ્લેખ કરવામાં આવેલી બિમારીઓમાંથી જ હોવી જોઈએ.

નિયમો અને શરતો

  • ઓછામાં ઓછુ સમ એશ્યોર્ડ 1 કરોડ રૂપિયા
  • વધુમાં વધુ સમ એશ્યોર્ડની કોઈ સીમા નથી. (બેસિક સમ એશ્યોર્ડ 5 લાખના મલ્ટીપલમાં થશે.)
  • પોલિસી ટર્મઃ 14,16,18 અને 20 વર્ષ
  • ક્યાં સુધી જમા કરવાનું રહેશે પ્રીમિયમઃ 4 વર્ષ
  • એન્ટ્રી માટે ઓછામાં ઓછી ઉંમરઃ 18 વર્ષ
  • એન્ટ્રી માટે વધુમાં વધુ ઉંમરઃ 14 વર્ષની પોલિસી માટે 55 વર્ષ, 16 વર્ષની પોલિસી માટે 51 વર્ષ, 18 વર્ષની પોલિસી માટે 48 વર્ષ, 20 વર્ષની પોલિસી માટે 45 વર્ષ.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!