GSTV

LIC જીવન શાંતિ પૉલિસીમાં એકસાથે રોકાણ કરી મેળવી શકો છો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન, જીવનભર મળશે લાભ

જો તમે પૈસાની બચત કરવા માંગો છો તો આ મોંઘવારીનાં જમાનામાં ભવિષ્યમાં તે તમને આર્થિક રૂપથી મજબૂતી આપશે.ઘણીવાર જોવામાં આવે છેકે, લોકો બચત તો કરવા માંગે છે. પરંતુ બચતમાં સારું વળતર મેળવવા માટે રોકાણ કયાં કરવું જોઈએ. જો તમે પણ આ કેટેગરીમાં પોતાની જાતની ગણતરી કરી રહ્યા છો તો વીમા પોલિસીને રોકાણ માટેનું સારો વિકલ્પ ગણવામાં આવે છે.

થોડી થોડી બચત કરીને તમે તેના દ્વારા ભવિષ્યમાં મોટી રકમ મેળવી શકો છો. જો  તમારી પાસે મોટી રકમ છે તો એકવાર રોકાણ કરીને તમે તેનો વધારો ફાયદો લઈ શકો છો. લાઈફ ઈંશ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ની પેંશન પોલિસી દ્વારા ઘણા લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. એલઆઈસી દેશની સૌથી વિશ્વસનીય વીમા કંપનીઓમાંથી એક માનવામાં આવે છે.

LICની ‘જીવન શાંતિ’ પેંશન પોલિસીમાં એકસાથે રકમ જમા કરીને તમે સારું રિટર્ન મેળવી શકો છો. આ પોલિસીમાં તમે દર મહિને 2 લાખ રૂપિયા સુધીનું પેંશન મેળવી શકો છો. એકસાથે રકમ જમા કર્યા બાદ તમે દર મહિને પેંશન મેળવી શકો છો. વાત કરીએ પોલિસીની શરતોની તો તેમાં લઘુત્તમ સમ એશ્યોર્ડ દોઢ લાખ રૂપિયા તો મહત્તમ કોઈ સીમા નથી. લોન, પેન્શન શરૂ થયાનાં એક વર્ષ બાદ અને તેને સરેન્ડર, પેંશન શરૂ થયાનાં 3 મહિના બાદ કરી શકાય છે. લઘુત્તમ 30 વર્ષ અને મહત્તમ 85 વર્ષ સુધીનાં વ્યક્તિ રોકાણ કરી શકે છે.

રોકાણ કરતી વખતે ગ્રાહકોની પાસે પેંશનને પસંદ કરવા માટે બે વિકલ્પ હોય છે. જેમાં પહેલો ઈમીડિએટ અને બીજો ડેફ્ફર્ડ એન્યુઈટી છે. ઈમીડિએટનો મતલબ છે કે, રોકાણના તુરંત બાદ પેંશન તો જ્યારે ડેફ્ફર્ડ એન્યુટીનો મતલબ છે થોડા સમય (5,10,15,20 વર્ષ) બાદ પેંશનની ચુકવણી, જો તમે આ પોલિસીમાં એકસાથે 4 કરોડ રૂપિયા સમ એશ્યોર્ડ લો છો અને ઈમીડિએટ વિકલ્પ પસંદ કરો છો તો તમને દર મહિને 202000 રૂપિયાનું પેંશન મળવા લાગશે.

  • ઉંમર – 36
  • સમ એશ્યોર્ડ – 4,00,000,00
  • એક સાથે પ્રીમિયમ – 40720000

પેંશન

  • વાર્ષિક 2504000
  • છમાસિક 1230000
  • ત્રિમાસિક 610500
  • માસિક 202000

માની લોકે, જો કોઈ 36 વર્ષનો વ્યક્તિ ઓપ્શન ‘A’એટલેકે Immediate Annuity for lifeને પસંદ કરે છે. તેની સાથે જ તે 40000000 રૂપિયાના સમ એશ્યોર્ડ વિકલ્પને પસંદ કરે છે. તો તેને 40720000 રૂપિયાનું પ્રીમિયમ એક સાથે ચુકવવાનું રહેશે. આ રોકાણ બાદ દર મહિને 202000 રૂપિયાનું પેંશન મળશે. આ પેંશન જ્યાં સુધી પૉલિસીધારક જીવિત રહે છે ત્યાં સુધી મળશે.

READ ALSO

Related posts

પ્લે સ્ટોરમાંથી હટાવ્યાના થોડા કલાકોમાં જ પાછુ આવ્યું Paytm, હવે કરી શકશો ડાઉનલોડ

Pravin Makwana

ફ્લાઈટની જેમ ટ્રેન ટિકિટમાં પણ જોડાશે યૂઝર ચાર્જ, જાણો ક્યાં-ક્યાં સ્ટેશનનો કરાયો સમાવેશ

Ankita Trada

કાનપુર : 3 યુવતીની અજબ પ્રેમની ગજબ કહાની, ઘરે છોડીને થઈ ફરાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!