GSTV

LICની આ પોલીસીમાં રોકાણ કરી મહિને એક સાથે લઈ શકશો 4 લાખ રૂપિયાનું પેન્શન

લાઈફ ઈંશ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દેશની સૌથી વિશ્વાસપાત્ર વિમા કંપનીમાંની એક છે. આ કંપનીની પોલીસીમાં કરોડો લોકો રોકાણ કરી રહ્યા છે. લોકોના આ વિશ્વાસ એટલા માટે પણ છે કે, કારણ તે સરકાર દ્વારા સંચાલિત છે. ત્યારે આવા સમયે લોકોને એ ચિંતા રહેતી નથી કે, તેમની મહેનતની કમાણી ડૂબશે નહીં.

અલગ અલગ પોલીસીમાં રોકાણ

આમ તો એલઆઈસીની અલગ અલગ પોલીસી છે, જેમાં અંડોમેન્ટ, ટર્મ, હેલ્થ, લાઈફ ઈંશ્યોરન્સ ચાઈલ્ડ પ્લાન જેવા સામેલ છે. એલઆઈસીની પેન્શન પોલીસી પણ છે કે, જે ખૂબ જ પોપ્યુલર છે. મોટા ભાગે નોકરી-ધંધાવાળા લોકોને ચિંતા સતાવતી હોય છે કે, નોકરી બાદ પેન્શનની વ્યવસ્થા કઈ રીતે કરીશું. તો વળી રિટાયરમેન્ટ થવા જઈ રહેલા લોકોને પણ આ ચિંતા સૌથી વધુ સતાવતી હોય છે.

ઈચ્છો તે રીતે કરી શકો રોકાણ

આ લોકોની ચિંતાને ધ્યાનમાં રાખીને એલઆઈસીની જીવન શાંતિ પોલિસી ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં રોકાણ કરી ગ્રાહકો તુરંત જ તેનો ફાયદો ઉઠાવી શકે છે. ઈચ્છે તો બાદમાં પણ પેન્શનનો લાભ લઈ શકે છે. આ પોલીસીની સૌથી મોટી ખાસિયત એ જ છે.

તમે એક સિંગલ પ્રીમિયમ પેમેન્ટ કરી આજીવન નિશ્ચિત સમયે એક નિયમીત રીતે પેન્શન મેળવી શકો છો. રોકાણ કરતી વખતે ગ્રાહકોની પાસે પેન્શનને પસંદ કરવા માટે બે વિકલ્પ રહે છે. જેમાં પહેલુ ઈમીડિએટ અને બીજુ ડેફ્કર્ડ એન્યુટી છે. ઈમીડિયટનો અર્થ થાય છે કે, રોકાણ બાદ તુરંત પેન્શન તો વળી ડેફ્કર્ડ એન્યુટીનો અર્થ થાય છે કે, થોડા સમય બાદ પેન્શનની ઈચ્છા.

READ ALSO

Related posts

ખેડૂતો આનંદોઃ પાક નિષ્ફળ જાય તો પણ ચિંતા ન કરતા, હવે સરકારે કરશે આર્થિક મદદ

Ankita Trada

ગોટાળો, લશ્કરે ડ્રોનના એન્જીન માટે 24 લાખ આપ્યા પણ એ જ એન્જીનના હવાઈદળે રૂ.87 લાખમાં ખરીદ કર્યું

Dilip Patel

ભારત બંધ – પંજાબ સરકારે કાળા કાયદાનો વિરોધ કરીને ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો, ગુજરાત સરકાર ખેડૂતોની માંગ સાથે નથી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!