GSTV

LICની આ પોલીસીમાં રોકાણ કરીને આપ વર્ષે 50 લાખ સુધીનું પેન્શન મેળવી શકશો, જીંદગીભર મળશે ફાયદો

લાઈફ ઈંશ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દેશની સૌથી વિશ્વાસપાત્ર વિમા કંપનીમાંની એક છે. આ કંપનીની પોલીસીમાં કરોડો લોકો રોકાણ કરી રહ્યા છે. લોકોના આ વિશ્વાસ એટલા માટે પણ છે કે, કારણ તે સરકાર દ્વારા સંચાલિત છે. ત્યારે આવા સમયે લોકોને એ ચિંતા રહેતી નથી કે, તેમની મહેનતની કમાણી ડૂબશે નહીં.

અલગ અલગ પોલીસીમાં રોકાણ


આમ તો એલઆઈસીની અલગ અલગ પોલીસી છે, જેમાં અંડોમેન્ટ, ટર્મ, હેલ્થ, લાઈફ ઈંશ્યોરન્સ ચાઈલ્ડ પ્લાન જેવા સામેલ છે. એલઆઈસીની પેન્શન પોલીસી પણ છે કે, જે ખૂબ જ પોપ્યુલર છે. મોટા ભાગે નોકરી-ધંધાવાળા લોકોને ચિંતા સતાવતી હોય છે કે, નોકરી બાદ પેન્શનની વ્યવસ્થા કઈ રીતે કરીશું. તો વળી રિટાયરમેન્ટ થવા જઈ રહેલા લોકોને પણ આ ચિંતા સૌથી વધુ સતાવતી હોય છે.

ઈચ્છો તે રીતે કરી શકો રોકાણ


આ લોકોની ચિંતાને ધ્યાનમાં રાખીને એલઆઈસીની જીવન શાંતિ પોલિસી ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં રોકાણ કરી ગ્રાહકો તુરંત જ તેનો ફાયદો ઉઠાવી શકે છે. ઈચ્છે તો બાદમાં પણ પેન્શનનો લાભ લઈ શકે છે. આ પોલીસીની સૌથી મોટી ખાસિયત એ જ છે.

તમે એક સિંગલ પ્રીમિયમ પેમેન્ટ કરી આજીવન નિશ્ચિત સમયે એક નિયમીત રીતે પેન્શન મેળવી શકો છો. રોકાણ કરતી વખતે ગ્રાહકોની પાસે પેન્શનને પસંદ કરવા માટે બે વિકલ્પ રહે છે. જેમાં પહેલુ ઈમીડિએટ અને બીજુ ડેફ્કર્ડ એન્યુટી છે. ઈમીડિયટનો અર્થ થાય છે કે, રોકાણ બાદ તુરંત પેન્શન તો વળી ડેફ્કર્ડ એન્યુટીનો અર્થ થાય છે કે, થોડા સમય બાદ પેન્શનની ઈચ્છા.

આ પોલીસીમાં તમે એક સાથે વાર્ષિક 50 લાખ રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો. હવે સવાલ એ થાય કે, તમારે એક સાથે કેટલી રકમ ભરવાની થાય છે. જેના માટે અહીં એક ઉદાહરણ આપ્યુ છે, તેના આધારે સમજીએ.

ઉંમર-36
એશ્યોર્ડ- 80000000
પ્રમીયિમ-81440000
પેન્શન-
વાર્ષિક-5008000
અર્ધવાર્ષિક-2460000
ત્રિમાસિક-1221000
માસિક-404000

READ ALSO

Related posts

ખાનગી શાળાઓ પર કોરોનાની માર: દેશભરની શાળાઓની કંગાળ હાલત, વેચાવા માટે તૈયાર છે 1000 હજાર શાળાઓ

Pravin Makwana

ભારત માટે ચિંતા વધી : કોરોના મટી ગયો તેમને સાવ નવા ખતરનાક સ્વરૂપે લાગી રહ્યો છે ચેપ, રસી કામ કરશે કે કેમ તે શંકા

Dilip Patel

ચીનનાં 18 ફાઈટર જેટ્સનાં તાઈવાનની સીમામાં ઉડાન ભરી, જિનપિંગ સરકારે કહ્યુ-અમેરિકા અને તાઈવાન આગથી ન રમે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!