સામાન્ય લોકો ઓછી આવકમાં બચત નથી કરી શકતાં. તેવામાં દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) તેમની મદદ કરે છે અને ઓછી કિંમતના અનેક પ્લાન ચલાવે છે. LICએ પોતાના ગ્રાહકો માટે એક ખાસ પ્લાન ઑફર કર્યો છે જેમાં રોકાણ કરીને તમે તેનો લાભ લઇ શકો છો.

LICએ જીવન લાભ યોજના શરૂ કરી છે. જે એક એવી ખાસ પોલીસી છે જેમાં એક સીમિત પ્રિમિયમની સાથે નૉન-લિંક્ડ લાભ યોજના છે. જેમાં મૃત્યુ કે પોલીસી મેચ્યોર થવા પર આ યોજનામાં તમારા પરિવાર એટલે કે નોમિની કે પોલીસી ધારકને વીમા રકમ સ્વરૂપે સુરક્ષાની સાથે લાભ પણ મળે છે. LICએ જણાવ્યા અનુસાર, આ પોલીસીમાં નોમિનીને અથવા પોલીસી ધારકને સિંપલ રિવેર્સનરી બોનસ તથા ફાઇનલ એડિશન બોનસ આપવામાં આવશે.

LICએ જણાવ્યા અનુસાર, આ પોલીસી માટે તમારે ફક્ત 518 રૂપિયા પ્રતિ મહિનો ખર્ચ કરવા પડશે. જેમાં તમે 4.04 લાખ રૂપિયા મળશે. આ પ્લાન લેવા માટે LICએ 8થી 59 વર્ષ વચ્ચેની ઉંમર નક્કી કરી છે. આ પોલીસીના મેચ્યોર થવાની ઉંમર 75 વર્ષ છે જેમાં તમે 16થી 25 વર્ષ સુધીની પોલીસી ટર્મ લઇ શકો છો.

LICની આ પોલીસીમાં તમારે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા આપવા પડશે અને વધુમાં વધુની કોઇ મર્યાદા નથી. આ સ્કીમ સાથે પણ એક્સિડેન્ટલ ડેથ અને વિકલાંગતા પર મળતુ વળતર પણ સામેલ છે. એટલે કે જો તમે 25 વર્ષ સુધી પ્રિમિયમ આપો તો તે 1,55,328 રૂપિયાનું થાય છે. એટલે કે તમે 25 વર્ષમાં દર મહિને 518 રૂપિયા ખર્ચો તો તમારા 1,55,328 રૂપિયા જમા થશે. આ પોલીસીની મેચ્યોરિટી પર તમને બોનસ સાથે આશરે 4.04 લાખ રૂપિયા મળશે.

આ પોલીસીમાં સિમિત પ્રિમિયમ ચુકવવાનો અર્થ છે, પ્રિમિયમ ચુકવવાનો સમયગાળો પોલીસીના સમયગાળા અથવા મેચ્યોરિટી સમયગાળા કરતાં ઓછો હોવો. આ પોલીસી 16,21 તથા 25 વર્ષના સમયગાળા માટે ઉપલબ્ધ છે. જેમાં તમે એક જ સમયે સુરક્ષાની સાથે નિશ્વિત રિટર્નની સુવિધા પણ મેળવી શકો છો. LICના આ પ્લાનમાં ત્રણ વર્ષ સુધી પ્રિમિયમ ભર્યા બાદ તમે આ તેના પર લોન પણ લઇ શકો છો. સાથે જ આ પોલીસીમાં દુર્ઘટના મૃત્યુ તથા વિકલાંગતા લાભ રાઇડર તરીકે એડ-ઑન રાઇડર્સ પણ ઉપલબ્ધ છે. સાથે જ આ પોલીસીમાં ઇનકમ ટેક્સની ધારા 10 (10D) અંતર્ગત, મેચ્યોરિટી રકમ પર ટેક્સમાં પણ છૂટ મળશે.
Read Also
- ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના
- 2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ
- ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી
- પુત્રી માટે દર મહિને આ સરકારી યોજનામાં બચાવો પૈસા તો નહી રહે ઈનકમ ટેક્સની ચિંતા, જાણો કેવી રીતે?
- જેનિફરે શેર કર્યો અન-એડિટેડ અંડરઆર્મ્સનો ફોટો, ફેન્સે કોમેન્ટમાં લખ્યું, ‘જેવા મારા એવા….’